________________
૩૮૨
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3
साधकतमं कारणं करणम्, क्रियायाः निष्पत्ति र्यद् व्यापारादनन्तरम् तत् करणत्वं भवेत् ।
જેમકે રામના બાણથી વાલી હણાયો તો આ વાક્યમાં કરણત્વ બાણમાં છે. પણ ધનુષ, દોરી, હાથ વગેરેમાં નહિ. આથી ક્રિયાની સિદ્ધિમાં કરણ કામ આવે છે. પરંતુ જ્યાં ક્રિયા જ નથી ત્યાં કરણ કેવી રીતે કામ લાગશે ? क्रियाजनकत्वं कारकत्वम् :
અત્યંત ઉપકારક જે કારક છે તે કરણ પણ જેની પ્રાપ્તિમાં હેતુ નથી તો પછી બીજા કારકો તો હેતુ કેવી રીતે થાય ? આ કરણ નિરપેક્ષ કહેવાનું તાત્પર્ય
છે. આમ કરણ નિરપેક્ષ કહેવાથી કારક નિરપેક્ષ થઈ જાય છે. પરમાત્મા છ કારકોથી રહિત છે. કોઈપણ કારક દ્વારા પરમાત્મા પ્રાપ્ત થતા નથી કારણ કે સઘળા કારક ઉત્પન્ન તથા નાશ થવાવાળા છે જ્યારે પરમાત્મા અનુત્પન્ન છે ભક્તિયોગમાં હું ભગવાનનો છું એ યાદ રાખવાનું છે. જ્ઞાનયોગમાં મારું સ્વરૂપ નિર્વિકાર છે એ યાદ રાખવાનું છે.
કર્મયોંગમાં સંસાર મારો નથી. અને મારા માટે નથી એ યાદ રાખવાનું છે. શંકા : પરમાત્મામાં ક્રિયા નથી એ વાત સાચી પરંતુ સાધના તો કરણ સાપેક્ષ જ હોય ને ?
સમાધાન : સાધના કરણ સાપેક્ષ હોય તેની ના નથી પણ સાધના બે પ્રકારની છે. એકમાં જ્યાં આપણે બેઠા છીએ ત્યાંથી ઉપર ઉઠવાનું તે સાધના છે. એકમાં જયાં આપણે પ્રવેશ કરવાનો છે જયાં પહોંચવાનું છે તે સાધના છે તો તેમાં ઉપર ઉઠવા માટે જે સાધના છે તે કરણ સાપેક્ષ છે પરંતુ જયાં પ્રવેશ કરવાનો છે તેમાં કરણની સાપેક્ષતા નથી. તેમાં તો કરણ છોડવાના છે તે તો કરણ નિરપેક્ષ સાધના છે. ટૂંકમાં ક્ષપકશ્રેણી માંડતા પહેલાની બધી સાધના એ ઉપર ઉઠવાની સાધના છે તેમાં કરણ, ઉપકરણ વગેરની આવશ્યક્તા છે માટે તે સાધના કરણ સાપેક્ષ છે જયારે સાતમા ગુણઠાણાના ચરમયથા પ્રવૃતકરણથી માંડીને બારમા ગુણઠાણા સુધીની સાધના એ કરણ નિરપેક્ષ સાધના છે. ક્ષપકશ્રેણી દ્વારા આત્મઘરમાં પ્રવેશ કરવાનો છે અને પૂર્ણતાને પામવાનું છે તેમા કરણની જરૂર નથી તે સાધના તો નિશ્ચયની સાધના છે. ઉપયોગથી ઉપયોગની સાધના છે. વળાવાની જરૂર ત્યાં સુધી જ પડે જયાં સુધી ચોર-લૂંટારાનો ભય હોય, તે ભય નીકળી ગયા પછી તો છોડી દેવાનો હોય છે તેમ ક્ષપકશ્રેણીમાં એટલે ઘરમાં પેઠો ત્યાં તો બધા કરણ છૂટી જાય છે. માટે તે સાધના કરણ નિરપેક્ષ સાધના છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org