________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૩૮૭ રહ્યું અને રાજસ - તામસભાવ એટલે સંકલેશ.
સંસારમાં પોતાના સત્ત્વની હાનિ દેખાઈ અને વૈરાગ્યનો નાશ દેખાયો માટે તો સત્ત્વની વૃદ્ધિ કરવા દ્વારા વૈરાગ્યના માર્ગે આગળ વધવા રાજા, મહારાજાઓ, ચક્રવર્તીઓ સંસારના સુખને લાત મારી મારીને ત્યાગના માર્ગે ચાલી નીકળ્યા. પરાધીન સુખની વચ્ચે રહેવામાં પોતાના આત્માની પરલોકમાં નાલેશી અને વિડંબના દેખાઈ તેથી સ્વાધીન સુખ પ્રગટાવવાનો પુરુષાર્થ કર્યો. સ્વાધીન સુખ અને પરાધીના સુખ બંને સાથે રહી શકતા નથી. એક માટે બીજાનો ત્યાગ અનિવાર્ય બની જાય છે. જેમ એક મ્યાનમાં બે તલવાર ન રહે તેમ એક જ આત્મામાં સ્વાધીન અને પરાધીન બંને સુખો રહી શકતા નથી.
પરાધીન એવું પૌગલિક સુખ આકુળતા પેદા કરે છે જ્યારે સ્વાધીન સુખ ચિત્તમાં નિરાકુળતા અને સમાધિ પેદા કરે છે. પરાધીન સુખ અશુભ સંસ્કાર નાંખે છે. પરલોકમાં દુર્ગતિ આપે છે. સ્વાધીન સુખ શુભ સંસ્કાર નાંખે છે અને પરલોકમાં સદ્ગતિ તરફ લઈ જાય છે.
જ્યારે જ્ઞાન એ સુધારસ છે. જ્ઞાન-સ્વાદને ફ્રીક્રીને ઘંટવાથી આત્મામાંથી રાગનો રસ નીકળી જાય છે અને આત્મામાં અપૂર્વ શાંતિ અનુભવાય છે તેથી જ્ઞાન અમૃત તુલ્ય છે. રાગરૂપી વિષનો નાશ કરવા જ્ઞાન એ શ્રેષ્ઠ ઔષધ છે. અત્યાર સુધીમાં જે આત્માઓ અજર અમર બન્યા અને સિદ્ધાલયમાં ગયા તે બધાએ આ જ્ઞાન સુધારસનું પાન કર્યું તેથી ગયા છે. જ્ઞાન એ આત્માનું સ્વક્ષેત્ર છે. પોતાનું ઘર છે, જયારે પુગલ આત્મા માટે પરક્ષેત્ર છે. પારકું ઘર છે. કોઈપણ માણસ પારકા ઘરમાં વારંવાર જાય તેમાં અનેક લોકો શંકા કરે. પારકા ઘરમાં જવું અને ત્યાં જ ડેરા-તંબુ તાણીને રહેવું એ જીવની અજ્ઞાન અને અનધિકારી ચેષ્ટા છે. પારકા ઘરમાં રહેવું, પરની આશા રાખવી, પરને પોતાનું કહેવું, પોતાનું માનવું, પોતાના તરીકેની ઓળખ આપવી એ કર્મસત્તાનો અપરાધ છે. તેનાથી જીવને દુખ, દર્ભાગ્ય, અપયશ, દુર્ગતિ પ્રાપ્ત થાય છે. તેનાથી બચવા જ્ઞાનીઓ જીવને પોતાના ઘર તરફ જવાનું અને તેમાં રહેવાનું કહે છે. પોતાના ઘર તરફ જતા માણસની સામે કોઈ આંગળી ચીંધી શકતું નથી. દરેક માણસને પોતાના ઘર તરફ જવાનો અને પોતાના ઘરમાં રહેવાનો અધિકાર છે તેથી પોતાના ઘરમાં રહેવું એ ગુનો નથી પણ શોભા છે. “વિયોના સંયો: ' કહીને જ્ઞાનીઓએ સંયોગજન્ય સુખમાં પરાધીનતા અને દુઃખ બતાવ્યું છે અને તેને છોડવાનો ઉપદેશ આપ્યો છે એટલે જ ભૌતિક સુખનું દાન કરનાર કરતાં આધ્યાત્મિક સુખનો ઉપદેશ આપનાર અને તેને પ્રાપ્ત કરવામાં સહાયક બનનાર વધારે ઉપકારક મનાયો છે. માટે જ ચક્રવર્તી કરતાં ત્યાગી - વિરાગીનું સ્થાન ઊંચું મનાયું છે. ચક્રવર્તી છ ખંડને જીતવા દ્વારા ક્ષેત્ર વિજેતા બને છે જ્યારે ત્યાગી કર્મશત્રુને જીતવા દ્વારા ફાલવિજેતા બને છે. કાલ ઉપર વિજ્ય મેળવનાર કાળનો કોળિયો કરીને અકાળ પરમાત્મા બને છે. જ્યારે ક્ષેત્રનો વિજ્ય કરનારને ફ્રીક્રીને ચારગતિની જેલમાં સબડવું પડે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org