________________
૩૬ ૨
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ શુભવિચારના પ્રભાવે સદા તત્ત્વમાંજ રમણતા કરતો હોવાથી અર્થાત ઉપશમનું જ સુખ અનુભવતો હોવાથી આ છઠ્ઠી દૃષ્ટિમાં ક્યારે પણ મોહ થતો નથી. અસદ્ વિચાર, ફાલતુ વિચાર, મિથ્યા વિકલ્પો એ જ જીવને સંકલેશ અને દુર્બાન નું કારણ છે. તત્ત્વને સમજેલા તે જ કહેવાય કે જેને સતત આત્મ-કલ્યાણની નિરંતર ઝંખના હોય. જેને આત્મતત્વને પામવાની ઝંખના નથી તે ગમે તેટલું ભણેલા હોય તો પણ તે તત્ત્વવિદ્ નથી એટલે જ અભવ્ય, દુર્ભવ્ય વગેરેના નવ નવ પૂર્વ સુધીના બોધ મોક્ષની ઇરછા વિના તત્ત્વના જાણકારોની પંક્તિમાં આવી શક્તા નથી.
ઉપમિતિકાર પહેલા જ પ્રસ્તાવમાં આ વિષયમાં લખે છે કે આ સંસારમાં તત્વના જાણકાર પુરુષોનો આ માર્ગ છે કે તેઓ એક માત્ર તત્ત્વના જ આગ્રહવાળા હોવાથી તેઓના ચિત્તમાં નિષ્ણુયોજન (અર્થાત મોક્ષની સાથે જેનું અનુસંધાન ન થાય તેવો) એક પણ વિકલ્પ ઉઠતો નથી કારણ કે તેઓ સદા તત્વથી જ આત્માને ભાવિત કરતા હોય છે. હવે ક્યારેક અભાવિત અવસ્થામાં નિપ્રયોજન વિકલ્પ ઊઠી જાય એવું બને તો પણ તેઓ અંદરમાં ઉઠેલા વિકલ્પને અંદર જ શમાવી દે છે. પણ વચન દ્વારા બહાર બોલતા નથી અને ક્યારેક અતત્ત્વજ્ઞ લોકની વચ્ચે રહેલા હોય, બધા જ જેમ ફાવે તેમાં નિપ્રયોજન બોલતા હોય અને તેના કારણે તેઓથી પણ કદાચ ક્યારેક બોલાઈ જાય તો પણ તેઓ કાયા દ્વારા તો તે વચનને અનુરૂપ ચેષ્ટા કરતા નથી અને જો તેઓ પોતાના નિષ્ઠયોજન વચનને અનુરૂપ ચેષ્ટા પણ કરવા માંડે તો પછી તેઓ અતત્ત્વજ્ઞ જનની તુલ્ય હોવાથી તેમનું તત્ત્વવિણું નાશ પામી જાય છે. આમાં પૂર્વમાં ઉત્સર્ગ માર્ગ બતાવ્યો છે અને તેની અપેક્ષાએ ઉત્તરમાં અપવાદ મૂક્યો છે. આ તો તત્ત્વના માર્ગે આગળ વધી રહેલા જીવની વાત છે પણ આ છઠ્ઠી કાન્તા નામની દૃષ્ટિમાં આવેલા જીવો તો પરમ વિશુદ્ધિને પામેલા. છે. તેથી તેઓની તત્ત્વના વિષયમાં રૂચિ અને સ્થિરતા અનુભવાય છે. અહિંયા તત્ત્વ પરિણામ પામેલ છે. ઉપશમભાવ આત્મસાત થયેલ છે તેથી અતત્ત્વભૂત કષાયો ઉઠી શકતા નથી.
આ દૃષ્ટિમાં સતત ઓદાસીન્યભાવ જ અનુભવાય છે. તેથી ઉપશમનું સુખ અનુભવાતું હોવાથી તત્ત્વનો આ દૃષ્ટિમાં સમાવેશ થઈ જાય છે તેથી સતત વિપુલ પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. આત્મા ઉપર સતત ઉપશમભાવના જ સંસ્કાર પડે છે. તેથી હિતોદય જ હોય છે. તત્ત્વને અનુસરવાથી આત્માનું અવશ્ય હિત જ થાય છે. અજ્ઞાન, કષાય, મોહ આ બધું અતત્ત્વ છે. સંસારના વિચાર, વાણી અને વર્તન એ અતત્ત્વ છે. એને અનુસરીને આત્માએ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org