________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૩૬ ૧ નીકળી રહ્યો છે. આ ત્રણ વસ્તુ બહુજ માર્મિક છે આ સિદ્ધાંત બતાવે છે કે જે આદિ અને અંતમાં નથી તેની સત્તા વર્તમાનમાં પણ નથી હોતી. સત્ એવા આત્મા તરફ દૃષ્ટિ કરવા માત્રથી અસંત એવા વિકારો ભાગવા માંડે છે. કારણ કે એને આધાર આપનાર આત્મા જ હતો. આત્મા જ જ્યાં પોતાના ઘરમાં ગયો એટલે વિકારો નિરાધાર થઈ ગયા. કારણ કે
નાસતો વિદત માવો - તે સ્વતઃ નિવૃત્ત જ છે.
ક્રિયાત્મક સાધનની અપેક્ષાએ વિવેકાત્મક અને ભાવાત્મક સાધન બળવાન છે. કારણ કે ક્રિયાનો અંત થાય છે વિવેક અને ભાવનો અંત થત નથી. ક્રિયા સ્કૂલ છે. જ્યારે વિવેક અને ભાવ સૂક્ષ્મ છે. ક્રિયાત્મક સાધના દ્વારા વિકારોનો નાશ જલ્દીથી નથી થતો જ્યારે વિવેક અને ભાવાત્મક સાધના દ્વારા વિકારોનો નાશ જલ્દીથી થાય છે. અસની જગતમાં કોઈ સત્તા જ વિધમાન નથી. આ વિવેક અને ભાવ છે. તેના દ્વારા અજ્ઞાન અને મોહનો નાશ સહેલાઈથી કરી શકાય છે.
એક કરણ સાપેક્ષ સાધના છે. એક કરણ નિરપેક્ષ સાધના છે. કરણ નિરપેક્ષ સાધનામાં શરીર, ઇન્દ્રિય, મન અને બુદ્ધિનો આશ્રય લેવામાં આવતો નથી. પરંતુ તેની સાથે માનેલા સંબંધનો વિચ્છેદ કરવાનો હોય છે. કરણ સાપેક્ષા સાધનામાં શરીર, ઇન્દ્રિય, મન અને બુદ્ધિ નો આશ્રય લેવામાં આવે છે. તેથી તેની સિદ્ધિની પ્રાપ્તિમાં ઘણી વાર લાગે છે. કરણ સાપેક્ષ સાધના દ્વારા અહંકારને મિટાવવા જતા ઘણો સમય લાગે છે. પરંતુ અસત્, અનિત્ય પદાર્થો છે જ નહિ એવા સતત અનુભવ કરતા રહેવાથી તે તત્કાલ નાશ પામે છે. પરંતુ સાધકનું ધ્યાન તે તરફ જતું જ નથી તે માને છે કે હું અહંકારને મિટાવી રહ્યો છું પરંતુ હકીકતમાં તેવું નથી.
ક્રોધાદિ કષાયોને આપણે અખંડરૂપે પકડી રાખ્યા છે એટલા માટે તે આપણા ઘરમાં રહે છે. નહિ તો ચોર-ડાકુઓમાં શું તાકાત છે કે તે આપણા ઘરમાં રહી શકે? અસત વસ્તુને પોતાની માનવાથી જ અશુદ્ધિ વધવા માંડે છે અને તેને પરરૂપે જોવાથી જ અશુદ્ધિ ઘટવા માંડે છે. પરપદાર્થ કે જે અસત છે તેની સાથે પોતાનો સંબંધ ન માનવો તે કરણ નિરપેક્ષ સાધના છે તેનાથી બંધન તત્કાલ નાશ પામે છે.
मीमांसाभावतो नित्यं न मोहोऽस्यां यतो भवेत् । મતતત્ત્વસમાવેશત્સવ દિ હિતોઃ ૧૬૯
નિત્ય મીમાંસાભાવ હોવાને કારણે આ દૃષ્ટિમાં મોહ હોતો નથી. એથી તત્ત્વ સમાવેશને લીધે સદેવ હિતોદય જ હોય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org