Book Title: Yogadraushtina Ajwala Part 3
Author(s): Muktidarshanvijay
Publisher: Vardhaman Seva Nidhi Mumbai

View full book text
Previous | Next

Page 414
________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૩૮૫ છે અને પરાધીન છે. જડરૂપે પરિણમેલો ઉપયોગ અંદરમાં જઈ શકતો નથી. બહારને બહાર રહે છે. પરપદાર્થને પામીને જીવ જે સુખની અનુભૂતિ કરે છે તે વૈષયિક સુખ અને કાષાયિક સુખ છે. તેમાં સુખનો વિષય પર છે, સ્વ નથી અને જે પર છે તે તો દુ:ખરૂપ છે. પુણ્યના ઉદયથી પ્રાપ્ત થતા ભોગો, ધન, કુટુંબ, પરિવાર જીવને પોતાને આધીન હોય તેવા જણાય છે. પરંતુ તે ભ્રમ છે જ્યારે પુણ્ય જ પોતાનાથી પર છે, ભિન્ન છે તો પછી તેના ઉદયથી મળતા ભોગો વગેરે સ્વવશ કેમ હોઈ શકે ? એટલે જ જ્યારે પુણ્ય ખૂટી જાય છે ત્યારે તે પદાર્થો પોતાને બેવફા બનતા દેખાય છે. પાણી અને દૂધ વચ્ચે પ્રેમ થાય છે તો પાણી દૂધના મૂલ્ય વેચાય છે પરંતુ. જે તેમાં કપટની એક સહેજ છાશ પડતો રસ ચાલ્યો જાય છે. રસ, વિરસ થઈ જાય છે અને પાણી દૂધથી અલગ પડી જાય છે. દૂધ અને પાણીની જેમ એકાકાર બની ગયેલો ભર્તુહરિ અને પિંગલાનો પ્રેમ કપટની ખટાશથી બગડી ગયો કારણ પિંગલા પોતે સ્વવશ ન હતી પરવશ હતી. આ વાતની ભર્તૃહરિને ખબર પડતા પિંગલા ઉપર લેશમાત્ર દ્વેષ કર્યા વિના માત્ર પિંગલા જ નહિ પણ. સંસારના તમામે તમામ પદાર્થો વ્યભિચારી છે, પરવશ છે અને દગો દેવાના સ્વભાવવાળા છે એમ સમજી - દ્રઢ નિર્ણય કરી ભર્તુહરિ યોગી બન્યા અને તે કાળમાં પ્રસિદ્ધ મત્યેન્દ્રનાથ અને ગુરુ ગોરખનાથના સંપ્રદાયમાં દીક્ષિત થયા. પરાધીન, પરવશ સુખને દુઃખરૂપ સમજી તેનો ત્યાગ કર્યો અને પોતાને સ્વાધીન એવું આત્મસુખ મેળવવા ઉધમ કર્યો. તેમણે રચેલ વૈરાગ્ય શતકમાં પોતાને સ્વાધીન સુખ કેમ મળે તેની જ વાત કરી છે. વિરાગીને વસવા માટે મહાલય સુંદર નથી લાગતો. ગાન વગેરે સાંભળવા જેવા લાગતા નથી તેમ જ પ્રાણ પ્યારીના સમાગમનું સુખ પણ તેને આનંદ નથી આપતું. પવનથી હાલતા દીવાની જ્યોતની જેમ આ બધું અસ્થિર છે એમ સમજી સંતો વનમાં ગયા છે (વૈ. શ. ૮૦) હે તાત! આ સંસારથી માંડીને ત્રણ લોક સુધી શોધ કરવા છતાં અમને કોઈ એવો નજરે ચડ્યો નથી કે કાને સાંભળ્યો નથી કે જે વિષયોરૂપી હાથણી સાથે ગાઢ જોડાવાના અભિમાનથી પાગલ બનેલા મનરૂપી હાથીને અંકુશમાં રાખવાની લીલા કરી શકે. (૮૧) સંસારના ભોગોથી ઉદ્વિગ્ન બનેલા અને નીરવ રાશિઓમાં ચમકતી ચાંદનીથી ધવલ બનેલા રેતીના ઢગલા ઉપર ધૂળથી ખરડાઈને આનંદથી બેઠેલા અને મોટેથી “શિવ, શિવ, એમ ઉચ્ચાર કરતા અમે અંતરથી આંસુઓની ધારથી ભિંજાયેલી દશાને કયારે પામીશં? ” (૮૫) હાથનો ખોબો જ ભિક્ષા પાત્ર છે. સહજ રીતે મળતી પવિત્ર ભિક્ષાથી સંતોષ છે. જે કોઈ સ્થળ મળે ત્યાં બેસવાનું છે. આ વિશ્વ તણખલા જેવું છે એવું વારંવાર Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482