________________
૩૯૦
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩
ધ્યાનજન્ય સુખ કેવી રીતે પમાય ? ધ્યાનનું સુખ અનુભવવા માટે મનને ખૂબ સૂક્ષ્મ બનાવવું પડે છે. જે મનમાં વિષયો ભર્યા છે – વિષયોનું આકર્ષણ છે તે મન સ્થૂલ છે. સ્થૂલ મન સંસારની પુષ્ટિ કરે છે. સંસારને માટે પુષ્ટ થયેલું મન નિરંતર વિષયોને ઝંખે છે અને ઇચ્છા મુજબ ન મળતાં દુ:ખ અનુભવે છે.
મનની ઇચ્છા મુજબ ન મળે તે મનનો અંતરાય છે.
તનને જે જરૂરી છે તે ન મળે તે તનનો અંતરાય છે અને ઉપયોગની વિકલતા - ખંડિતતા - ક્રમિકતા તે ચેતનનો અંતરાય છે.
મનને સૂક્ષ્મ બનાવવા માટે અરૂપી તત્ત્વોની વિચારણા ખૂબ કરવી જોઈએ તો મન છેવટે અમન થાય. વ્યવહાર નયથી પદાર્થજ્ઞાન લઈએ છીએ તે અધૂરું છે. નિશ્ચય નયથી બધા પદાર્થો Correct કરવા જોઈએ. કેવળજ્ઞાનને બાજુ પર મૂકીને કરાયેલી વિચારણા એ સમ્યગ્ર વિચારણા નથી, સત્યદર્શન નથી, સુનય નથી. દ્રવ્યાર્થિક નય વિના એકલો પર્યાયાર્થિક નય તે પારમાર્થિક નય નથી. વર્તમાનમાં આપણી અવસ્થા પર્યાયાર્થિક છે અને જે પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ તે પણ પર્યાયાર્થિક છે માટે પ્રભુ પર્યાયાર્થિક નયથી દેશના આપે છે.
ચોથાથી માંડીને બારમા ગુણસ્થાનકની વિશાળ મનોયોગની ક્રિયાઓ એ અત્યંતર પ્રક્રિયા છે, કાયયોગની નહિ. મનોવર્ગણા, કાર્મણવર્ગણા કરતાં સ્કૂલ છે અર્થાત કાર્મણવર્ગણા સૂક્ષ્મ છે તો મતિજ્ઞાનનો ઉપયોગ કાર્મણવર્ગણા કરતાં પણ સૂક્ષ્મ છે. જે મનોવર્ગણાના પુદ્ગલોના અવલંબનથી સૂક્ષ્મ કામણવર્ગણાનું કર્મમાં રૂપાંતર થયું છે તેને ઉખેડવા માટે મતિજ્ઞાનનો ઉપયોગ અરૂપી તત્ત્વોના અવલંબને સૂક્ષ્મ બને તો જ તે કર્મને ઉખેડી શકે.
પરમાત્માએ આપેલા સમ્યગ પદાર્થના ભાવોને ન પકડતા આપણે તેના શબ્દ અને અર્થને આપણા મતિજ્ઞાન મુજબ twist કરીએ છીએ અને મતભેદો ઊભા કરીએ છીએ માટે ઉપયોગને સૂમ બનાવી શકતા નથી. મતભેદોથી ઘેરાયેલો આપણો ઉપયોગ સ્કૂલ, સ્થૂલ ને સ્થૂલ જ રહે છે અને તેથી મોહનીયના વિકારોને દૂર કરી શકતા નથી.
જ્યાં વિકારો જ દૂર ન થાય ત્યાં ધ્યાનની તો વાત જ ક્યાં રહી ? મતિજ્ઞાનમાંથી મોહનીયના વિકારો જાય તો જ ધ્યાનની ભૂમિકા સર્જાય. જે બાહ્ય સાધનો છે તેમાં એકાંત આગ્રહ અને મતભેદ એ બીનઉપયોગી છે. સાધન પુદ્ગલના બનેલા છે જે કાળાંતરે પરિવર્તન પામનાર છે. રૂપાંતર થવાના છે. એથી એ સાધનનો એકાંત આગ્રહ ન રાખવો એજ ઉચિત છે. શબ્દના સંકુચિત અર્થમાં આગ્રહ એ અસ્થાને છે. મર્યાદિત અર્થને બદલે અનેક અર્થ કરવા તે શબ્દના અર્થ પર્યાયો છે. એક શબ્દને સાંભળનારા લાખો માણસો હોય તો એ પોતાની શક્તિ અનુસારે ભિન્ન ભિન્ન તરતમતાવાળા અર્થ કરે તેમાં જે અર્થ અધ્યાત્મની પુષ્ટિ કરે તેને ગ્રહણ કરવો.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org