________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૩૬૯
એ અક્રમ સમુચ્ચય છે. વિકલ્પ એ ક્રમ સમુચ્ચય છે.
સાધક અવસ્થાઃ- બીજામાં જે કાંઈ સાચું અને સારું હોય તે જોતાં અને સ્વીકારતાં આવડવું જોઈએ તો જ બુદ્ધિ બુદ્ધિ બની રહે. આપણું જ સારું અને સત્ય છે અને બીજે કાંઈ સારું કે સત્ય નથી તેવું અભિમાન કરવુંઆગ્રહ રાખવો તે મહાન અધર્મ છે. શરીર, ઇન્દ્રિય, પ્રાણ, મન અને બુદ્ધિ
વમાં અહમ-મમત્વ રાખીએ છીએ તે આપણને આપણું પરમાત્મ તત્વ પ્રગટ થવા દેતું નથી. આપણામાં અહમ્- મમત્વ પડેલું છે તેને કારણે જ વિશ્વના અસત્ પદાર્થોની આપણને જરૂર પડે છે અને તેજ આપણો વિનાશ છે. કેવલી ભગવંત જે જાણે છે તે જ પ્રમાણભૂત અને સત્ય છે. જ્યારે હું જે જાણું છું તે સ્યાદ્ અને સાપેક્ષ સત્ય છે આવા ભાવ રાખવાથી પોતાના વિનાશી વિકલ્પોનો અહમ્ રહેતો નથી. વિનાશી વિકલ્પોનો અહમ્ કરવાથી અવિનાશી સ્વરૂપ તિરોભૂત થાય છે.
કરણ પણ આપણે નથી, ઉપકરણ પણ આપણે નથી. અંત:કરણમાં મન,બુદ્ધિ, ચિત્ત, અહંકાર રહેલ છે ત્યાં ઘા મારવાનો છે. અને જ્ઞાનને અવિકારી બનાવવાનું છે. જ્યાં આત્માને પરમાત્મતત્ત્વની પ્રાપ્તિ થાય છે. મન અને બુદ્ધિ એ અપૂર્ણ તત્ત્વ છે અને અતૃપ્ત તત્ત્વ છે. જાણવા દ્વારા કદી પૂર્ણ બનાતું નથી માટે જ્ઞાન કરતા ધ્યાન ચઢે છે. ધ્યાન વડે જ્ઞાન પૂર્ણ બને છે. તેમ પરના વિકલ્પો પણ ધ્યાન દ્વારા નીકળી જાય છે.
આખા સંસારની ઉત્પત્તિ ઇચ્છામાંથી થાય છે. માટે મનોયોગ ઉપર ખૂબ ધ્યાન આપવાનું છે. ઇચ્છા એ જ લોભા છે અને તેમાં સુખ બુદ્ધિ એ રાગ છે અને ભોગ્ય પદાર્થ સંબંધી ઉપયોગ Attention - એ વિકલ્પ છે.
અધ્યાત્મસારમાં - ધ્યાન સ્તુતિ અધિકારમાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે – सम्प्लुतोदकमिवान्धुजलानां सर्वतः सकल कर्मफालानाम् । सिद्धिरस्ति खलु यत्र तदुच्चैः, ध्यानमेव भवनाशि भजध्वम् ॥
અંદરમાં ધ્યાનનો પ્રવાહ વહેતો રહે તો જ સઘળી ક્રિયાઓની સિદ્ધિ (સફળતા) છે. કુવાના પાણીની પ્રાપ્તિ ધરતીમાં વહી જતા ઉછળતા પાણીના ઝરણા (પાણીની સેર)ને લીધે જ હોય છે. ઝરણા ન વહેતા હોય તે સ્થાનમાં કૂવા વહેલા મોડા પણ સૂકાઈ જાય છે. ધ્યાન ન હોય તો ક્રિયા શુષ્ક થઈ જાય છે માટે જ શિવસુખનું અવંધ્ય કારણ ધ્યાન છે.
ધ્યાન અને જીવન - સ્વામી ચિન્મયાનંદજી લખે છે કે આ માયામય સંસારમાંથી મનને ખેંચી લઈ સ્વયં જ્યોતિનો અનુભવ કરવા માટે દર્શાવેલ | વિસ્તૃત સાધના, પ્રક્રિયા અને પ્રયોગને જ ધ્યાન કહે છે. ધીરજ અને ખંતથી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org