________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૩૯૯ કરનારી છે. આ દ્રષ્ટિમાં અનાલંબન યોગ હોય છે અને તે શીઘ કેવલજ્ઞાનને આપનારો હોય છે. સામર્થ્યયોગથી ક્ષપકશ્રેણી અંતર્ગત આત્માને અભિવંગ વિના પરતત્વને જોવાની ઇચ્છા વર્તે છે અને પરતત્વને જોયા પછી તે અંત પામે છે માટે અનાલંબન યોગ પરતત્ત્વ કે જે કેવલજ્ઞાન સ્વરૂપ છે તે પ્રાપ્ત ન થાય ત્યાં સુધી વર્તે છે. કેવલજ્ઞાન રૂપ પરતત્ત્વનું દર્શન થતાં તે ઇચ્છા સમાપ્ત થાય છે. આ વાત પંદરમાં ષોડશકના આઠમા શ્લોકમાં બતાવી છે.
અનાલંબન યોગ દ્વારા પરતત્ત્વરૂપ જે કેવલજ્ઞાનને પામવું તે જ ધ્યાનનું મુખ્ય ળ છે કારણ કે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થયે છતે તેના સઘળા પ્રયોજનો સિદ્ધ થાય છે. આત્મા કૃતકૃત્ય બને છે. પુરુષાર્થ દ્વારા જે મેળવવાનું હતું તે હવે મળી ગયું છે, ઘાતિકર્મના નાશ કેવલજ્ઞાનની પ્રાપ્તિ એ જીવનું લક્ષ્ય હતું કારણ કે જીવને સંસારમાં જે ચારગતિ પરિભ્રમણનું, જન્મ - મરણનું તેમ જ રાગાદિ સંક્લેશનું દુ:ખ હતું તે ઘાતકર્મના કારણે હતું અને એ ઘાતિકર્મોમાં પણ મોહનીયકર્મ એ પ્રબળ ઘાતિ અને સૂક્ષ્મઘાતિ હતું. તે ઘાતિ કર્મનો સંપૂર્ણ નાશ થતાં જીવ પૂર્ણજ્ઞાની અને પૂર્ણાનંદી બને છે. કૃતકૃત્ય બને છે અને આવું પરતત્વરૂપ કેવલજ્ઞાન અનાલંબન યોગથી પ્રાપ્ત થાય છે. તે અનાલંબન યોગ ક્ષપકશ્રેણી કાલમાં હોય છે.
સાતમી પ્રભાષ્ટિનો સાર - આ દ્રષ્ટિ ધ્યાનપ્રિયા હોય છે. તેથી વિકલ્પ કે જે અધ્યાત્મમાં રોગ સ્વરૂપ છે તેનો અભાવ હોય છે. સદા શુભ દયાન વર્તે છે. તત્ત્વ પ્રતિપત્તિ અર્થાત તત્ત્વમાં રમણતા હોય છે. શબ્દાદિ વિષયો ઉપર વિજય મેળવ્યો હોવાથી ધ્યાનથી પેદા થયેલું સુખ હોય છે. વિશેષ કરીને શમથી યુક્ત આ દૃષ્ટિ છે કારણ કે વિવેકનું ફ્લ શમ છે.
સઘળું જે પરવશ છે તે દુઃખ છે અને સ્વવશ છે તે સુખ છે અને તેથી પુણ્યની અપેક્ષાવાળું સુખ પણ પરવશ હોવાથી તે દુઃખ જ છે. નિર્મળ બોધ હોતે છતે મહાત્માઓને સદા ધ્યાન જ હોય છે. ક્ષીણપ્રાયઃ મલવાળું સોનું સદાચા સુવર્ણમય જ હોય છે. અસંગ અનુષ્ઠાન તત્ત્વ માર્ગમાં પ્રવૃત્તિ કરાવનારું છે અને નિર્વાણ માર્ગમાં પ્રયાણ કરાવનાર છે તેમજ શાશ્વત એવા મોક્ષપદને આપનાર છે.
- આ અસંગ અનુષ્ઠાનને જ યોગીઓ પ્રશાંતવાહિતા, વિભાગ પરિક્ષય, શિવવત્મ અને ધૂંવાધ્યા શબ્દ વડે વાચ્ય કરે છે. આ દૃષ્ટિમાં રહેલો યોગી અસંગ અનુષ્ઠાનને જલ્દીથી સાધે છે તે કારણથી સત્પદને વહન કરનારી આ દૃષ્ટિ અસંગ અનુષ્ઠાનમાં યોગના જાણકારોને ઇષ્ટ છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org