________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૩૮૯
પુણ્યની અપેક્ષાવાળું સુખ તે પણ પરવશ જ નક્કી થાય છે કારણકે પુણ્ય એ આત્માની અપેક્ષાએ પર પદાર્થ છે અને તેથી પુણ્યની અપેક્ષાવાળું સુખ પણ દુઃખ જ છે જ્યારે ધ્યાનથી પેદા થયેલું સુખ એ જ તાત્ત્વિક છે કારણ કે તે પરાધીન નથી અને પરાધીન કેમ નથી ? તો તે કર્મના વિયોગમાત્રથી જ પેદા થયેલું છે. પરંતુ કર્મના વિયોગ સિવાય બીજા કોઈ કારણથી તે પેદા થયેલું નથી. છઠ્ઠી દૃષ્ટિમાં ઉપશમનું સુખ છે તે કર્મના વિયોગવાળું છે પણ સાથે પ્રશસ્ત કષાયના ઉદયથી શુભવિકલ્પવાળું પણ છે અને તેથી આ દૃષ્ટિની અપેક્ષાએ તે તાત્ત્વિક નથી.
આ પ્રભાદૃષ્ટિમાં ધ્યાનના પ્રભાવે નિર્વિકલ્પ ઉપશમભાવનું સુખ હોય છે. જેમ
જેમ મોહનીય કર્મનો ક્ષય થતો ગયો તેમ તેમ ઉપશમની માત્રા વધતી ગઈ, પ્રશસ્ત કે અપ્રશસ્ત કષાય આત્માના મૌલિક આનંદનો તો નાશ કરે જ છે. વિકલ્પવાળા સુખ કરતાં આ સુખ ચડિયાતું હોય છે. અધ્યાત્મ પામવા માટે વિકલ્પમાં દુઃખ છે એ વાત સમજવી જરૂરી છે એ ન સમજાય ત્યાં સુધી ઉપશમનું સુખ શું છે તે સમજાતું નથી.
જગતના સુખો મેળવવા આત્મા સ્વાધીન નથી કારણકે તે પુણ્યથી મળનાર છે. પરાધીન સુખ મેળવવા પહેલા પુણ્ય પ્રકૃતિ બાંધવી પડે પછી ઉદયમાં આવે અને પુણ્ય પુરૂં થાય એટલે તે સુખ ચાલ્યું જાય. વાસુદેવ, ચક્રવર્તી કે તીર્થંકર નામ કર્મના ઉદયથી મળતા સુખો બધા આવા છે જ્યારે ઉપશમનું સુખ મેળવવા કર્મનો બંધ કરવાની જરૂર નથી પણ અંદર પડેલા આવરણ ઉખેડવાની જરૂર છે. પરવશતા એ જગતમાં દુઃખ છે. પુણ્યથી મળતું ઊંચામાં ઊંચુ સુખ પણ દુઃખ જ છે કારણકે સ્વાધીન નથી. વિવેકી આત્માઓ પરાધીન સુખને ઇચ્છતા નથી. પુણ્ય એ પારકું છે એ વાત આપણને સમજાતી નથી માટે અધ્યાત્મ આવતું નથી. જગતનું સુખ કર્મના સંયોગથી મળનારું છે. આત્માનું સુખ કર્મના વિયોગથી મળનારું છે. બંનેની જાત જુદી છે જેથી તેની સરખામણી થઈ શકતી નથી.
सुरासुराणां मिलितानि यानि सुखानि भूयो गुणकारभाञ्जि । समाधिभाजां समतासुखस्य, तान्येकभागेऽपि न संपतन्ति ॥२३४॥ વૈરાગ્ય કલ્પલતા ૨૩૪ .
સઘળા દેવો અને સઘળા અસુરોના સુખો ભેગા કરવામાં આવે અને તે સુખોનો અનેકવાર ગુણાકાર કરવામાં આવે તો પણ તે સુખ સમાધિસુખને અનુભવતા મહાત્માઓના સુખના એક અંશ જેટલું પણ નથી.
એકમાં પ્રશાંત અવસ્થા છે. બીજામાં અશાંત અવસ્થા છે. એક ઇન્દ્રિયની ઉત્તેજનાથી મળતું સુખ છે. બીજું ઉત્તેજનાના અભાવવાળું છે. એક ક્ષણિક છે. બીજું શાશ્વત છે. ધ્યાનનું સુખ અનુભવ ગમ્ય છે તે વાણીનો વિષય બની શકતું
નથી.
“નાગર સુખ પામર નવિ જાણે, વલ્લભ સુખ કુમારી રે,
અનુભવ વિણ ત્યમ ધ્યાનતણું સુખ, કુણ લહે નર નારી રે” (યો.દસજ્ઝાય ૭/૩)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org