________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૩૭૯ ળ શમની પ્રાપ્તિ જ છે. આ દ્રષ્ટિમાં વાચના તેમ જ સારણા, વારણાદિ ઉચિત પ્રવૃત્તિ કરે છે તે સમતારસમાં ઝીલીને કરે છે. ઉપયોગ વિકલ્પથી રહિત થયો એટલે સ્વરૂપમાં સમાઈ ગયો અથવા અન્ય પદાર્થમાં જે તાદાભ્યનો અધ્યાસા હતો અને તેમાં જે મારાપણું માન્યું હતું તે નીકળી ગયું એટલે આત્મા આત્મામાં સમાઈ ગયો એટલે શમની પ્રધાનતાવાળું સુખ થયું.
- છઠ્ઠી દ્રષ્ટિમાં પ્રશાંતવાહિતા હતી. પ્રશસ્ત કષાયથી ઉત્પન્ન થયેલ વિકલ્પ પૂર્વકનું ઉપશમનું સુખ હતું. જ્યારે અહિંયા સાતમી દૃષ્ટિમાં ધ્યાનના પ્રભાવથી પેદા થયેલું નિર્વિલ્પ ઉપશમનું સુખ હોય છે. છટ્ટી દૃષ્ટિમાં નિત્ય મીમાંસા હોય છે જ્યારે અહિંયા તત્ત્વ પ્રતિપત્તિ હોય છે. અહિંયા દર્શન - જ્ઞાન - ચારિત્રનો અભેદ અનુભવાય છે.
ચોગાટ - આ દૃષ્ટિમાં જીવ યોગારુઢ બનેલો છે. આ યોગારુઢ ગીતાનો શબ્દ છે ભગવદ્ ગીતામાં સમત્વને યોગ કહ્યો છે. આ સમતા નિત્ય રહે છે. સંયોગની પહેલા પણ સમતા હતી અને વિયોગના સમયે પણ સમતા રહે છે આ રીતે સમતામાં સદા રહેવું તે નિત્યયોગ છે અને આ નિત્યયોગનો જેને અનુભવ થઈ ગયો છે તેને જ ગીતા યોગાટ કહે છે તેની ઓળખ શું ? તો તે માટે ગીતા કહે છે - કોઈપણ પદાર્થમાં આસક્તિ ન હોવી, ક્રિયામાં આસક્તિ ન હોવી અને સંપૂર્ણ સંકલ્પનો ત્યાગ કરવો - હોવો.
यदा हि नेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्यते । સર્વસંન્યસંન્યાસી યોગતિલોતે ૬૪ ગીતા
તાત્પર્ય એ છે કે ઇન્દ્રિયોના ભોગોમાં અને ક્રિયાઓમાં આસક્તિ ન હોય તેમ અંદરથી આગ્રહ પણ ન રહેવો જોઈએ. સંકલ્પ એટલે શું ? આ વસ્તુ આમ થવી જોઈએ, તેમ થવી જોઈએ, આવું મળવું જોઈએ, આવું નહિ, આવો. સંયોગ જોઈએ, આવો નહિ - આવો જ આગ્રહ તે સંકલ્પ છે. -
જેને નથી તો કોઈ પદાર્થમાં આસક્તિ કે નથી તો પદાર્થના અભાવમાં આસક્તિ, નથી તો ક્રિયામાં આસક્તિ કે ડ્યિાના અભાવમાં આસક્તિ, નથી તો સંયોગમાં આસક્તિ કે નથી કોઈ સંયોગના અભાવમાં આસક્તિ તથા કોઈ જ સંકલ્પ પણ જેને નથી તે યોગાટ છે.
તાત્પર્ય એ છે કે પદાર્થ મળે કે ન મળે, ક્રિયા થાય કે ન થાય તેને કોઈ આગ્રહ જ નથી. નૈવ ત® તેનાથ ના વૃક્ષોને રાશન ગીતા ૩/૧૮
ક્રિયા થાવ તો ભલે ન થાવ તો ભલે. સંકલ્પ પૂરા થાવ તો ભલે ના થાવ તો ભલે, વૃત્તિઓનો નિરોધ થાવ તો ભલે, ન થાવ તો ભલે મારે એને માટે નો કોઈ જ આગ્રહ નથી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org