________________
યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ - ૩
૪૧૧
આ દ્રષ્ટિમાં રહેલ યોગી ભાવની શુદ્ધિ થવાથી પોતાની સ્વાભાવિક પ્રકૃતિવડે જ ચંદ્રમાની જેમ આત્મસ્વરૂપમાં સ્થિત છે પરંતુ અન્ય વડે તે આત્મા સ્વરૂપમાં સ્થાપન કરાયો નથી. તાત્પર્ય એ છે કે આ દૃષ્ટિમાં ઘાતી કર્મનો. ક્ષય થવાથી જીવ પોતાના સ્વભાવથી જ પોતાના આત્મસ્વરૂપમાં રહે છે. જેમ ચંદ્રમાં વાદળાના ખસી જવાથી સ્વભાવથી જ પોતાના સ્વરૂપમાં રહે છે પરંતુ તેને પોતાના સ્વરૂપમાં રહેવા માટે બીજા કોઈની જરૂર પડતી નથી તેમ કેવલજ્ઞાનની પ્રાપ્તિથી આત્મા સ્વરૂપમાં રહે છે. ચંદ્રની ચાંદનીની જેમ તેનું કેવલજ્ઞાન હોય છે. અહિંયા કેવલજ્ઞાનને ચાંદનીની માત્ર ઉપમા જ આપી છે. પણ કોઈ ધર્મોથી બંનેની સરખામણી કરી નથી કારણકે ચંદ્રની ચાંદની સઘળા લોકને પ્રકાશિત કરતી નથી જ્યારે કેવળજ્ઞાન તો સઘળા લોકના ચરાચર સૈકાલિક ભાવોને પ્રકાશિત કરનારું છે.
ચંદ્રમાને આવરનાર જેમ વાદળાઓ છે તેમ જ્ઞાનને આવરનારું જ્ઞાનાવરણ હોય છે. ઉપમાનું પ્રસ્તુતમાં યોજન કરે છે
घातिकर्माभ्रकल्पं तदुक्तयोगानिलाहतेः ।
यदाऽपैति तदा श्रीमान् जायते ज्ञानकेवली ॥१८४॥ ઉપર કહેલા યોગરૂપી પવનના અથડાવાથી વાદળાતુલ્ય ઘાતી કર્મ જ્યારે દૂર થાય છે ત્યારે શ્રીમાન = જ્ઞાનલક્ષ્મીવાળો યોગી કેવલજ્ઞાની બને છે.
જ્ઞાનાવરણીયાદિ ઘાતકર્મ એ વાદળા જેવું છે જેમ ચંદ્રમા ઉપર વાદળો છવાઈ ગયા હોય તો તે ચંદ્રમાના પ્રકાશને ઢાંકી દે છે તેમ ઘાતિક આત્માના જ્ઞાન પ્રકાશને આવરે છે. પવનના અથડાવાથી વાદળા ખસી જતા ચંદ્રમાનો પ્રકાશ ચારે બાજુ ફ્લાય છે તેમ ધર્મસંન્યાસરૂપ તાત્વિક પરાક્રમને કારણે આ આઠમી દ્રષ્ટિમાં રહેલો શ્રીમાન = જ્ઞાનરૂપી લક્ષ્મીવાળો યોગી કેવલજ્ઞાની થાય છે. કેવલજ્ઞાન થવાથી શું થાય છે તે કહે છે.
क्षीणदोषोऽथ सर्वज्ञः सर्वलब्धिफलान्वितः ।
परं परार्थं सम्पाद्य ततो योगान्तमश्नुते ॥१८५॥ ક્ષીણદોષવાળો, સર્વજ્ઞ અને સર્વલબ્ધિના ફ્લથી યુક્ત એવો તે યોગી પ્રકૃષ્ટ પરોપકાર કરીને યોગના અંતને પામે છે.
સઘળા રાગાદિ દોષોનો સંપૂર્ણ ક્ષય થવાથી ત્યારે જ આવરણ રહિત જ્ઞાન થવાવડે સર્વજ્ઞ બનેલો, અને સુક્યની નિવૃત્તિ થવાથી સર્વલબ્ધિનું
ળ જે તૃપ્તિ તેનાથી યુક્ત થયેલો, જીવોના ભવ્યત્વને અનુસાર શ્રેષ્ઠ એવા સમ્યકત્વાદિ રૂપ પરોપકારનું સંપાદન કરીને ત્યાર પછીથી યોગના અંતે શેલેશી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org