________________
४०८
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
સુધી બાહ્ય આચારોની આવશ્યકતા છે તેનો નિષેધ કરી શકાય નહિ. વર્તમાનમાં ધ્યાન કે જાપ વગેરેની તીવ્રરૂચિને કારણે તેમાં આનંદ, એકાગ્રતા અનુભવતા આત્માને તેની જ ઉપયોગિતા દેખાય છે અને તેના કારણે પ્રતિક્રમણાદિ યોગો બીનજરૂરી દેખાય છે તે અંદરમાં પડેલ ક્રિયામલને આભારી છે. અદંરમાં પડેલ ક્રિયામલ દૂર ન થાય ત્યાં સુધી આચારમાર્ગની ઉપયોગિતા ન સમજાય, ગૌણતા રહે તેથી તેને દૂર કરવા પ્રતિક્રમણાદિ યોગોને છોડી દેવા તેના કરતા તેના ઉપર આદર, બહુમાન કેળવી પોતાના દોષનું સંશોધન, નિંદા, જુગુપ્સા કરી તે યોગને સેવવામાં આવે તો અંદર પડેલ ક્રિયામલ દૂર થતાં જરૂર લાભ અનુભવાય. જ્ઞાનીઓએ બતાવેલ એક એક યોગ મોક્ષ આપવા સમર્થ છે. જો તેમાં સ્વરૂપનો રસ રેડતા આવડે તો.
મતિજ્ઞાનના ઉપયોગમાં આશય, ઉપયોગ અને લક્ષ્યની તીવ્રતાથી કોઈપણ યોગમાં રસની પરાકાષ્ઠા થતાં ક્ષપકશ્રેણી માંડી શકાય છે. અઇમુત્તાએ ઇરિયાવહિ પડિક્કમતા ક્ષપકશ્રેણી માંડી કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. પ્રભંજનાએ માત્ર ‘વર' શબ્દના ચિંતનમાં ચઢતા ક્ષપકશ્રેણી માંડી કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. આ બતાવે છે કે કોઈપણ યોગ નકામો નથી. બીનજરૂરી નથી.
એટલે જે વાત સિદ્ધયોગીને અનુસારે કહેવાયેલી છે તેનું અનુકરણ સામાન્ય યોગી કરે તો તે ન ચાલે. વિશેષ અવસ્થામાં કહેવાયેલી વાત જનસામાન્યને લાગુ ન પડે અને તેથી વર્તમાનમાં યોગારંભક દશામાં રહેલા જીવનું તો એ કર્તવ્ય છે કે એને એના વિચારાત્મક અંતરંગ ચિત્તની શુદ્ધિ ક્રિયા પ્રત્યેના આદર, બહુમાનથી ક્રિયામલને દૂર કરવા દ્વારા કરવી જોઈએ અને સંસ્કારાત્મક અંતરંગ ચિત્તની શુદ્ધિ ઉપયોગમાં પડેલ ખેદ, ઉદ્વેગ, ક્ષેપ, ઉત્થાન આદિ દોષોને દૂર કરવા પૂર્વક કરવી જોઈએ અને તે માટે તત્ત્વજ્ઞાનનું સતત અવલંબન લેવું જોઈએ.
બત્રીસી ૨૪/૨૮ માં ખાધેલાને જેમ ફરીથી ખાવાની ઇચ્છા નથી હોતી તેમ આચારથી જીતવા યોગ્ય કર્મ એ મુર્ત્ત પ્રાયાત્ - પ્રાયઃ ભોગવાઈ ગયેલા હોવાથી સિદ્ધત્વન કૃતકૃત્ય થયો હોંવાથી પ્રતિક્રમણની ઇચ્છાનો જ નાશ થઈ જવાથી તે ક્રિયા નથી. અહિંયા સમાધિ વર્તે છે એટલે કોઈ પણ યોગની સ્ખલના નથી અને તેથી અતિચાર રહિતતા છે. પ્રતિક્રમણાદિ ક્રિયાઓ તો સ્વરૂપાનંદને પામવા માટે હતી. હવે અહિંયા તો સ્વરૂપાનંદની મસ્તી અનુભવાય છે. ઉપયોગ અંદરમાં ને અંદર ઠરેલો છે. બહાર જતો નથી તેથી દોષ અતિચાર લાગવાની શક્યતા નથી. આરુઢ ને આરોહણ જેમ હોતું નથી તેમ અહિંયા પ્રતિક્રમણાદિ ક્રિયા હોતી નથી.
-
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org