________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૩૭૧ પ્રભુનો સંદેશ - ચોવીસે કલાક મંગળની ભાવનામાં રહો. ઉઠતાં, બેસતાં, ખાતાં પીતાં, શ્વાસ લેતાં ને છોડતાં મંગળની ભાવના કર્યા કરો. અરિહંત એ પ્રથમ મંગળ છે. જેના બધા જ શત્રુઓનો નાશ થઈ ગયો છે તેથી તે પ્રથમ મંગળ છે. સાધકીય જીવનમાં એક પણ શ્વાસ મંત્ર વિનાનો ના જવો જોઈએ. મંત્રના સ્મરણથી, રટણથી ચેતના મંત્રમય બને છે. મંત્રમય બનેલી ચેતના મોહનો નાશ કરે છે.
સાધનાના માર્ગે આગળ વધવા સાધકને એ દ્રઢ શ્રદ્ધા હોવી જરૂરી છે કે ભલે ગમે તેવા ઝંઝાવાતો આવે, તોફાનો આવે, પ્રતિકૂળતાઓ આવે, દુઃખના દરિયા ઉમટી પડે તો પણ હું ખેદ નહિ પામું, કંટાળો નહિ લાવું, સાધનાને નહીં મૂકું. કારણકે આત્માના અનંત આનંદ આગળ નરકના દુ:ખો. કાંઈ વિસાતમાં નથી તો પછી આ દુ:ખો તો તૃણમાત્ર છે. આત્માના અનંત આનંદની જેને ઝાંખી થઈ જાય છે તેને પછી હિમાલય જેવા દુઃખો આવે તો પણ તે તેને ગણકારતો નથી. સંસાર ચક્રનું મૂળ કારણ મિથ્યાત્વ અને રાગદ્વેષ છે કારણ કે તેના નિમિત્તે જીવને કર્મબંધ છે. કર્મબંધથી નરકાદિ ગતિની પ્રાપ્તિ, ગતિથી શરીર, શરીરથી ઇન્દ્રિયો, ઇન્દ્રિયોથી વિષયગ્રહણ અને તેનાથી પાછા રાગ, દ્વેષ, રાગ દ્વેષથી સંપૂર્ણ મુક્ત થવું તે જ મોક્ષ, રાગ-દ્વેષ-અજ્ઞાનનું કારણ, “પોતે પોતાને ભૂલી ગયો છે ” તે છે. આત્મા સમપરિણામી અને સ્થિર સ્વભાવવાળો થતાં શુદ્ધ થાય છે અને તેમ થતાં રાગ દ્વેષનો ક્ષય થાય છે.
શુભભાવોની, શુદ્ધભાવોની જબરજસ્ત તાકાત છે. પરસ્પર એકબીજા પ્રત્યે શુભ વિચારો કરવા એ પણ મંગળ છે અને તે મંગળની વર્તમાન જગતમાં ચોક્કસ અસર પણ છે. તમારા પ્રત્યે સતત મંગળભાવ - શુભભાવ કરનારી
વ્યક્તિના સાંનિધ્યમાં તમારા લોહીમાં સદ્દ કણ વધી જાય છે. તમારા પ્રત્યે દુર્ભાવ રાખનારી વ્યક્તિની હાજરીમાં તમારા લોહીના શ્વેતકણ ઘટી જાય છે. આરોગ્યશાસ્ત્ર કહે છે -તમારા સ્વાથ્યનો આધાર સક્ર કણ છે. દ્રવ્યસ્વાથ્યનો આધાર જેમ સફેદકણ છે તેમ ભાવસ્વાથ્યનો આધાર આપણી ઉજવળ વિચારધારા છે. પણ આ પરિણામ આવતું નથી એમાં મુખ્ય કારણ એ છે કે આપણું જીવન પરલક્ષી છે. અરીસામાં આપણે આપણું મોં એટલા માટે જોઈએ છીએ કે જેથી આપણે બીજાને સારા દેખાઈએ. આપણે સ્વયંને સીધા ક્યારે પણ ચાહતા નથી. જ્યારે ધર્મ તો પોતાની જાતને સીધી ચાહવામાંથી પેદા થાય છે. - મન, વચન, કાયયોગ સક્રિય છે. ધન,લક્ષ્મી પણ ગતિશીલ છે. અસ્થિર છે. આ બધાની સક્રિયતામાં આપણો કર્તાપણાનો ભાવ ન થાય તે માટે અહમ રહિત થવાનું છે. જ્યાં સુધી યોગ છે. ત્યાં સુધી સક્રિયતા છે. ત્યાં સુધી કર્તાપણું
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org