________________
૩૬૮
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
પિંડસ્થ ધ્યાન - આ ધ્યાનમાં આઠ કર્મ સહિતના સ્થૂલદેહ અને પંચમહાભૂતથી મુક્ત શુદ્ધ આત્માના પ્રદેશપિંડની ચિંતવના હોય છે.
રૂપસ્થ ધ્યાન - આમાં સમવસરણમાં બિરાજમાન અષ્ટ મહાપ્રાતિહાર્ય યુક્ત તીર્થંકર પરમાત્માની ચિંતવના હોય છે.
પદસ્થ ધ્યાન - આમાં અરિહંત અને સિદ્ધપદના જાપની ચિંતવના હોય છે.
રૂપાતીત ધ્યાન - આમાં આઠ કર્મથી મુક્ત એવા સિદ્ધ પરમાત્મસ્વરૂપની ચિંતવના હોય છે.
ધ્યાનદશા અને શ્રેત્યાન દશા
નિર્વિકલ્પ સાધનામાં કોઈ અધ્યવસાયો સાચવવા પડતા નથી જ્યારે વ્યુત્થાન દશામાં શ્રેષ્ઠ અધ્યવસાયો સાચવવા જીવને પુરુષાર્થ કરવો પડે છે. પર વસ્તુવડે જે ધર્મ થાય છે. તે વ્યવહાર ધર્મ છે. તેમાં જાગૃતિ, વ્યવહાર શુદ્ધિ વગેરે રાખવું પડે છે.
ધ્યાન એ સ્વસાધન વડે સાધના છે. વ્યુત્થાન દશા એ પરસાધન વડે સાધના છે. તેમાં વસ્તુઓ અને વ્યક્તિઓ સાથે ઉચિત વ્યવહાર રાખવો પડે છે. ધ્યાનમાં કાયોત્સર્ગ દ્વારા દેહને વોસિરાવવાનો છે. યમ, નિયમ દ્વારા અશુદ્ધિ ટાળવાની છે. મનને શુદ્ધ કરવાનું છે. યમ, નિયમમાં યોગની સ્થિરતા ન આવે આસન દ્વારા યોગની સ્થિરતા આવે છે. ધ્યાનમાં પરવસ્તુનું રાગાદિભાવે ચિંતન ન થઈ જાય. - આહારાદિસંજ્ઞાના ભાવ ન થઈ જાય તે જોવાનું છે.
પર સાધનોમાં ઉચિત-અનુચિત વિકલ્પો, જાગૃતિ, ભાવના, શુદ્ધિ સાચવવી પડે છે. જ્યારે ધારણા, ધ્યાન, સમાધિ રૂપ સ્વસાધનમાં કોઈ વિકલ્પ નથી. કોઈ વ્યવહાર નથી. કોઈ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની ખટપટ નથી.
વ્યવહારદશામાં પર સાધનથી-વ્યવહારથી ધર્મ કરવાનો છે. ધ્યાનદશામાં સ્વસાધનથી ધર્મ કરવાનો છે.
યોગવિના આત્મા કર્તા બની શક્તો નથી અને યોગની સાથે મિથ્યાત્વ, અવિરતિ અને કષાય ભળે એટલે કર્મબંધ થાય છે. જે ઉપયોગમાં મિથ્યાત્વ, અવિરતિ અને કષાય ના ભાવો ન ભર્યા હોય તે ઉપયોગ શુદ્ધ ઉપયોગ છે.
અશુભભાવમાંથી છૂટવા શુભભાવના ખીલે બંધાવાનું છે અને શુભભાવની સાધનામાં અક્રિયતાના ભાવોનું ખૂબ ખૂબ સિંચન કરશું તો આત્માના અક્રિય સ્વરૂપને પામી શકશું. અધ્યાત્મમાં આવરણને સમજવાની બહુ જરૂર નથી પણ આપણા વિકલ્પો અને વૃત્તિઓને જોતા શીખવાનું છે. મોક્ષ એ નિર્વિકલ્પ સ્વરૂપ છે. વિકલ્પોને જોયા કરશું અને ટાળશું અને તો નિર્વિકલ્પ બનાશે. કેવલજ્ઞાન
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org