________________
૩૮૦
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 ઇન્દ્રિયોના ભોગોમાં અને પદાર્થોમાં આસક્તિ ન થાય તેટલે ચાહના રહિત થઈ ગયો , રાગ રહિત થઈ ગયો અને ક્રિયામાં આસક્તિ ન થાય એટલે પ્રયત્ન રહિત થઈ ગયો. અર્થાત અચાહ અને અપ્રયત્ન થવાથી પરમાત્માની સાથે અભેદ થઈ ગયો. વાસ્તવમાં અભિન્નતા થઈ નથી. અભિન્નતા તો હતી જ પરંતુ અચાહ અને અપ્રયત્ન નહોતો થયો એટલે અભિન્નતા હોવા છતાં અનુભવ નહોતો થયો. અચાહ અને અપ્રયત્ન થયો તો સ્વરૂપમાં સ્થિતિ થઈ ગઈ. નિત્યયોગનો અનુભવ થઈ ગયો.
“ચાહ ગઈ, ચિંતા ગઈ, મનુવા બેપરવાહ ; જિનકો કછુ ન ચાહિયે, વો શાહન કા શાહ ” કબીરજી.
જેને કાંઈ જોઈતું નથી. જેની તૃષ્ણા માત્ર ટળી ગઈ છે તે જ ખરો શહેનશાહ છે. ચાહના જતા ચિંતા ટળી જાય છે અને માણસ બેપરવા થઈ જાય છે.
સંસારની સાથે જીવ જેટલો સંબંધ બાંધે છે તેટલો પરમાત્મતત્ત્વથી તે વિમુખ થાય છે. સમસ્ત સંગ્રહનો અંતે વિનાશ છે, લૌકિક ઉન્નતિઓના અંતે પતન છે, સંયોગનો અંતે વિયોગ છે, જીવનના અંતે મરણ છે, પરંતુ પરમાત્માની સાથે જે નિત્યયોગ છે તે તો જીવમાત્રને પ્રાપ્ત છે. સંયોગ જન્ય સુખમાં ફ્લાઈ જઈએ છીએ એટલે પરમાત્માની સાથે - નિત્યયોગ તરફ દૃષ્ટિ જ જતી નથી.
રાગી, દ્વેષી, કામ, ક્રોધી, માની, માયી, લોભી, ભોગી, પાપી, પુણ્યશાલી, મુર્ખ, વિદ્વાન એવો જગતમાં કોઈ જ નથી કે જેને નિત્યયોગની પ્રાપ્તિ ન હોય માત્ર તે તરફ દૃષ્ટિ જતી નથી એટલે જ તેનો અનુભવ થતો નથી. આથી નિત્ય યોગ-પરમાત્માની પ્રાપ્તિ કરવી એ ગીતાનો ખાસ સિદ્ધાંત છે. નિત્ય યોગની પ્રાપ્તિ શું છે ? સંસારના માની લીધેલા કલ્પિત સંબંધોને મિટાવી દેવા તે જ નિત્યયોગની પ્રાપ્તિ છે. અમાપ્ત, અસત્ સાથે સંબંધ માન્યો છે આથી નિત્યયોગની પ્રાપ્તિથી વિમુખ થઈ ગયા છીએ. નિત્યયોગ તો જ્યાં છે ત્યાં જ છે પરંતુ સંસારનો સંયોગ તો ક્યારે ય રહ્યો નથી, રહેવાનો નથી અને રહેશે નહિ. સંયોગ તો આખરે વિયોગમાં પલટાવાનો છે. પદાર્થોનો વિયોગ થવાનો છે. ક્રિયાઓનો વિયોગ થવાનો છે. સંકલ્પનો પણ વિયોગ થવાનો છે. સંકલ્પ પૂરો થાય તો પણ વિયોગ થવાનો છે, ન થાય તો પણ વિયોગ થવાનો છે.
સર્વસંકલ્પ સંન્યાસ સ્વત: સિદ્ધ છે. સંયોગમાં રસ લો છો માટે નિત્યયોગથી વિમુખ થાવ છો. નિત્યયોગનો વિયોગ નથી થતો પણ વિમુખતા થાય છે. જ્યારે તમે નિત્યયોગની સન્મુખ થશો ત્યારે અનંતા જન્મોના પાપ નષ્ટ થઈ જશે.
નિત્યયોગની પ્રાપ્તિને માટે જે યોગમાં આરૂઢ થવા ઇચ્છે છે તેને માટે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org