________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૩૭૩ પ્રતિક્ષણે જેવું આપણું મન તેવા આપણે ! પ્રતિક્ષણે આપણી વાસનાઓ મન અને પ્રાણમાં જમા થાય છે. એટલા માટે આસન - પ્રાણાયામ દ્વારા નાડી શુદ્ધિ કરવાની છે અને વાસના રહિત બનવાનું છે.
મંત્ર જેટલો નાનો અને જેટલો વધારે ઘંટો તેટલો તે મંત્ર ચેતન્ય બનીને શક્તિવર્ધક બને છે. પંચ પરમેષ્ઠિનું - ધ્યાન કરતા જીવ પોતે સ્વયં નિ:સ્પૃહ બને તે વધારે મહત્ત્વની વસ્તુ છે. કષાયભાવ ક્ષીણ થતાં જાય તો નિ:સ્પૃહતા આવે. નિષ્કામ અને નિઃસ્પૃહવૃત્તિ રાખીને જીવન જીવનારને કેવળજ્ઞાન થઈ શકે છે.
બહારના પરિગ્રહોનો ત્યાગ એ બહારની નિઃસ્પૃહતા છે અને ભોગની. ઇચ્છાનો ત્યાગ એ અત્યંતર નિઃસ્પૃહતા છે. અંદરથી ભોગની ઇચ્છા વર્તે ત્યાં સુધી વિષયકષાચના ભાવો જતા નથી.
मा चिट्ठह, मा जंपह, मा चिन्तह किंचि जेण होइ थिरो ।
મMા મMમિ રો રૂTPવ પર હવે ફાdi | વ૬ . બૃહદ્ દ્રવ્ય. સંગ્રહ
' હે ભવ્યો ! તમે કોઈ પણ ચેષ્ટા ન કરો, કાંઈ પણ ન બોલો, કાંઈ પણ ચિંતવન ન કરો જેથી આત્મા નિજાત્મામાં તલ્લીનપણે સ્થિર થઈ જાય આ જ (આત્મામાં લીનતા જ) પરમ ધ્યાન છે.
जं किंचि वि चितंतो णिरीहवित्ती हवे जहा साहु । लद्धण य एयतं तदाहु तं तस्स णिज्छयं ज्झाणं ॥ ५५ ॥
બૃહદ્ દ્રવ્ય સંગ્રહ. ધ્યેયમાં એકત્વ પ્રાપ્ત કરીને કોઈ પણ પદાર્થનું ધ્યાન કરતાં સાધુ જ્યારે નિઃસ્પૃહવૃત્તિવાળો હોય છે ત્યારે તેમનું ધ્યાન નિશ્ચય ધ્યાન કહેવાય છે.
ધ્યાતા જો સ્વયં નિઃસ્પૃહ ન બને ત્યાં સુધી અનંતા ચારિત્રો પણ તેને કેવળજ્ઞાન અપાવી શકતા નથી. નિર્વિકલ્પ ધ્યાન જે ત્રણે યોગ રહિત (અક્રિય) છે તે નિશ્ચયથી પંચાચાર રૂપ છે. નિશ્ચયથી મોક્ષમાર્ગ છે.
અરિહંત પરમાત્માના અને લોકાગ્ર સ્થિત સિદ્ધ પરમાત્માના ગુણોનું અને દ્રવ્ય-ગુણ-પર્યાયનું આલંબન લઈ ધ્યાતા જ્યારે તેમાં અભેદને પામે છે ત્યારે તે આગમથી ભાવનિક્ષેપે પરમાત્મા બને છે. પરમાત્માના ગુણોના અભેદ ઉપયોગમાં વર્તતો આત્મા પરમાત્મા કહેવાય છે. જેમ ક્રોધના ઉપયોગમાં વર્તતો ક્રોધી કહેવાય છે. સ્ત્રીના ઉપયોગમાં વર્તતો સ્ત્રી કહેવાય છે. તેમ પરમાત્માના ઉપયોગમાં વર્તતો પરમાત્મા કહેવાય છે. પરમાત્માના ધ્યાનમાં અભેદતા સાધવા દ્વારા શુક્લધ્યાન પામી સિદ્ધદશાને પામે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org