________________
३८६
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૨
જોવાનું છે. શરીરનો ત્યાગ ન કરવા છતાં અખંડ પરમાનંદનો બોધ અનુભવતા આવા યોગીઓને શિવની કૃપાથી મોક્ષનો માર્ગ સુલભ છે. (૯૦)
સેંકડો લીરાઓથી જર્જરિત થયેલી લંગોટી, વળી એવી જ કંથા (ગોદડી), નિશ્ચિતતા, કોઈપણ જાતની અપેક્ષા વિના ભોજન, સ્મશાનમાં કે વનમાં, સ્વતંત્ર અને નિરંકુશ વિહાર, અંતઃકરણમાં પરમ શાંતિ આવા સ્થિર રહેનારા યોગનો મહોત્સવ હોય તો પછી ત્રણલોકના રાજ્યથી પણ શું ? (૯૧)
જે મનસ્વી યોગી છે તેને આ બ્રહ્માંડનું મંડળ શું મોહિત કરી શકે ખરું? માછલીના ઊછાળાથી ખરેખર મહાસાગર કદી ખળભળતો નથી. (૯૨)
હે મા લક્ષ્મી ! તું કોઈ બીજા પાસે જા. મને મેળવવાની ઇચ્છા ન રાખ. જેઓને ભોગવિલાસની ઇચ્છા હોય તેવા જ તારે વશ રહે છે. જે નિ:સ્પૃહી છે તેઓને માટે તું શું હિસાબમાં ? તાજા તોડેલા ખાખરાના પવિત્ર પાત્રમાં ભિક્ષા માંગીને હવે અમે અમારું ભરણપોષણ કરીએ છીએ. (૯૩)
આ મોટી પૃથ્વી પથારી છે. હાથ એ વિશાળ ઓશીકું છે. શરદનો ચંદ્ર એ દીવો છે. વિરક્તિરૂપી સ્ત્રીના સમાગમનો આનંદ છે. ખૂબ વૈભવવાળા રાજાની જેમ મુનિ સુખી અને શાંત બનીને સૂએ છે. (૯૪)
ભિક્ષા માંગીને ખાનાર, લોકોની વચ્ચે નિઃસ્પૃહી થઈને રહેનાર, બધી ક્રિયાઓ સ્વાધીનપણે કરનાર, આદાન-પ્રદાનના વ્યવહારથી વિરક્ત, જીર્ણ-શીર્ણ વસ્ત્ર પહેરનાર, ગોદડીના આસન ઉપર બેસનાર, નિર્માયી અને અહંકાર રહિત થઈને રહેનાર એવા તપસ્વીને શાંતિ અને સુખ ભોગવવાની જ એકમાત્ર સ્પૃહા છે. (૫)
શું આ ચાંડાલ હશે કે બ્રાહ્મણ? શુદ્ર હશે કે તપસ્વી? અથવા તો તત્ત્વજ્ઞાન અને વિવેકથી કોમળ મતિવાળા આ યોગીશ્ચર હશે? એમ અનેક કલ્પનાઓ કરીને જેના વિષે લોકો બોલબોલ કરે છે તેવા યોગીઓ તેમને વિશે ક્રોધ કે તોષ પામ્યા વિના સમભાવે માર્ગમાંથી ચાલ્યા જાય છે. તે
ગંગાના કિનારે હિમાલયની શિલા ઉપર પદ્માસન વાળીને બેઠેલા, બ્રહ્મનું ધ્યાન ધરવાના અભ્યાસમાં, યોગનિદ્રામાં લીન બનેલા એવા મારા સરસ દિવસો કયારે આવશે, જ્યારે નિર્ભય બનીને મોટા હરણાઓ પણ મારા ખોળામાં શિંગડાથી ખજવાળશે ! (૯૮).
આશા ઓરનકી કયા કીજે? જ્ઞાન સુધારસ પીજે... ભટકે દ્વારા લોક લોકનકે, કૂકર આશાધારી આશા દાસીકે જે જાયે. તે જન જગકે દાસા.... આનંદઘનજી.
પરની આશા રાખીને જીવવામાં દુઃખ જ છે. આશા રાખીને જીવનારા કૂતરાની જેમ લોકોના ઘરે ભટકે છે. દીન બને છે. બીજાને આધીન બનીને જીવવાથી સત્ત્વની હાનિ થાય છે. સત્ત્વને ગુમાવનારો કયારે પણ સુખને પામી શકતો નથી કારણ કે સત્ત્વ ગુમાવ્યું એટલે સાત્ત્વિકભાવોની તક ગઈ એટલે સંસ્કારિતા પણ ગઈ. પછી બાકી રહ્યા રાજસ અને તામસભાવ. તે બે વડે જ જીવન પૂરું કરવાનું
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org