________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૩૮૩ આત્મામાંથી એક પછી એક નવી નવી અસત અવસ્થાઓ નીકળતી જાય છે. મૂઢ અને ગમાર જીવને એ ભાન પણ નથી કે આ બધી અવસ્થાઓ મિથ્યા છે, અસત્ છે. તારા સ્વરૂપથી ભિન્ન છે માટે ત્યાજય છે. પણ આવી સમજણ ન હોવાને કારણે જીવ એનો દૃષ્ટા ન બની રહેતા તેનો કર્તા ભોક્તા. બનવા જાય છે. એ અવસ્થાઓમાં તન્મય ને તદાકાર બને છે. માટે સંસારની રખડપટ્ટીના બીજ પડયા કરે છે. અસત અવસ્થાઓને જયાં સુધી જીવ અસંત રૂપે જોતાં નહિં શીખે ત્યાં સુધી અસમાં સની જે ભ્રાન્તિ છે તે નિકળશે. નહિં. એક વખત જેના ઉપર અસત્ નું લેબલ લાગ્યું તે ચીજ ગમે તેવી સારી દેખાતી હોય તો પણ અસત્ તરીકે ઓળખનારને મૂંઝવી શક્તી નથી. અસત્ ને વારંવાર અસત રૂપે જોયા કરવાથી તેનો રાગ ખતમ થતો જાય છે વૈરાગ્ય તીવ્ર બને છે અને પછી વૈરાગ્ય દાવાનળ જેવો તીવ્ર બનતા જીવ વિષયોની સામે આંખ ઊંચી કરીને જોવા પણ તૈયાર થતો નથી.
એકવાર સન્મુખ જુવો ચક્રી સનતકુમાર નવિ જુવે ' • માયા તુમારી ખડીય પુકારે વહુવર સબ આગે ખડિયા, પોયો પુત્ર શિલા પર પેખી આંખે ઝળહળિયાં '
આ બધા વૈરાગ્યની તીવ્રતાના દૃષ્ટાંત છે.
પરમાત્મતત્ત્વ પ્રાપ્ત જ છે. સંસાર અપ્રાપ્ત છે. આ દૃષ્ટિથી મુક્તિનો અભાવ કયારેય જીવને થયો નથી, માત્ર પરમાત્મતત્વની સત્તાનો સ્વીકાર કરતાં નથી. અને અપ્રાપ્તની સત્તાનો સ્વીકાર કરીએ છીએ તેથી પ્રાપ્તનો અનુભવ થતો નથી. જેમ શરીરનો મુખ્ય આધાર હાડકાં છે પણ તે દેખાતા નથી અને જે મુખ્ય આધાર નથી તે ચામડી દેખાય છે જેમાં તાકાત છે તે દેખાતું નથી. તેવી જ રીતે સંસારનો મુખ્ય આધાર પરમાત્મા છે તે દેખાતા નથી પરંતુ સંસાર કે જે અસંત છે તે દેખાય છે.
જેમ શરીર માતાપિતાનાં સંયોગથી ઉત્પન્ન થયું છે પરંતુ શરીરમાં માતા કે પિતા કોઈ દેખાતા નથી તે જ રીતે સંસાર પ્રકૃતિ અને આત્માના સંયોગથી ઉત્પન્ન થયેલો છે પરંતુ સંસારમાં ન તો પ્રકૃતિ દેખાય છે કે ન તો આત્મા દેખાય છે, પરંતુ કેવલ પ્રકૃતિનું કાર્ય દેખાય છે.
જેમ વાછરડું સામે આવે ત્યારે ગાયના સ્તનમાં દૂધ આવવા માંડે છે તે જ રીતે જીજ્ઞાસુ સામે આવે છતે મહાપુરુષની કૃપા તેની ઉપર વરસવા માંડે છે અને તે પોતાની જિજ્ઞાસા. અનુસાર જ્ઞાન પ્રાપ્ત કરે છે.
જયારે મનુષ્યની દૃષ્ટિ ઘરેણાં તરફ હોય છે તેના રૂપ, આકૃતિ, તોલ ને મૂલ્ય તરફ હોય છે ત્યારે તેની દૃષ્ટિમાં સોનાની મુખ્યતા રહેતી નથી તે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org