________________
उ८४
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩
જ રીતે મનુષ્યની દૃષ્ટિ જયારે સંસાર તરફ હોય છે. વિનાશી પદાર્થ તરફ હોય છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ તરફ હોય છે. ત્યારે તેની દ્રષ્ટિ પરમાત્મા તરફ રહેતી નથી જયારે તે દૃઢતાથી માનવા પ્રેરાશે કે આ સંસારમાં વાસ્તવિક કાંઈ જ નથી. બધું જ મિથ્યા છે. અસત્ છે. સર્વત્ર પરમાત્મા જ છે. પરમાત્મા સિવાય મને બીજું દેખાય છે તે મારી સાધકદશાની ખામી છે. દૃષ્ટિનો અંધાપો. છે. આમ શ્રેણિકને જેમ બધે જ વીર વીર દેખાતા હતા તેમ સર્વ સ્થાનમાં અને સર્વ કાલમાં એક માત્ર પરમાત્મા જ દેખાવા માંડે છે ત્યારે તેની દ્રષ્ટિમાંથી સંસારની સ્વતંત્ર સત્તાનો અભાવ થઈ જાય છે અને પરમાત્માનો અનુભવ થઈ જાય છે. જેમ સોનાને જાણવાવાળો મનુષ્ય (સોની) સોનું અને ઘરેણાં બંનેને જાણે છે તેમાં સોનાની વાસ્તવિક સત્તાને જાણે છે અને તે સત્તાના આધારે જ રહેલા ઘરેણાંને જાણે છે. પરંતુ ઘરેણાંની કોઈ સ્વતંત્ર સત્તા જોતો નથી તેમ પરમાત્માને જાણવાવાળો પુરુષ સત્તાયુક્ત પરમાત્માને જાણે છે અને તેની જ સત્તાને આધારે રહેલા સંસારને જાણે છે.
સાંસારિક વસ્તુઓની પ્રાપ્તિ કર્મથી થાય છે જયારે પરમાત્માની પ્રાપ્તિ વિવેક અને બોધથી થાય છે. સાંસારિક ચીજોને બનાવવી પડે છે, કંયાકથી લાવવી પડે છે, પેદા કરવી પડે છે પરંતુ પરમાતત્ત્વને બનાવવું નથી પડતું. કયાંકથી લાવવું નથી પડતું તેના માટે કયાંય જવું નથી પડતું પરંતુ સંપૂર્ણદેશ, કાલ, વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ, ઘટના, અવસ્થા આદિમાં પરમાત્મતત્ત્વ જ્યાં છે ત્યાં જ છે તેની પ્રાપ્તિ માટે જોરદાર જિજ્ઞાસા નથી જાગતી તેથી તેની પ્રાપ્તિ થતી નથી. જેમ જાળમાં ફ્લાયેલી માછલી આગળ વધતી નથી તેમ સંસારના સુખમાં ફ્લાયેલો મનુષ્ય પરમાત્મા તરફ આગળ વધતો નથી એટલું જ નહિ પરમાત્માની પ્રાપ્તિનું લક્ષ પણ કરી શકતો નથી.
सर्वं परवशं दुःखं सर्वमात्मवशं सुखम् । પતલુ સમાન નક્ષ સુ યોઃ છે ?૭ર છે
પરવશ હોય તે બધું દુ:ખ છે અને આત્મવિશ હોય તે બધું સુખ છે આ સંક્ષેપમાં સુખદુઃખનું લક્ષણ કર્યું છે.
જેમાં શબ્દાદિ વિષયો નીકળી ગયા છે તેવા ધ્યાનથી પેદા થયેલું સુખ ચઢિયાતું કેમ છે ? તે કહે છે. જે પરવશ છે તે સઘળું દુ:ખ છે કારણકે દુ:ખનું લક્ષણ તેમાં ઘટે છે. પરાધીન સુખ ચિત્તને ઠારી શકતું નથી. આત્મ -ઘરમાં જવા દેતું નથી. સુખનું કારણ આત્મા પોતે જ છે. તેમાં અનંત આનંદ પડેલો છે. તે આત્મા આજે અંતઃકરણ સ્વરૂપ બન્યો છે. તે અંત:કરણ જયારે વિષય તરફ જાય છે ત્યારે વૃત્તિ વિષયાકાર બને છે અને વિષયો તો સ્વભાવે જડ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org