________________
૩૭૬
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ અને નિર્વિકલ્પતા ત્રણેનો અભેદ છે તેથી ત્રણેના આનંદનો પણ અભેદ છે. જેમ કે મસાલાના ઘટક તત્ત્વો ધાણાજીરૂ, હીંગ, મરચું, મીઠું એ દરેકનો સ્વતંત્ર સ્વાદ જુદો જુદો હોય છે પરંતુ તે જ્યારે દાળ-શાકમાં ભેગા ભળી જાય છે ત્યારે તેનો આગવો - નિરાળો સ્વાદ હોય છે.
વીતરાગતા એટલે રાગ રહિતતા. જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી. જ્યાં રાગ પોષાતો નથી ત્યાં જ ઢેષ ઉદ્ભવે છે મૂળમાં તો રાગ જ છે. વળી જ્યાં રાગ નથી, દ્વેષ નથી, ત્યાં કોઈ હેતુ, સ્વાર્થ, પ્રયોજન, ગરજ, મતલબ કે ઇરાદો હોતો નથી તેથી ત્યાં તટસ્થતા, સરળતા, માધ્યસ્થતા, ન્યાયપરાયણતા અને સાક્ષીભાવ હોય છે. જ્યાં રાગ-દ્વેષ નથી ત્યાં લગાવ કે ધિક્કાર નથી. ગમો-અણગમો નથી. રતિ-અરતિ નથી. હર્ષ-શોક નથી. ખેંચાણ કે ભંગાણ નથી, તાણ અને તણાવ નથી.
કર્તા-ભોક્તાભાવથી જે જગતને બનાવ્યા કરે છે તેને સંસારનું બીજ પુષ્ટ થાય છે તેથી તેને પણ ચારગતિ રુપ સંસારમાં નવા નવા રૂપે બન્યા કરવું પડે છે. પોતાના જ કર્તાભોક્તાભાવથી કર્મબંધ કરીને તેને બનવું પડે છે. આપણે રાગી છીએ માટે બનવું પડે છે. બગડવું પડે છે અને ટળવું પડે છે. રાગીની જગતમાં એક સરખી સ્થિતિ હોતી નથી.
જગતના બધા પદાર્થો એના સ્વરૂપમાં રહેલા છે. એમનું પરિણમન સ્વતંત્ર છે. તેમાંથી જ્યારે આપણને પ્રયોજન નીકળી જશે ત્યારે આપણે આપણા જ્ઞાનને વીતરાગ બનાવી શકશું. પર પદાર્થને જોવા - જાણવામાં આપણને પ્રયોજન વર્તે છે તેથી વીતરાગતા જળવાતી નથી. આપણે રાગી-દ્વેષી બની જઈએ છીએ અને વિકારી તેમજ અપૂર્ણ હોઈએ છીએ માટે પૂર્ણાનંદ પ્રાપ્ત થતો નથી. આપણો જ્ઞાનનો ઉપયોગ પ્રવાહથી જે સતત ચાલ્યા કરે છે તેને ફાલથી અવિનાશી બનાવવો તે નિર્વિકલ્પતા છે.
સકલ જીવ છે સુખના કામી તે સુખ અક્ષય મોક્ષ રે કર્મભનિત સુખ તે દુ:ખરૂપ, સુખ તે આતમ ઝાંખ..
પુણ્ય કર્મના ઉદયથી મળતું સુખ તે પરાધીન અને સંક્લેશ મિશ્રિત હોવાથી દુ:ખરૂપ છે. આત્માના શુદ્ધ સ્વરૂપની જેમાં ઝલક અનુભવાય તે જ સુખ સાચું છે. વૈષયિક સુખ તલવારથી લેવાયેલ મધ જેવું છે. તેમ જ ખરાબ લોહીને પીવા માટે આતુર બનેલી જળ જેવું છે. તલવાર પર ચોપડેલા મધને ચાટતા સુખ ક્ષણભર પુરતું છે પરંતુ તેનાથી કપાતી જીભની વેદનાનું દુ:ખ પાર વિનાનું છે,
જળો નામનું પ્રાણી ખરાબ લોહીને ચૂસી લે છે. વાઘરી લોકો તેના દ્વારા પૈસા કમાય છે. જેના શરીર ઉપર ગૂમડા વગેરેને કારણે લોહી વિકૃત થયું
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org