________________
उ७४
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
નેમિ પ્રભુ ધ્યાનેરે એકત્વતા, નિજતત્ત્વ એકતાનોજી શુક્લ ધ્યાને રે સાધી સુસિદ્ધતા, લહિયે મુક્તિ નિદાનોજી - શ્રી દેવચંદ્રજી. પરમગુણી તન્મયતા સેવન, નિશ્ચય ધ્યાને ધ્યાવેજી, શુદ્ધાતમ અનુભવ આસ્વાદી, દેવચંદ્ર પદ પાવેજી (શ્રી દેવચંદ્રજી) પ્રગટ તત્ત્વતા ધ્યાવતાં, નિજ તત્ત્વનો ધ્યાતા થાય રે, તત્ત્વરમણ એકાગ્રતા, તેહ પૂરણ તત્ત્વ સમાય રે,
ઘણી પરે વિમલ જિનરાજની વિમલતા, ધ્યાન મનમંદિરે જેહ ધ્યાવે, ધ્યાન પૃથકત્વ સવિકલ્પતા રંગથી, ધ્યાન એકત્વ અવિકલ્પ આવે... શ્રી દેવચંદ્રજી
આ દ્રષ્ટિમાં શુકલ ધ્યાનની યોગ્યતા : ઉપશમભાવ અસ્થિમજ્જા બનેલો છે. વિરોધી પરિણામ આત્માને સ્પર્શે જ નહિ એવી યોગ્યતા ઊભી થઈ ગઈ છે. સારા કે ખોટા વિકલ્પોનું ઉત્થાન થતું નથી તેથી ઉપયોગ સ્વરૂપમાં ઠરી ગયો છે. જગતના કોઈ પદાર્થો તેના ઉપયોગ ઉપર કોઈ અસર ઊભી કરી શક્તા નથી. સ્થિતપ્રજ્ઞદશા ગાઢ બનવાથી સ્વરૂપરમણી અને સ્વરૂપભોગી બન્યો. છે. તત્ત્વ રમણતા સિવાય બીજું કાંઈ અનુભવાતું નથી. એક જ તત્ત્વની વિચારધારા ચાલે છે કે અહો ! આ સંસારમાં કર્મવેરીથી અનંતકાળ હું ઠગાયો. પરમતારક પરમાત્માનું લોકોત્તર શાસન વિધમાન હોવા છતાં પ્રભુની ભાવફરૂણાનું હું પાત્ર ન બન્યો. પ્રભુની કરૂણા મારા આત્માને સ્પર્શ નહિ. સૂર્ય સમાન તેજસ્વી, ચંદ્ર સમાન નિર્મળ એવો પણ મારો આત્મા કર્મના યોગે શોચનીય દશાને પામ્યો. કર્મશત્રુથી અનેકવાર પરાભવ પમાડાયો. હવે આજ તત્ત્વ સમજ્યો છું, તત્ત્વ પામ્યો છું. મારી મોહનિદ્રા ચાલી ગઈ છે તેથી ધ્યાન રૂપી ખડગ લઈને હવે કર્મશત્રુનો ખાત્મો બોલાવી દઉં.
અત્યાર સુધી જે અજ્ઞાન અને મોહના કારણે પ્રમાદમાં પોઢેલો હતો તે હવે હું જાગ્યો છું. હું પરમાત્મા છું. હું મારાથી ઉપાસ્ય છું. તેથી હવે પરનું મારે કોઈ પ્રયોજન નથી. હવે મને ક્યાંય રોષ કે તોષ થતાં નથી. એમ ધ્યાન લીન બની આત્મિક આનંદની મસ્તીને અનુભવે છે.
અહો ! અહો ! હું મુજને કહું, નમો મુજ નમો મુજ રે અમિત ળ દાન દાતારની જેહને ભેટ થઈ તુજ રે... આનંદઘનજી.
અધ્યાત્મની ઊંચી અવસ્થામાં આત્મા પોતે પોતાને પરમાત્મા સ્વરૂપે અનુભવે છે. શાંતિસ્વરૂપ જાણતા મારા આત્માને જ શાંતિના દાતાર એવા. પરમાત્માની ભેટ થઈ. તેથી સાધક પરમાત્માદશા અનુભવતા પોતાનો સંતોષઆનંદ વ્યક્ત કરી રહ્યો છે. અને પોતાના આત્માને પરમાત્મા સમજી નમસ્કાર
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org