________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૩૭૭ હોય અને તેના કારણે શરીર પર પીડા થતી હોય તો તે જગ્યાએ વાઘરી લોકો તે જળોને મૂકી દે છે તેથી ભૂખી બનેલી તે જ જળો તે લોહીને ચૂસે છે. તેમ કરતાં ભૂખ શમવાથી તે જળોને આનંદ થાય છે. ભૂંડને જેમ વિષ્ટામાં આનંદ આવે છે તેમ ખરાબ થયેલું લોહી પીવામાં તેને આનંદ આવે છે પરંતુ તે આનંદ ક્ષણજીવી હોય છે કારણ કે પછીથી તે વાઘરી લોકો તે જળોના શરીરને નીચોવીને લોહી કાઢી નાંખે છે તે વખતે તેને ઘણા દુઃખનો અનુભવ થાય છે. જો તે લોહીને કાઢે નહિ તો બીજાના શરીર ઉપરનું લોહી તે જળો ચૂસી શકે નહિ અને તેથી તેને તે દ્વારા જે પૈસા મળવાના હતા તે મળે નહિ માટે આમ વારંવાર લોહીને પીવાનું ક્ષણિક સુખ અને પછી તેના શરીરને દબાવીને નીચોવીને લોહી કાઢતા પાછું પાર વિનાનું દુઃખ તેને અનુભવવું પડે છે તેમ વૈષયિક સુખ પણ આવું ક્ષણભર પુરતું જ છે તે સુખના ભોગવટા કાલે ચિત્તવૃત્તિ શાંત, પ્રશાંત અને ઉપશાંત નથી હોતી પણ ભોગને ભોગવવાની આતુરતા , ખણજ, ઓફુક્ય, ચંચળતા, સંતાપ વગેરેના કારણે સંલેશ વર્તતો હોય છે તેથી આત્માને અશુભકર્મનો બંધ થાય છે તેમજ અશુભ સંસ્કારનું આધાન થાય છે. પરિણામે દુર્ગતિના દુ:ખો ભોગવવા પડે છે આ જ વાત અધ્યાત્મસારમાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે -
परिणामाच्च तापाच्च संस्काराच्च बुधैर्मतम् । गुणवृत्तिविरोधाच्च दुखं पुण्यभवं सुखम् ॥ ધ્યાનના વિષયમાં ઉપાધ્યાયજી મહારાજ લખે છે - “તાહરું ધ્યાન તે સમક્તિ રુપ, તેહ જ જ્ઞાન ને ચારિત્ર તેહ છેજી
તેહથી જાયે સઘળા પાપ, ધ્યાતા રે ધ્યેય સ્વરૂપ હોયે પોજી” શાંતિના સ્તવન-૪.
અહિંયા તાહરું એટલે પરમાત્માનું એટલે શુદ્ધ સ્વરૂપનું ચિંતન, મનન, નિદિધ્યાસન તેનાથી આત્માને ભાવ સમકિતની પ્રાપ્તિ થાય છે. તેમાં આત્મતત્ત્વનો બોધ - પરિચ્છેદ તે જ્ઞાન છે. આત્માના યથાર્થ સ્વરૂપની અનુભૂતિ તે સમકિત અર્થાત્ દર્શન છે અને તેમાં સ્થિરતા કે જે પર પુગલભાવથી નિવૃત્તિ રૂપ અને આત્મસ્વભાવમાં રમણતા રૂપ છે તે ચારિત્ર છે. આ સમક્તિ, જ્ઞાન અને ચારિત્રથી બધા જ પાપ નાશ પામે છે. અને ધ્યાતા શદ્ધ સ્વરૂપના ચિંતનના પ્રભાવે ઓદયિક ભાવને રોકતો ક્ષાયોપથમિક ભાવને વધારતો પરમાત્મા તુલ્ય બની જાય છે અર્થાત સાધક અવસ્થામાં જે પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ એ ધ્યેય હતું તેને જ પામીને તે રૂપ બની જાય છે.
--
-
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org