________________
૩૯૮
યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ - ૧ જાય છે અને આ નિરાલંબન યોગ જે ક્ષપકશ્રેણીમાં મનાયેલો છે તેને જ તીર્થાતરીયોવડે સમ્રજ્ઞાત સમાધિ કહેવાય છે.
प्रशान्तवाहितासंज्ञं विसभागपरिक्षयः
शिववर्त्म ध्रुवाध्वेति योगिभि र्गीयते ह्यदः ॥१७६॥ અસંગ અનુષ્ઠાન કે જેને અન્યદર્શનકારો ભિન્ન ભિન્ન નામથી સંબોધે છે તે નામને કહે છે -આ અસંગ અનુષ્ઠાનને યોગીઓ પ્રશાંતવાહિતા, વિભાગપરિક્ષય, શિવવત્મ અને ધ્રુવાધ્વા એ નામે ઓળખે છે.
સાંખ્યો તેને પ્રશાંતવાહિતા કહે છે. પ્રશાંતવાહિતા એટલે જ્યાં એક સરખી શાંતરસની ધારા ચાલ્યા કરે. જ્યાં આત્મા સ્વરૂપમાં સ્થિતિ કરે છે અને સ્વરૂપમાંથી બહાર નીકળતો નથી તે પ્રશાંતવાહિતા છે.
બૌદ્ધો તેને વિભાગ સંતતિ કહે છે. જેમકે એક જ ભવમાં મનુષ્ય, મનુષ્ય તરીકેની ધારા ચાલે તેને તેઓ સભાગ સંતતિ કહે છે અને મનુષ્યમાંથી દેવ થયો તે વિભાગ સંતતિ છે. વળી પાછી દેવ, દેવ તરીકેની ધારા ચાલે તે સભાગ સંતતિ છે. તેમાંથી ભવ બદલાય એટલે વિસભાગ સંતતિ છે. આમ હવે જ્યાં વિભાગ સંતતિનો ક્ષય થઈ જાય છે ત્યાર પછી આત્મા નિર્વાણને પામે છે.
શેવ અર્થાત્ નેયાયિકો તેને શિવવત્મ કહે છે અથતિ શિવ એટલે કલ્યાણ, મોક્ષ તેને પામવાનો માર્ગ તે શિવવત્મ છે અર્થાત શિવવત્મ કે જે અસંગ અનુષ્ઠાન સ્વરૂપ છે તે પામ્યા પછી જ આત્માનો મોક્ષ થાય છે.
મહાવ્રતિકો તેને ધ્રુવાધ્વા કહે છે. ધ્રુવ એટલે ત્રણે કાળમાં અચળ એવું જે મોક્ષપદ તેને પામવાનો માર્ગ તે ધ્રુવાધ્યા છે. ધૂંવાધ્યા એટલે નિશ્ચિત માર્ગ અત્યાર સુધી આત્મા અસ્થિર માર્ગ પર, અધ્રુવ માર્ગ પર, સંસારના માર્ગ પર હતો તે હવે સ્થિર માર્ગ, ધ્રુવમાર્ગ પર આવ્યો.
આ પ્રમાણે યોગીઓ વડે તે અસંગ અનુષ્ઠાન કહેવાય છે. પરના સંગે આત્મા રાગ-દ્વેષી બને છે અને તેથી સંસારમાં રખડે છે જ્યારે પરનો સંગ છોડી અસંગ દશાને પામે છે ત્યારે રાગ-દ્વેષથી મુક્ત થઈ વીતરાગ સર્વજ્ઞ બને છે."
एतत्प्रसाधयत्याशु यद्योग्यस्यां व्यवस्थितः । एतत्पदावहैषैव तत्तत्रैतद्विदां मता ॥१७७॥
જે કારણથી આ દૃષ્ટિમાં રહેલો યોગી અસંગ અનુષ્ઠાનને જલ્દીથી સાધે છે તે કારણથી સત્ વૃત્તિપદને વહન કરનારી આ દૃષ્ટિ તત્ર= અસંગ અનુષ્ઠાનમાં યોગના જાણકારોને ઇષ્ટ છે.
આ દ્રષ્ટિમાં રહેલો આત્મા શીધ્ર કેવલજ્ઞાનને પામે છે. આ દ્રષ્ટિમાં વિશુદ્ધિ પરાકાષ્ઠાની બનેલી હોય છે. તેથી આ દૃષ્ટિ સત્રવૃત્તિપદને વહન
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org