________________
ચોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૩૯૩ ચર્મચક્ષુવડે પરમાત્માના અદભુત રૂપને નિહાળી શકાતું નથી. તર્ક ત્યાંથી પાછા ફ્રે છે, બુદ્ધિ જ્યાં પહોંચી શકતી નથી. જે મનની ગતિથી પર છે તે પરમાત્મા માત્ર અનુભવનો વિષય છે. તે પરમાત્માનું સ્વરૂપ અગમ, અગોચર છે.
આપ વીતરાગ હોવા છતાં ભક્તજનોના કાર્યો આપના પ્રભાવથી કેવી રીતે સિદ્ધ થાય છે તે વિષય અમારા મન, બુદ્ધિ અને તર્કથી પર હોવાથી અમે તો માત્ર આપનું સ્મરણ અને ભજન જ કરીએ છીએ. આપની ભક્તિ જ અમને મોક્ષ આપશે એવી અમને દઢ શ્રદ્ધા છે.
ध्यानं च निर्मले बोधे सदैव हि महात्मनाम् । क्षीणप्रायमलं हेम सदा कल्याणमेव हि ॥ १७४ ॥
નિર્મલ બોધ હોતે છતે મહાત્માઓને સદા ધ્યાન જ હોય છે. ક્ષીણ પ્રાયઃ મલવાળું સોનું સદાય કલ્યાણ અર્થાત્ સુવર્ણમય જ હોય છે.
ઘાતી કર્મના સ્પષ્ટ ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ નિર્મળબોધ હોતે છતે આ. દૃષ્ટિમાં મહાત્માઓને ધ્યાન જ હોય છે. જ્ઞાન પ્રમાણે ધ્યાન હોય છે. જેમ જેમ જ્ઞાન નિર્મળ બનતું જાય છે તેમ તેમ ધ્યાન આત્મસાત્ થતું જાય છે અને તેના પરિણામે તેમાંથી સમાધિ પ્રગટે છે.
જ્ઞાનદશા જે આકરી તેહ ચરણ વિચારો,
નિર્વિકલ્પ ઉપયોગમાં, નહિ કર્મનો ચારો... સીમંધર સ્વામી સવાસો ગાથા સ્તવન
આકરી એવી જ્ઞાનદશા અહિંયા પ્રગટ થયેલી છે જે ઉપયોગને વિષયમાં જવા દેતી નથી અને આત્માની પરમશાંત અવસ્થાની અનુભૂતિ કરાવે છે. ઉપયોગની વિશુદ્ધિ વધવાથી વિકલ્પો હવે આવી શકતા નથી તેથી નિર્વિકલ્પ ઉપયોગમાં કર્મનો પ્રવેશ થઈ શકતો નથી.
ધ્યાનમાં મનનું નિયમન હોય છે. સમાધિમાં મનનું અમન હોય છે.
શુદ્ધ સ્વરૂપની લીનતાથી ઘાતિકર્મો નાશ પામે છે. પદાર્થમાત્ર આકારવાળા છે. અવસ્થાવાળા છે. તેમાં વિવેક એ કરવાનો છે કે નિત્ય આકાર, નિત્ય અવસ્થા કેમ પ્રાપ્ત થાય ? આપણે જેટલા સ્વરૂપ પર્યાયો પામીએ તે આપણું સાચું ધન છે. આત્મામાં જ્ઞાન ગુણ વિકસેલો ન હોય તો અન્ય ગુણો જડ જેવા બની જાય. જ્ઞાન ચેતન્યથી સઘળા ગુણો ચેતવ્ય બની રહે છે. પ્રજ્ઞા છીણી વડે રાગને છેદી નાંખવાથી જ્ઞાન જીવતું થાય છે. રાગ સાથે એકતા કરવાથી સતત આત્માનું ભાવમરણ થાય છે. રાગ સાથે એક્તા કરનારો મિથ્યાત્વરૂપી યોદ્ધો ભેદજ્ઞાનરૂપી. બાણ વડે મરી જાય છે. ધ્રુવચિદાનંદ તરફ વળેલું ધારાવાહી જ્ઞાન, શુદ્ધ આત્માને અનુભવતું થર્ક નિજ સ્વરૂપમાં વિશ્રામ પામે છે. જેમ ગંગાનદીનો પ્રવાહ અવિચ્છિન્ન ધારાએ સદા ય ચાલ્યા કરે છે તેમ ભેદજ્ઞાનરૂપી પવિત્ર ગંગાનદીનો
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org