________________
૩૬૪
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ આત્મા એ સાગર છે. જ્ઞાન એ જલરસ છે. મન અને બુદ્ધિ એ મોજાતરંગો- Waves છે. માટે મન અને બુદ્ધિ આત્મામાં લય પામી જાય તો જ્ઞાન શાંત અને નિર્મળ બને. આત્માએ, મન અને બુદ્ધિને સ્થાન આપ્યું છે. મના અને બુદ્ધિ કેવલજ્ઞાનમાં લય ત્યારે પામશે જ્યારે શરીર અને ઇન્દ્રિયો જે વિનાશી છે તેના વિષયને ત્યજીને મન અને બુદ્ધિ આત્માના શુદ્ધ સત્ સ્વરૂપનું જ્ઞાન અને ધ્યાન ધરશે.
જેમાં સ્વાધીન છીએ તેમાં પુરુષાર્થ કરવાનો છે. અને જે ધનાદિ પરિગ્રહમાં પરાધીન છીએ તેની પ્રાપ્તિ પ્રારબ્ધ ઉપર છોડી દેવાની છે. મન અને આત્માને જોડનાર મોહ અર્થાત રાગાદિ ભાવો એ પુલ છે. મોહ્ય પદાર્થોને ન જોતાં મોહભાવોને જોતા થઈશું એટલે તે પુલ તુટવા માંડશે. આપણા જ્ઞાનમાંથી જે મન અને બુદ્ધિ નીકળે છે - તેના વિષયો છે શરીર, ઇન્દ્રિય અને પ્રાણ. જેમાં “હું” ભાવે આપણે વર્તી રહ્યા છીએ એ મન અને બુદ્ધિને પરમાત્માને નમન કરવા દ્વારા કાઢી નાંખશું અને અંદરથી અમન બનશું તો આત્મા કેવળજ્ઞાન પામશે.
છઠ્ઠી કાના દૃષ્ટિનો સાર કાન્તા દ્રષ્ટિમાં નિત્યદર્શન, પ્રત્યાહાર, સૂક્ષ્મબોધ, અભ્રાંતિ વગેરે બીજાની પ્રીતિને માટે થાય છે. પણ દ્વેષને માટે થતા નથી. પરા ધારણા હોય છે. અન્યમુદ્ નામનો દોષ નાશ પામે છે. અને સવિચાર સ્વરૂપ મીમાંસા હોય છે. જે હિતના ઉદય વાળી છે. આ દૃષ્ટિમાં ધર્મના માહાસ્યથી આચારની વિશુદ્ધિ થવાથી પ્રાણીઓને પ્રિય બને છે અને ધર્મને વિશે એકાગ્ર મનવાળો હોય છે. તેનું મન હંમેશા આગમમાં જ હોય છે જ્યારે કાયા તો અન્ય કાર્યોમાં પણ હોય છે. માયાજળને તત્ત્વથી માયાજળ રૂપે જોતો પુરુષ ઉદ્વેગ પામ્યા વિના વ્યાઘાત રહિતપણે તેની વચ્ચેથી ચાલ્યો જાય છે તેમ ભોગોને પણ સ્વરૂપથી માયાજળ સમાન જોતો તેને ભોગવવા છતાં મોક્ષ તરફ આગળ વધે છે. પણ જેને ભોગમાં તત્ત્વ બુદ્ધિ છે એવો પુરુષ સંસારસાગર લંઘી શક્તો. નથી જેને માયાજળમાં જ સમ્યગજળની બુદ્ધિ થઈ છે તે કેવી રીતે ત્યાંથી જાય ? ભવથી ઉદ્વિગ્ન થયેલો પણ તે માયાજળ આગળ ઊભો રહી જાય છે તેમ ભોગ કાદવથી મોહિત થયેલો મોક્ષમાર્ગ આગળ ઊભો રહે છે. તેની ઉપર ચાલી શક્તો નથી. સવિચાર સ્વરૂપ વિચારણા હંમેશા હોવાથી આ દૃષ્ટિમાં મોહ થતો નથી. આથી કરીને આ દ્રષ્ટિમાં તત્ત્વનો પ્રવેશ થઈ ગયેલો હોવાથી અને અતત્ત્વ નીકળી ગયેલ હોવાથી હિતનો જ ઉદય હોય છે.
સાતમી પ્રભાષ્ટિ ध्यानप्रिया प्रभा प्रायो नास्यां रुगत एव हि । तत्त्वप्रतिपत्तियुता विशेषेण शमान्विता ॥ १७०॥
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org