________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૪૦૫ આસક્તિનો ત્યાગ હોય છે. સમાધિમાં આસંગ નામનો દોષ હોતો નથી અને તેથી જ ઉત્તરોત્તર વિશેષ સમાધિને પામતો તે આગળ વધે છે.
અનુક્રમે સંયમશ્રેણી સ્પર્શતોજી, પામ્યો ક્ષાયિકભાવ; સંયમશ્રેણી ફ્લડે છે, પૂજે પદ નિષ્પાપ...” ઉપા. યશોવિજયજી.
તેરમાં ગુણસ્થાનકે અસંપ્રજ્ઞાત સમાધિ હોય છે અને તે તાત્વિક સમાધિ છે. તેના હેતુભૂત સંપ્રજ્ઞાત સમાધિ તે પહેલા શ્રેણીમાં પણ હોય છે જે વસ્તુ કાર્યરૂપે થવાની હોય તેની છાયા તે પહેલેથી દેખાવા માંડે છે. જેમ સૂર્યોદય થવાનો હોય તે પહેલા અરૂણોદય થાય છે અને તે વખતે અંધકારનો નાશ થઈ ગયો છે, આછો પ્રકાશ પૃથ્વી ઉપર ફ્લાવા માંડે છે તેમ તાત્વિક સમાધિ કે જે અસંપ્રજ્ઞાત સમાધિ છે, તેના હેતુભૂત સમાધિ શ્રેણિમાં પણ છે. કેમકે જેટલા જેટલા અંશે ધ્યાન પરિણમતું જાય છે તેટલા તેટલા અંશે સ્વરૂપમાં સ્થિરતા વધતી જાય છે અને સ્થિરતા તે સમાધિ છે. પરંતુ સંપૂર્ણ સ્વરૂપ સ્થિરતા તો મોહ અને અજ્ઞાનના નાશ પ્રગટતા કેવલજ્ઞાન વખતે હોય છે એટલા માટે જ ગ્રંથકાર પાતંજલ સૂત્રની સાક્ષી આપીને ધ્યાન વિશેષ તે સમાધિ અથવા તો ધ્યાનનું ફ્લ સમાધિ કહી રહ્યા છે અને આ વાત શ્રેણીમાં જણાય છે માટે શ્રેણીમાં સંપ્રજ્ઞાત સમાધિથી આગળ વધેલો આત્મા ઉપર ઉપરના અધ્યવસાય સ્થાનને સ્પર્શતો સમાધિને વિશેષ વિશેષતર, વિશેષતમ બનાવે છે અને અંતે કેવલજ્ઞાનમાં તે પ્રફર્ષને પામે છે. (યોગવિંશિકા શ્લોક ૨૦ની ટીકામાં સંપ્રજ્ઞાત સમાધિ અને અસંપ્રજ્ઞાત સમાધિની વાત કરી છે તેથી તેનું સ્વરૂપ ત્યાંથી જોવા યોગ્ય છે.)
આ દ્રષ્ટિમાં ચંદનગંધન્યાયથી પ્રવૃત્તિ આત્મસાત થયેલી છે. પ્રવૃત્તિ કરવા માટેનો આશય આ દ્રષ્ટિમાંથી નીકળી ગયેલો હોય છે કારણકે પ્રવૃત્તિ કરવા. માટેનો આશય પેદા કરે તેવા વાસક ચિત્તનો અભાવ છે અર્થાત દરેક પ્રવૃત્તિ સામાયિક પૂર્વક થાય છે પણ વિકલ્પપૂર્વક થતી નથી. પ્રવૃત્તિ પાછળ જેમ ઇચ્છા કારણ છે તેમ પ્રવૃત્તિ પ્રત્યે સામાયિક પણ કારણ બની શકે છે. ઇચ્છા એ વિકલ્પ છે અને વિકલ્પપૂર્વકની પ્રવૃત્તિ છઠ્ઠા ગુણઠાણા સુધી જ જોવા મળે છે. સાતમા ગુણઠાણાથી માંડીને તેરમાં ગુણઠાણા સુધી પ્રવૃત્તિનું નિયમન સામાયિકથી થાય છે. અર્થાત પ્રવૃત્તિ એ અઘાતી કર્મના ઉદયથી થતી હોવા છતાં કેવલી અમુક જ પ્રવૃત્તિ કરે છે અને બીજી નહિ. તેનું નિયમન કરનાર સામાયિક છે.
અધ્યાત્મ-મત-પરીક્ષામાં શ્લોક ૯૯ની ટીકામાં અપ્રમત્ત ગુણસ્થાનકથી માંડીને તેરમાં ગુણઠાણા સુધી થતી પ્રવૃત્તિમાં સામાયિક કારણ છે. તે બતાવવા. લખ્યું છે કે, “સામાયિવસ્થવરિતપ્રવૃત્તિ હેતુવાલુન્ ! સમાવી સામા तणकंचणसत्तुमित्त विसओत्ति । णिरभिस्संगं चित्तं उचियपवित्ति प्पहाणं च
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org