________________
४००
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3
--
આઠમી પરાષ્ટિ समाधिनिष्ठा तु परा तदासङ्गविवर्जिता ।
सात्मीकृतप्रवृत्तिश्च तदुत्तीर्णाशयेति च ॥१७८॥ આઠમી પરા દ્રષ્ટિ સમાધિનિષ્ઠ છે. આસંગદોપથી રહિત છે. સાત્મીભૂત પ્રવૃત્તિવાળી અને તેનાથી ઉત્તીર્ણ આશયવાળી છે.
આ દૃષ્ટિમાં ચંદ્રની ચાંદની જેવો પ્રકાશ હોય છે. સાતમી દૃષ્ટિમાં સૂર્યના પ્રકાશ જેવો બોધ – પ્રકાશ કહ્યો હતો તેના કરતા આ દૃષ્ટિનો પ્રકાશ વિશેષ હોય છે. અહિંયા બોધ-પ્રકાશ કેવળ સોમ્ય અને શાંત હોય છે. પૂર્ણિમાનો ચંદ્ર જેમ સોળે કળાએ ખીલેલો હોય છે તેમ આ દૃષ્ટિનો જ્ઞાન પ્રકાશ સંપૂર્ણપણે ખીલેલો છે. અહિંયા ઘાતિકર્મમાત્રનો નાશ થયેલો હોવાથી આત્મા પરમાત્મા બને છે. કેવલજ્ઞાનનો દિવ્ય પ્રકાશ તેના આતમના આકાશે ઝળહળી રહ્યો છે જે લોકાલોwફાશક છે. અનંત આનંદવેદનરસ અનુભવાય છે. ઉપયોગ ઘાતિકના પિંજરામાંથી છૂટ્યો. ઉપયોગ અદ્વૈત બન્યો. પોતે પોતામાં સમાઈ ગયો.
અહિંયા ધારણા, ધ્યાન અને સમાધિની વ્યાખ્યા કરે છે. વિશ્વેશ્ચત્તશુ ધાર (પા. ૩/૧) તેમાં ભોજવૃત્તિ આ પ્રમાણે છે
નાભિચક્ર, હૃદયકમલ, મસ્તક, નાસિકાગ્ર, જિલ્લાગ્ર ઇત્યાદિ દેશમાં તેમજ બાહ્ય વિષયમાં ચિત્તનો બંધ એટલે વિષયાન્તરનો પરિહાર કરવા વડે જે ચિત્તનું સ્થિરીકરણ તે ચિત્તની ધારણા કહેવાય છે.
મેચ્ચાદિથી વાસિત અંત:કરણવાળા, યમ-નિયમવાળા, આસન સિદ્ધ કરનારા, પ્રાણના વિક્ષેપનો ત્યાગ કરનારા, ઈન્દ્રિયોના સમુદાયનો નિરોધ કરનારા, રાગ - દ્વેષાદિ ઢંઢને જીતનારા, નિબંધપ્રદેશમાં સરળ કાયાવાળા પુરુષે નાસિકાના અગ્રભાગમાં સંપ્રજ્ઞાત સમાધિના અભ્યાસને માટે ચિત્તને સ્થિર કરવું જોઈએ.
તત્ર પ્રત્યર્થતાનના ધ્યાનમ્ (રૂ-૨ પા.) ભોજવૃત્તિ -
જે નાસિકાદિના અગ્રભાગાદિ દેશમાં ચિત્તને સ્થિર કર્યું છે તેમાં પ્રત્યય - જ્ઞાનની એકતાનતા - જ્ઞાનનો સદૃશપ્રવાહ તે ધ્યાન કહેવાય છે. અર્થાત વિશ પરિણામનો પરિહાર કરવા દ્વારા ધારણામાં જે વિષયનું આલંબન કરાયું છે તેના જ આલંબન વડે કરીને સતત જ્ઞાનની ઉત્પત્તિ તે ધ્યાન છે.
ધ્યાન એજ વીર્યશક્તિ છે. દૃઢતા, એકાગ્રતા, ટેક એ વીઆંતરાયના ક્ષયોપશમભાવ છે. ધ્યાનમાં એકાગ્રતા મુખ્ય છે. પરમાં ઉપાદેય બુદ્ધિ કરવી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org