________________
४०६
ચોગ દ્રષ્ટિના અજવાળા ભાગ - ૩ તિ ” તૃણ, કંચન, શત્રુ, મિત્રના વિષયમાં સમભાવવાળું, ઉચિત પ્રવૃત્તિની પ્રધાનતાવાળું નિરિભિન્કંગ એટલે આસક્તિ વિનાનું ચિત્ત એ જ સામાયિક છે.
જેમ ચંદનને પોતાની સુગંધને ફ્લાવવા માટે વાસકની અર્થાત વાસિતા કરનારની અપેક્ષા નથી પણ ચંદનની ગંધ સ્વાભાવિક રીતે જ જંગલમાં ચારે બાજુ ફ્લાઇ જાય છે તેમ આ દૃષ્ટિમાં રહેલા જીવનો ચિત્ત આશય પ્રવૃત્તિથી ઉત્તીર્ણ થયેલો છે અર્થાત્ ચિત્તને પ્રવૃત્તિ કરવા માટે કાંઈ જ કરવાપણું રહેતું નથી. ચિત્ત સ્વરૂપમાં જ વધુને વધુ ઠરતું જાય છે. ચિત્ત આત્મામાં જ લય પામતું જાય છે. જેમ જેમ સ્વરૂપમાં રહેવા રૂપ આ ગુણ વિકસતો જાય છે તેમ તેમ વીતરાગતાની માત્રા વધતી જાય છે અને અંતે ચાખ્યાત ચારિત્ર અને સંપૂર્ણ સ્વરૂપસ્થિરતા પ્રાપ્ત થાય છે.
પહેલા જીવ વાસનાવાળો હતો, રાગાદિ કલેશથી વાસિત હતો તેથી સઘળી પ્રવૃત્તિનું સંચાલન વાસનાયુક્ત ચિત્ત દ્વારા થતું હતું પરંતુ હવે તો શ્રેણીમાં ચિત્ત સ્વરૂપમાં જ લય પામવા માંડયું એટલે પ્રવૃત્તિ કરવામાં કારણભૂત રાગાદિ કલેશ વાસિત ચિત્ત ન રહ્યું અને તેથી જે કાંઈ પ્રવૃત્તિ થાય છે તે ચંદનગંધા ન્યાયથી સહજ થાય છે. શ્રેણીમાં વર્તતા જીવને વાંસલાથી છોલો કે ચંદનનો લેપ કરો અંદરથી સમતા, સમતા અને સમતા સિવાય બીજું કાંઈ નીકળતું નથી અને આ સમતા જ આખરે ઘનીભૂત બની વીતરાગતા રૂપે પરિણમે છે અને બારમા ગુણઠાણે પ્રગટ થયેલી વીતરાગતા જ અજ્ઞાનનો નાશ કરી જીવને સર્વજ્ઞકેવલી બનાવે છે. ત્યાં સંપૂર્ણપણે સ્વરૂપમાં રમણતા પ્રગટ થાય છે એટલે બધી જ પ્રવૃત્તિ ચંદનગંધ ન્યાયે ઉપર કહ્યું તેમ થયા કરે છે અહિંયા જે સમાધિ છે તે તાત્ત્વિક છે. પરાકાષ્ઠાની છે. તીર્થાતરીયો જેને અસંમજ્ઞાત સમાધિ કહે છે તે તેરમાં ગુણસ્થાનકથી પ્રગટે છે એમ યોગવિંશિકાની વીસમા શ્લોકની ટીકામાં ઉપાધ્યાયજી મહારાજ જણાવે છે.
વળી અધ્યાત્મના જાણકાર કહે પણ છે - જિહાં રાગ અને વળી દ્વેષ, તિહાં સર્વદા માનો ક્લેશ; ઉદાસીનતાનો જ્યાં વાસ, સકલ દુ:ખનો છે ત્યાં નાશ. निराचारपदो ह्यस्यामतिचारविवर्जितः ।
आरुढारोहणाभावगतिवत्त्वस्य चेष्टितम् ॥१७९॥ આ દૃષ્ટિમાં યોગી નિરાચારપગવાળો અને અતિચારથી રહિત હોય છે આરુઢને આરોહણના અભાવની જેમ એની ચેષ્ટા હોય છે.
આ દ્રષ્ટિમાં રહેલા યોગીને પ્રતિક્રમણાદિ રૂપ બાહ્ય આચારનો અભાવ હોવાથી નિરાચારપદવાળો હોય છે તથા અતિચારના કારણનો અભાવ હોવાથી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org