________________
૩૮૮
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ પરક્ષેત્રમાં પ્રવેશ એ આત્મા માટે અતિક્રમણ રૂપ છે. અતિક્રમણ કરનારને પાછું સ્વક્ષેત્રમાં આવવારૂપ પ્રતિક્રમણ કરવું પડે છે. આ દૃષ્ટિમાં રહેલો યોગી કોઈની ઉપર પણ એટેક કરતો નથી કારણકે એટેક કરવામાં હિંસાનો ભાવ આવે છે. તેથી તેને અતિક્રમણ થતું નથી. તે પ્રેમ સ્વરૂપ બન્યો છે એટલે તેને ખબર છે કે જે કોઈ મારી પાસે આવશે તેને હું મારા પ્રેમમાં ઓગાળી નાખીશ. સ્વરૂપમાં સમવસ્થાન કરવાથી પ્રતિક્રમણથી અને પરક્ષેત્રમાં પ્રવેશથી બચી શકાય છે. વિષયોથી પ્રાપ્ત થયેલ પરાધીન સુખ કેવું છે તે માટે વૈરાગ્ય કલ્પલતામાં ઉપાધ્યાયજી મહારાજ લખે છે કે,
रम्यं सुखं यद्विषयोपनीतं नरेन्द्रचक्रित्रिदशाधिपानाम्। समाहितास्तज्ज्वलदिन्द्रियाग्निज्वालाघृताहुत्युपमं विदन्ति ॥ २२८॥
વિષયોના ભોગવટાથી પ્રાપ્ત થયેલ રમણીય સુખ જે રાજા, ચક્રવર્તી અને ઈન્દ્રોને હોય છે તે સુખને સમાધિને પામેલા મહાત્માઓ અગ્નિની ભડકે બળતી જ્વાળામાં ઘીની આહુતિ આપવા સમાન ગણે છે.
મુનિને ગૃહસ્થ જીવનના વૈભવની સાથે ઉપમા આપી સરખાવતા તેઓશ્રી વૈરાગ્ય કલ્પલતાના ૧૪ થી ૧૯ શ્લોકમાં કહે છે કે
શું મુનિઓનું પણ ગૃહસ્થ જીવન હોઈ શકે ? તો કહે હા. મુનિને વૈરાગ્યનો મહેલ છે, જે અનેક પ્રકારના આધ્યાત્મિક ભાવરૂપી રત્નોની કાંતિના સમુહથી દેદીપ્યમાન બનેલ મનોહર ભીંતવાળો છે.
ઝળહળતા મૂલગુણો રૂપી ચંદ્રકાન્ત મણિથી જે મહેલના તળિયાનું જડતર કરવામાં આવ્યું છે.
વ્યાપક અને ઉત્તમ એવા ઉત્તરગુણોના બનેલા અનંત એવા ચંદરવાથી જે શોભે છે, કર્મવિવર નામનો ઝરૂખો છે, બુદ્ધિના ગુણોરૂપી મોતીઓના ઝુમ્મરો જ્યાં લકી રહ્યા છે, જે નિર્મળ વાસનાઓથી સુગંધિત છે. જે ઉત્તમ વીર્યના કપૂરની રજકણોથી મનોહર છે, વિશાળ એવી મૃતધારણારૂપી કસ્તૂરથી જે સુગંધિત છે, ગુણવિલાસરૂપી છાંયડાના સમુહથી સઘળા કર્મોની ગરમી જેમાં ચાલી ગઈ છે. શીલના ક્યારાઓની જ્યાં ઠંડક વ્યાપી છે. જ્યાં સંવરરૂપી શુદ્ધિના પુષ્પોથી ભરપૂર નિર્વિકલ્પદશા નામની પથારી છે તેમાં પોતાની સમતા નામની પત્ની સાથે સુખપૂર્વક સૂતા છે.
આવું મુનિનું જીવન છે જે સ્વાધીન છે, અને તેથી તેઓ પરાધીન સુખની ઈચ્છા પણ કરતા નથી.
પુણ્યોદયની અપેક્ષા માટે સુખની પરાધીનતા. पुण्यापेक्षमपि ह्येवं सुखं परवशं स्थितम् । ततश्च दुःखमेवैतत्तल्लक्षणनियोगतः ॥ १७३ ।।
આ પ્રમાણે પુણ્યની અપેક્ષાવાળું સુખ પણ પરવશ સ્થિત છે અને તેથી કરીને તે દુઃખ જ છે કારણકે દુઃખના લક્ષણો તેમાં સમાવેશ થાય છે. જે પરવશ છે તે દુ:ખ છે. (ધ્યાન જન્ય સુખ જ તાત્વિક છે.)
આગળના ૧૭રમાં શ્લોકમાં કહ્યા પ્રમાણે જે પરવશ છે તે દુખ છે એ ન્યાયે
Jan Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org