________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૩૯૫ “પુષ્ટ નિમિત્તાલંબન ધ્યાને, સ્વાલંબન લય ઠાને.
દેવચંદ્ર ગુણને એકતાને, પહોંચે પૂરણ થાને” મોરા સ્વામીહો તોરો ધ્યાન ધરિજે-દેવચંદ્રજી. ઇયળ અને ભમરી -
ભમરી ઇયળને ઉપાડીને પોતાના દરમાં રાખે છે પછી એને ડંખ મારે છે તેના કારણે ઇયળ તરક્ક છે જ્યારે બીજો ડંખ મારે છે ત્યારે તે વધારે તરક્કે છે પછી તે દરને માટીથી બંધ કરી આજુબાજુ રહેલા કાણામાંથી તેની આગળ સતત ગુંજારવ કર્યા કરે છે અને તેથી તે ઇયળ ભમરીના ધ્યાનમાં મરીને ભમરી થાય છે. તેમ સાધક આત્મા પણ પરમાત્માના ગુણોનું ધ્યાન કરતા પોતાના આત્માને ગુણના માધ્યમે સૂક્ષ્મ બનાવે છે જેના દ્વારા પરમાત્માના અરૂપી સ્વરૂપની ચિંતવના થાય છે અને તે સ્વરૂપ ખૂબ ઘુંટાતા સાધક ધ્યાન અને સમાધિના રાજમાર્ગે આગળ વધે છે.
સાધનાના બહારના સાધનો એ સાધનાની જમાવટ છે. સાધકનો વ્યવહાર છે. જ્યારે અંદરના સાધનો એ સાધનાની સજાવટ છે. બહારના સાધનોની જમાવટનું પરિણામ છે. બાહ્યસાધના (ત્યાગ, તપ, સંયમ, વૈરાગ્ય) + અત્યંતર સાધના (જ્ઞાન, ધ્યાનની નિશ્ચયાત્મક સાધના) = અખંડ મોક્ષ માર્ગ,
કેવલી ભગવંતો આપણને સિદ્ધ સ્વરૂપે જુએ છે જ્યારે આપણે આપણને દેહધારી અને નામધારી તરીકે જોઈએ છીએ એ કેટલું મોટું આશ્ચર્ય છે ? આ દૃષ્ટિમાં આત્મા પોતે પોતાને આંશિક પરમાત્મ સ્વરૂપે અનુભવે છે. આ દૃષ્ટિમાં મળતી શાંતિ સ્વાભાવિક હોય છે તેમ જ કાયમી હોય છે જ્યારે ભીતિકપદાર્થો દ્વારા મળતી શાંતિ, સ્વસ્થતા એ પાધિક છે. જે ચાલી જતા જીવને પાછી અશાંતિ, અસ્વસ્થતા શરૂ થઈ જાય છે. પોતાના ૬૦ હજાર દીકરાના એકસાથે થયેલા મૃત્યુના સમાચાર સાંભળી સગરચક્રીએ વજાઘાત અનુભવ્યો, અત્યંત દુ:ખમય અવસ્થા અનુભવી જ્યારે વૈરાગ્ય પામીને મિથિલા છોડીને ચારિત્રના માર્ગે ચાલી નીકળતા નમિને ઇન્દ્ર દેવમાયાથી આખી મિથિલા સળગતી અને રોકકળ કરતી બતાવી છતાં નમિનું એક રુંવાડું પણ કર્યું નહિ કારણ અંદરમાં તત્ત્વજ્ઞાન સ્પર્શી ગયેલ હતું. જેને પોતાના શરીરની પણ પરવા નહોતી એવાને મિથિલા બળે તો શું અસર થાય ? અસર તો તેને થાય કે જે તેને પોતાની માને.
આત્માનું જ્યારે પરમાત્મા સાથે મિલન થઈ જાય છે પછી જીવને બાહ્યસંયોગો, પરિસ્થિતિઓ, પ્રસંગો, તેમાં થતાં ફેરફારો કાંઇ જ અસર કરી શકતા નથી. જેણે પરને પર રૂપે ઓળખી લીધું છે તે હવે પરમાં શા માટે મૂંઝાય ? એટલા જ માટે અધ્યાત્મને પામેલ એક આત્મા લખે છે કે- આખું જગત સોનાનું થઈ જાય તો ય અમારે શું ? અમે તો તેનાથી તદ્દન નિરાળા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org