________________
૩૯૬
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ છીએ. જ્યાં પરનો સંગ છે ત્યાં દુઃખ છે. તે દુ:ખથી બચવા જ્ઞાનીઓ અસંગ થવાનું કહે છે અને તે અસંગ અવસ્થાને અનુભવવા માટે જેના આત્મા પર સત્ નો રંગ ચઢો છે તેવા મહાપુરુષનો સંગ અર્થાત્ સત્સંગ કરવાનું કહે છે તેનો પરિચય તેનું દર્શન તેની ચેષ્ટા દ્વારા આત્મા પોતાની વર્તમાનની અસત્ અવસ્થાને ઓળખી તેના ઉપર વૈરાગ્ય કેળવી આગળ વધી શકે છે.
सत्प्रवृत्तिपदं चेहासङ्गानुष्ठानसंज्ञितम् ।
महापथप्रयाणं यदनागामिपदावहम् ॥१७५॥
સત્ એટલે તત્ત્વના માર્ગમાં પ્રવૃત્તિ કરાવનારું પદ. જે અસંગાનુષ્ઠાન નામનું છે તે નિર્વાણમાર્ગમાં પ્રયાણ કરાવનાર છે અને શાશ્વત એવા મોક્ષપદને પ્રાપ્ત કરાવનાર છે.
સત્પ્રવૃત્તિપદ એ તત્ત્વમાર્ગમાં અસંગઅનુષ્ઠાન સંજ્ઞાવાળું છે કારણ કે અસંગ અનુષ્ઠાનમાં શાસ્ત્રની અપેક્ષા વિના પોતાની વિશિષ્ટ યોગ્યતાના બળે સહજ રીતે પ્રવૃત્તિ હોય છે. ચાર પ્રકારના અનુષ્ઠાનમાં અસંગ અનુષ્ઠાન સૌથી ઉપર છે અને સૌથી શ્રેષ્ઠ છે. મોક્ષપદની નિકટમાં વર્તતા જીવને આ અનુષ્ઠાન હોય છે. અહિંયા આત્મા જે કાંઈ કરે છે તેમાં શાસ્ત્રનું અવલંબન લેવું પડતું નથી તેથી વિકલ્પનું ઉત્થાન થતું નથી. આત્મસ્વરૂપમાં રહીને જ બાહ્ય પ્રવૃત્તિ થાય છે. સત્પ્રવૃત્તિપદ એ નિર્વાણ તરફ લઈ જાય છે. અનાગામિપદ એટલે શાશ્વતપદ મોક્ષ તેને પ્રાપ્ત કરાવનાર છે. અસંગ અનુષ્ઠાન આવ્યા પછી આત્મા નિર્વાણના માર્ગે સડસડાટ ચાલ્યો જાય છે પછી રૂકાવટ થતી નથી. રૂકાવટ કરનારા અશુભકર્મો, અશુભ અનુબંધો, વિકલ્પો એ બધું નીકળી ગયેલું હોય છે. ગાડીને જેમ સિગ્નલ મળે અને જેમ સડસડાટ પાટા ઉપર ચાલી જાય, સિગ્નલ મળ્યા પછી તે ક્યાંય અટકે નહિ તેમ અહિંયા અસંગ અનુષ્ઠાન રૂપ સિગ્નલ મળી ગયું હોવાથી હવે તેનું પ્રયાણ અસ્ખલિત રીતે ચાલ્યા કરે છે અને અંતે નિત્યપદને પ્રાપ્ત કરે છે.
બત્રીસી ૨૪/૨૧
પ્રભા દૃષ્ટિમાં સત્પ્રવૃત્તિપદ એ અસંગાનુષ્ઠાનની સંજ્ઞાવાળું છે. અને તે દંડ રહિત ચક્રભ્રમણ ન્યાયથી પૂર્વમાં કરેલ આત્માના શુદ્ધ પ્રયત્નથી પેદા થયેલા એવા સંસ્કારોથી સહજપણે મોક્ષનો હેતુરૂપ છે. દંડ સ્થાનીય પૂર્વનો અભ્યાસ છે. ચક્રભ્રમણ સ્થાનીય સંસ્કાર છે. જેમ દંડથી ચક્રને ફેરવ્યા બાદ દંડના અભાવમાં પણ ચક્રભ્રમણ ચાલુ રહે છે તેમ પૂર્વના અભ્યાસી પેદા થયેલા સંસ્કાર દ્વારા આ દૃષ્ટિમાં ધ્યાન હોય છે.
-
ચારિત્રની વિશુદ્ધિ ખૂબ જ વધે છે અને ઉપશમભાવ આત્મસાત્ થાય છે ત્યારે જીવને અસંગ અનુષ્ઠાનની ભૂમિકા સર્જાય છે આ દૃષ્ટિમાં યોગચારિત્ર તેમજ ઉપયોગ ચારિત્ર બંને નિરતિયાર હોય છે. પરમાત્માની આજ્ઞા મુજબના અણીશુદ્ધ ચારિત્રને પાળનારા, અપ્રમત્ત જીવન જીવનારા, સંયમમાં લેશમાત્ર ડાઘને
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org