________________
૩૬૬
ગઈ અને કેવલજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું.
ધ્યાનમાં ધ્યેય રૂપ પદાર્થ બહુ ઘુંટાય, બહુ ઘુંટાય ત્યારે તેમાંથી ચિનગારી ફ્ટે છે. તેમાંથી ઉપરના અધ્યવસાયસ્થાનકની પ્રાપ્તિ થાય છે. ધ્યેયની પ્રાપ્તિ માટે મરી ફ્ટિવાની તમન્ના જાગે છે ત્યારે ધ્યાન લાગે છે, ધ્યાનમાં વિષયોમાંથી દૃષ્ટિને પાછી ખેંચી લેવાની હોય છે અને પોતાનામાં જોડવાની હોય છે. જેમ જેમ દૃષ્ટિ પોતાનામાં સમાતી જાય છે. તેમ દૃષ્ટિમાંથી વિકારીભાવો નીકળતા જાય છે. દૃષ્ટિ વિષયો સાથે જોડાતા અનાદિના સંસ્કારે વિકારી ભાવો જાગે છે. જે સંસાર છે જ્યારે દૃષ્ટિને દૃષ્ટિ સાથે જોડતા વિકારી ભાવોનો નાશ થાય છે. ઉપયોગથી ઉપયોગની સાધના કરો કે દૃષ્ટિથી દૃષ્ટિની સાધના કરો બંને એક જ છે અને તે નૈશ્ચયિક સાધના છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવલજ્ઞાન એ માત્ર જ્ઞાન રૂપ છે જ્યારે મતિજ્ઞાન એ જ્ઞાન, ધ્યાન અને વિકલ્પ ત્રણ પ્રકારે છે. દૃષ્ટિમાં દોષ તે મિથ્યાદૃષ્ટિ, દૃષ્ટિમાં સુધારો તે સમ્યગદૃષ્ટિ અને દૃષ્ટિનો દ્રષ્ટા સાથે અભેદ તે કેવલજ્ઞાન.
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
મતિજ્ઞાન એ કેવલજ્ઞાનનું રોમટિરિયલ છે.
મતિજ્ઞાન એ કેવલજ્ઞાનની રફ છે. જેમ હીરાની રફ્યાંથી તેને તોડવા દ્વારા, ઘસવા દ્વારા, તેજાબ વગેરેથી સાફ કરવા દ્વારા તેમજ તેમાં પાસા પાડવા દ્વારા વિશદ્ધકોટિના હીરાની ઉત્પત્તિ થઈ શકે છે. હીરાની રફ મલિન છે છતાં તેમાં હીરાની તેજસ્વિતા તેમજ બીજી વિશેષતા ઢંકાયેલી પડી છે. અવરાયેલી છે તેથી જ તેની ઉપર ઉપરોક્ત પ્રક્રિયા કરતાં તેને તેના શુદ્ધ સ્વરૂપમાં લાવી શકાય છે. હીરાનું શુદ્ધ સ્વરૂપ હીરાની રઠ્યાં મલિનતાના કારણે દેખાતું નથી છતાં તેમાં તે રહ્યું છે તે વાત જેટલી સત્ય છે તે જ રીતે અનાદિથી મલિનરૂપે રહેલ મતિજ્ઞાનમાં કેવલજ્ઞાન છુપાયેલું છે. ત્યાગ, તપ અને સંયમરૂપી તેજાબથી મતિજ્ઞાનને ભાવિત કરીને તેમાં જ્ઞાન અને ધ્યાનરૂપી વિદ્યુત પસાર કરવામાં આવતા કર્મનાં કચરા દૂર થતા મતિજ્ઞાનમાંથી કેવલજ્ઞાન પ્રગટે છે.
જેમ હીરાની રફ પરદ્રવ્યના સંયોગે મલિન બને છે તેથી બાહ્ય દૃષ્ટિથી જોનારને તે આનંદ આપતી નથી તેમ મતિજ્ઞાન પણ વિકારી ભાવોથી મલિન બનેલ છે તેથી તે જીવને આનંદદાયક થતું નથી પણ સંકલેશકારક થાય છે. જેમ હીરાની રક્માં તેને તોડવું, સાફ કરવું, ઘસવું વગેરે પ્રક્રિયાથી તેની દર્શનીયતા પ્રગટ થાય છે તેમ મતિજ્ઞાનમાંથી પણ વિકારીભાવો દૂર થતાં આત્મા ગુણસંપન્ન બને છે તેથી જગતને માટે દર્શનીય બને છે. તેનું દર્શન લોકને આનંદ આપનારું થાય છે. જેમ હીરાની રઠ્યાંથી છેલ્લે વિશુદ્ધ હીરાની પ્રાપ્તિ થાય છે. તેનું મૂલ્ય ઘણું હોય છે. તેની વિશેષતા ઘણી હોય છે. તેમ મતિજ્ઞાનમાંથી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org