________________
૪/૪
યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ-૩ શાંત હોય છે અને બાહ્ય જીવન નિરૂપાધિક હોય છે ધ્યાન - સમાધિ દ્વારા જ્યારે આપણે અશબ્દ - અરૂપી - અમૂર્ત દેશમાં પ્રવેશ કરશે ત્યારે જગતનો બાહ્ય કોલાહલ આપણને બાધક નહિ બને.
સ્વપ્નની માફ્ટ સંસારમાં મનથી બધું ઉત્પન્ન થાય છે અને મનનો નાશ થતાં મનનું કલ્પનું જગત નાશ પામે છે. નિદ્રામાં અને સમાધિમાં મન જતું રહે છે અને જાગ્રત અવસ્થામાં તેને શાંત રાખ્યું હોય તો સ્વરૂપનો અનુભવ લેવામાં ઉપયોગી બને છે.
ધ્યાનમાં “ધ્યા' ધાતુ ધ્યેય, વિચારવું અર્થમાં છે અને તે તો મતિજ્ઞાન સ્વરૂપ છે. - વિચારવું, ઇચ્છવું, ચિંતવવું, મનન કરવું આ બધા મતિજ્ઞાનના પર્યાય છે તો પછી કેવલજ્ઞાનના છેલ્લા બે પાયા જેને પણ ધ્યાન કહ્યું છે તે કેવી રીતે ઘટી શકે ? કેવલજ્ઞાન થયું એટલે વિચારવાનું તો રહ્યું નહિ.
તેનું સમાધાન એ છે કે ત્યાં ધ્યાન શબ્દનો અર્થ સ્થિરતા છે. ત્રણે યોગની સ્થિરતા તે ધ્યાન છે. ધ્યાનના પહેલા બે પાયાથી ઉપયોગની સ્થિરતા અર્થાત્ અવિનાશીતા થાય છે જ્યારે છેલ્લા બે પાયાથી યોગસ્થય આવે છે અર્થાત અયોગી થવા દ્વારા સિદ્ધ થવાય છે. હારિભદ્રીય આવશ્યક નિર્યુક્તિમાં, ધ્યાનશતક શ્લો. ૮૫-૮૬ ની ટીકામાં નીચે મુજબ એની સાક્ષી જોવા મળે છે. “વં ધ્યાન શહિદ્દીપિ ન વિરોધ: “à – દિન્તી' “વય નિરોધે,' " યો " એ પ્રમાણે પાઠ છે અને તેથી થ્યા' ધાતુ જેમ ચિંતા અર્થમાં છે તેમ ધ્યા' ધાતુ કાય નિરોધ અને યોગ સ્પર્ય અર્થમાં પણ છે અને તેથી શુકલધ્યાનના બે પાયામાં યોગનિરોધ, યોગસ્થ રૂપ ધ્યાન ધટે છે.
પશુ ઘરમાં પેસે તેને મારીને બહાર કાઢવો એ હઠયોગનો માર્ગ છે અને તેને ઘાસ દેખાડીને દૂર કરવો તે જ્ઞાનયોગનો માર્ગ છે. જ્ઞાનમાર્ગમાં આત્માનો. સ્વભાવ વારંવાર યાદ રાખવાનો છે અને મન, પ્રાણ, ઇન્દ્રિયો અને શરીરના ધર્મોને ભૂલવાના છે. ચેતનના ઉપયોગે સમાધિ અને આનંદ રહે છે જ્યારે જગના ઉપયોગે સંસાર અને દુ:ખ રહે છે. જેને આત્માનો ઉપયોગ કરતા આવડતું નથી તેને શાસ્ત્રો કૃપણ કહે છે. દરેક નાની નાની ક્રિયાઓમાં પણ સમભાવ અને જ્ઞાનનો ઉપયોગ કરતા આવડે તો બહારના સંજોગો પણ અનુકૂળ થઈ જાય છે. સમ્યજ્ઞાન ચિત્તની શુદ્ધિ વિના થતું નથી અને ચિત્ત શુદ્ધિ શુભકર્મ અને ઉપાસના વગર થતી નથી.
આસંગદોષનો ત્યાગ. આ દૃષ્ટિમાં આસંગ અર્થાત્ આસક્તિ નામના દોષનો ત્યાગ હોય છે. પર દ્રવ્ય કે પરભાવમાં આસક્તિ ઉપજવી તે આસંગ છે. વીતરાગ સર્વજ્ઞ બનેલા પરમાત્માને તો સર્વથા આસક્તિ હોતી નથી પરંતુ તે પહેલા પણ શુદ્ધિ વધતા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org