________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૩પ૯ વાળના પળિયા પથરાઈ જાય છે. મુખ ઉપર કરચલીઓ પડી છે. અને ઘડપણથી અંગો ગળી ગયા છે આ છેલ્લો ખેલ બરાબર ભજવીને આ “નટવર' અંતે સંસાર રંગમંચના છેડે રહેલા યમલોકના પડદા પાછળ અદૃશ્ય થઈ જાય છે. આ જીવ રૂપી અભિનેતા પાસે કાળરૂપી સૂત્રધાર કેવો અભિનય કરાવે છે !
ભર્તુહરિ ચતિ અને નૃપતિની તુલના કરતા લખે છે કે યતિ અનાસક્તા હોય છે. તેને કોઈપણ વસ્તુની તૃષ્ણા હોતી નથી. તે વિષયોને જીતી લે છે. તેથી વૈરાગ્યના ક્ષેત્રનો એ સમ્રાટ છે. રાજા તેના રાજ્ય અને સત્તાનો સમ્રાટ છે. બંનેના સામ્રાજ્યો નોખા નોખા છે. પરંતુ તેમાં યતિ શ્રેષ્ઠ છે. કારણ કે જે ગામ, નગર અને પૃથ્વીને જીતે તે મહાન નથી પરંતુ જે કામને જીતે તે જ મહાન છે. રાજા લોકમાં સહુથી ઉન્નત છે. તો યતિ ગુરુની ઉપાસનાથી મળેલ પ્રજ્ઞાથી ઉન્નત છે. રાજા તેના ધન વૈભવથી વિખ્યાત છે. તો યતિ, શિષ્યોએ
ફ્લાવેલી તેની કીર્તિથી સુવિખ્યાત છે. માનધન કીડી જેવું છે જ્યારે જ્ઞાનધન, વિવેકધન, કુંજર જેવું છે. આથી જો રાજા ચતિની દરકાર ન કરે તો જરા પણ સ્પૃહા વિનાના પતિને રાજાની શું પડી હોય ? નિ:સ્પૃહે તૃણવત્ ના ! એ ન્યાયે આખું જગત ગતિને તણખલાની તોલે છે.
આમ ભર્તુહરિએ વૈરાગ્યશતકમાં ઠામ ઠામ ભોગોની નિંદા કરીને વિરાગ્યને જ નિર્ભય કહ્યો છે. ભોગરૂપી કાદવમાં ખૂંચેલો આત્મા તેમાંથી બહાર નીકળી શક્તો નથી. એ વાત જગતના તમામે તમામ સાધકોને માન્ય છે અને ગ્રંથકાર પણ એ જ વાત કરી રહ્યા છે. બુદ્ધિભ્રષ્ટતા એ મોટામાં મોટો પાપોદય છે. તેની આગળ નરકના દુઃખ આપનાર પાપોદય પણ કોઈ વિસાતમાં નથી. તે મોક્ષમાર્ગ આરાધી શક્તો નથી. ભોગથી યોગ તરફ જવું એ અધ્યાત્મનો માર્ગ છે જ્યારે ચોગમાંથી ભોગ તરફ જવું તે સંસારનો માર્ગ છે.
જ્યાં સુધી કષાયની ઉપશાંતતા ન થાય, વિષયો પ્રત્યે વૈરાગ્ય ન થાય, ગુણોમાં અનુરાગ ન થાય, મોક્ષને પામવાની ઈચ્છા ન જાગે ત્યાં સુધી મોક્ષમાર્ગમાં પ્રવેશ કેવી રીતે થાય? યોગની પહેલી મિત્રાદ્રષ્ટિમાં પણ પ્રવેશ ક્યાંથી મળે ?
દુઃખ સંસારના સંબંધમાં છે. જાગ્રત અવસ્થા અને સ્વપ્રાવસ્થામાં સંસારનો સંબંધ રહે છે તેથી શાંતિ મળતી નથી. સંસારને ભૂલી જવાથી શાંતિ મળે છે. સંસારને ભૂલવા માત્રથી મનને, બુદ્ધિને, ઇન્દ્રિયોને તાકાત મળે છે. વિષયોની સાથે રહેવાથી મન, ઇન્દ્રિય, બુદ્ધિ અને શરીર થાકે છે. વિષયોનો સંબંધ આત્મામાં છે નહિ પણ આપણે માન્યો છે. સંસારના વિષયો તો જવાઆવવાવાળા છે. જવા-આવવાવાળા પદાર્થોનું જોર નથી પરંતુ આપણી માન્યતાનું
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org