________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૩૬૫ પ્રભા દ્રષ્ટિ પ્રાય: ધ્યાનપ્રિયા હોય છે. અહિંયા રોગ નામના દોષનો નાશ થાય છે. તેથી જ ખરેખર તત્ત્વની પ્રતિપત્તિથી યુક્ત અને વિશેષે કરીને શમથી યુક્ત હોય છે.
આ દ્રષ્ટિમાં સૂર્યની પ્રભા જેવો બોધ હોય છે. સાતમું યોગનું અંગ ધ્યાન હોય છે. તત્ત્વમતિપત્તિ નામનાં ગુણનો સદ્ભાવ હોય છે. ધ્યાનરૂપી પત્નીના પ્રભાવથી આ દ્રષ્ટિમાં રોગ અર્થાત વિકલ્પો હોતા નથી. આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે વિકલ્પો એ રોગ જેવા છે. જેમ રોગ હોય તો આરોગ્યની પ્રાપ્તિ ન થાય. તેમ વિકલ્પરૂપી રોગ હોય ત્યાં સુધી નિર્વિકલ્પતા રૂપી આરોગ્યની પ્રાપ્તિ થતી નથી. છઠ્ઠી દ્રષ્ટિમાં બાર પ્રકારના પ્રશસ્ત કષાયના ઉદયથી શુભ વિકલ્પ હોય છે. જ્યારે આ દૃષ્ટિમાં નિર્વિકલ્પ દશા જ હોય છે. સદા શુભ ધ્યાન હોય છે અને તેથી તત્ત્વમતિપત્તિ અર્થાત તત્ત્વરમણતા હોય છે. રત્નત્રયીનો અભેદ અહિંયા. અનુભવાય છે. ઊંચી કોટિના ચારિત્રના અધ્યવસાયોની સ્પર્શના હોય છે.
વિશેષે કરીને શમથી યુક્ત હોય છે અને તેથી સત્યવૃત્તિપદ - મોક્ષપદને વહન કરનારી આ દૃષ્ટિ છે.
આ દૃષ્ટિને સૂર્યની પ્રભાની ઉપમા આપી છે તે યથાર્થ છે. કારણ કે તારા કરતા સૂર્યનો પ્રકાશ અનેકગણો બળવાન હોય છે તે જ રીતે છઠ્ઠી દ્રષ્ટિ કરતાં આ દૃષ્ટિનો બોધ વિશિષ્ટ હોય છે. બોધ બળવાન બનતા તે ધ્યાન તરફ જાય છે. નબળો બોધ જીવને આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને લાવનાર સંકલ્પ, વિકલ્પ તરફ લઈ જાય છે. બોધની બળવત્તા થતા પહેલા અશુભ વિકલ્પો ઘટે છે અને શુભ વિકલ્પો આવે છે. ધીમે ધીમે તેમાં શુદ્ધિ વધતા શુભ વિકલ્પો ઘટવા માંડે છે અને આત્મા, ધ્યાન તરફ જાય છે. જેમાંથી નિર્વિકલ્પતા તરફ પ્રયાણ થાય છે. અહિંયા આત્મા બહુલતયા ધ્યાનમાં જ રહે છે. ધારણામાંથી ધ્યાન :
ધારણામાંથી ધ્યાન આવે છે. ધારણામાં સ્વરૂપ અભિમુખતા હોય છે. ધ્યાનમાં સ્વરૂપમાં એકાગ્રતા હોય છે. તત્ર પ્રત્યક્ષતાનતા નમ્ (પા, ૩-૨) .
ધારણાના પ્રદેશમાં પરિણતિને સ્થિર કરવી. પરિણામની ધારા ચલાવવી તે ધ્યાન છે. સ્થિર અધ્યવસાય તે ધ્યાન છે. ધ્યાન એ મતિજ્ઞાનને કેવલજ્ઞાન સાથે જોડનાર ક્કી છે. ધ્યાન એ સ્વરૂપ નથી. સાધ્ય નથી પણ સાધના છે ધ્યેય રૂપ પદાર્થનું સતત અવિસ્મરણ તે જ ધ્યાન, ધ્યેયને પામવાની જ્યારે તાલાવેલી લાગે છે. ત્યારે જ એકાગ્રતા આવે. છે. ધ્યાન લાગે છે. અને ધ્યેય. સાથે અભેદ અનુભવાય છે. પંદરસો તાપસોને ધ્યેય એવા મોક્ષને પામવાની તાલાવેલી લાગી તો સ્વરૂપમાં એવી એકાગ્રતા આવી ગઈ કે ક્ષપકશ્રેણી મંડાઈ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org