________________
ચોગ દ્રષ્ટિના અજવાળા ભાગ-૩
૩૯૭ નહિ લાગવા દેનારા જીવોમાં અસંગ અનુષ્ઠાનની યોગ્યતા આવે છે. અભવ્યને યોગચારિત્ર નિર્મળ હોવા છતાં ઉપયોગ ચારિત્ર નથી માટે ત્યાં ગુણસ્થાનકની પ્રાપ્તિ નથી. અભવ્યને કાયયોગ સંબંધી વીર્યંતરાયનો નિર્મળ ક્ષયોપશમ હોવા છતાં મનોયોગ સંબંધી વીર્યંતરાયનો ક્ષયોપશમ નથી માટે પહેલું ગુણસ્થાનક પણ વાસ્તવિક નથી.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી અપ્રતિબદ્ધપણે જીવવાની પરમાત્માની આજ્ઞા છે. ઓદરિભાવ જેમ આપણો નથી તેમ લાયોપથમિકભાવ પણ આપણો નથી - આ શ્રદ્ધા દઢ બને તો જ ઊંચી કોટિનો વૈરાગ્ય સ્પર્શ. અસંગ અનુષ્ઠાનને પામવા માટે ઊંચી કોટિનો શાસ્ત્રબોધ તેમજ અપ્રમત્તતાની પરાકાષ્ઠા જોઈએ. ત્રણે યોગમાંથી શૈથિલ્ય નીકળી જાય ત્યારે અસંગ બનાય. જ્યાં સુધી ક્ષીણમોહ વીતરાગતા ન આવે ત્યાં સુધી કયાંય પણ મૂંઝાવાનું નથી. વિષયોના આનંદમાં અટકનાર વૈરાગ્ય પામી શકતો નથી ને ક્ષયોપશમભાવનાં ગુણોના આનંદમાં અટકનાર અસંગ અવસ્થા પામી શક્તો નથી. સંગમાં દુ:ખ અનુભવાય તો અસંગ થવાની ઇચ્છા જાગે. નમિને સંગમાં દુ:ખ સમજાઈ ગયું તો કાચી સેન્ડમાં રાજપાટ, વૈભવ અને પ્રાણપ્યારી પત્નીઓને છોડીને ચાલી નીળ્યા અને વૈરાગ્ય એવો ઊંચી કોટિનો સ્પર્શી ગયો કે ક્યાંય લેપાયા નહિ.
અરૂપી એવો આત્મા પોતાને ઉપયોગ સ્વરૂપે, જ્ઞાયક સ્વરૂપે સદાય જોતો નથી અને દેહરૂપે જુએ છે માટે જ રૂપી પદાર્થોનો સંગ એના આત્માને બગાડનારો બને છે. નહિ તો રૂપી પદાર્થોની તાકાત શું છે કે અરૂપી અને જ્ઞાનાનંદ સ્વરૂપી આત્માને બગાડી શકે ? વિકારી બોધ, મલિન બોધ, નબળો બોધ એ દેહને જ સતત દેખાડ્યા કરે છે અને દેહ તેમજ દેહસંબંધી પદાર્થોમાં જ મમત્વ કરાવે છે તેથી તેવા જીવને દેહરૂપી દેવળમાં રહેલા પરમાત્માના દર્શન થતા નથી. મંદિરમાં ગયા પછી મૂર્તિ રૂપે રહેલ પરમાત્માના દર્શન કરવા હોય તો દીવો પ્રગટાવવો પડે છે. દીવાના પ્રકાશમાં પરમાત્માના દર્શન થાય છે. તે જ રીતે દેહરૂપી દેવળમાં રહેલ પરમાત્માના દર્શન માટે જ્ઞાનપ્રકાશ જોઈએ. જ્ઞાનપ્રકાશ જવલંત બને તો પરમાત્માના દર્શન - પરમાત્માની અનુભૂતિ થઈ જાય. પરપદાર્થના સંગે જ્ઞાન મલિન બને છે. જ્ઞાન અવરાય છે અને તેથી આત્મપ્રદેશો ઉપર અજ્ઞાનનો અંધકાર છવાય છે.
અસંગ અનુષ્ઠાન નિરાલંબન યોગ સ્વરૂપ છે કારણકે અનાલંબન એ સંગત્યાગ સ્વરૂપ જ છે અને તે નિરાલંબન યોગ ક્ષપકશ્રેણીમાં માનેલો છે અને ઉપચારથી તે પહેલા - સાતમા ગુણ સ્થાનકે પણ હોય છે એ વાત યોગવિશિકાના ૧લ્માં શ્લોકની ટીકામાં કહેલ છે આ ઉપરથી અસંગ અનુષ્ઠાન પણ ક્ષપકશ્રેણીમાં જ સંભવે એમ બેસે છે. અરૂપી એવા પરમાત્માના ગુણોનું આલંબન તે નિરાલંબન યોગ છે જ્યારે પ્રતિમાનું આલંબન કે સમવસરણમાં રહેલા પરમાત્માનું આલંબન તે સાલંબન યોગ છે. નિરાલંબન યોગ દ્વારા આત્મા દુસ્તર એવા મોહને તરી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org