________________
૩૫૮
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
ભર્તૃહરિ આશાને દુસ્તર નદીનું રૂપ આપે છે. આ નદીમાં મનોરથના ઊંડા જળ છે. તૃષ્ણાના ઊંચા તરંગ ઉછળે છે. તેમાં વિલાસરૂપી મગરો છે. તર્ક વિતર્કના પક્ષીઓ ઊડે છે. તેમાં મોહ રૂપી ભમરીઓ પડે છે. જેમાં સપડાયેલ કોઈ પણ જીવ ડૂબે જ છે. તેને ચિંતાઓ રૂપી ઊંચા કિનારા છે. ધસમસતી આ નદી ધીરજના વૃક્ષને મૂળમાંથી ઢાળી નાખે છે. જેના મન
મલિન નથી થયા તેવા યોગીશ્વરો માત્ર આશા નદીને સામે પાર જઈને આનંદ માણી શકે છે.
તે લખે છે કે હું હિમાલયની કંદરામાં ધ્યાનસ્થ દશામાંથી જ્યારે જાગું છું ત્યારે મને એવા પામર મનુષ્યોના દિવસો યાદ આવે છે. જેઓ ધનવાનની સામે માંગણી કરીને હાથ જોડી ઊભા હોય અને વિષયોની આશામાં લાચારી કરતા હોય. તેઓના આવા ક્ષુદ્ર આચરણથી મને અંતરમાં હસવું આવે છે કારણ કે હંમેશા સંતોષથી પ્રસન્ન રહેતા મનુષ્યોનો આનંદ કદી ઘટતો નથી અને ધનના લોભમાં અનેક વિચારો કરતા માણસોને કી આનંદ મળતો નથી. કારણ કે તૃષ્ણાનો ત્યાગ એજ આનંદ છે. યોગીશ્વરો આવા શિવમિલનના અક્ષય આનંદમાં અવિરત લીન રહે છે.
સંસાર પરિવર્તનશીલ હોવાથી જ સંસારને ચક્ર સાથે સરખાવેલ છે. સંસાર અસ્થિર છે તો તેના આધારે રહેલા તમામ પદાર્થો અને વિષયો પણ અસ્થિર છે. કોઈ વ્યક્તિ તા ચક્ર ઉપર ઊભી રહે તો ચક્રની ગતિને લીધે તે પણ ફ્ક્ત જ કરે છે. જો તેને ન વું હોય તો ચક્ર ઉપરથી કૂદીને નીચે ઊતરી જવું જોઈએ. એમ જેને આવન-જાવનની ઘટમાળમાંથી
છૂટવું હોય તેણે
આ સંસાર ચક્રને છોડવું જ પડે.
દુનિયાનો કોઈ પણ પદાર્થ અસ્થિરતાથી ઘેરાયલો છે. મનુષ્યનું આરોગ્ય *સેંકડો આધિ, વ્યાધિ અને ઉપાધિથી નાશ પામે છે. લક્ષ્મી જ્યાં આવે છે ત્યાં એકી સાથે આપત્તિઓના ટોળાં પણ આવે છે. જો આમ ન હોત અને લક્ષ્મી આનંદ આપતી હોત તો સંસારમાં લક્ષ્મીનંદનો સર્વપ્રકારે સુખી હોત, પરંતુ તેવું નથી. ધનવાનોને તેનું ધન સગવડતા આપે છે પણ સુખ નથી આપતું. ઊંચે ઉછળીને તરત જ પડી જાય તેવા ભોગ વિલાસ છે. પ્રાણ પણ ક્ષણજીવી છે. પ્રિયના સંગમાં છલકાતું યૌવનનું સુખ પણ ઊડી જતાં વાર લાગતી નથી. આ જગતના રંગમંચ ઉપર જીવ પહેલા બાળક થઈને અવતરે છે. પછી કામરસિક રંગીલો યુવાન થવાનો અભિનય કરે છે. થોડો વખત નિર્ધન માનવીનો પાઠ કરે છે તો વળી પાછો દોમદોમ સાહ્યબીવાળા ધનવાનનો અભિનય કરે છે. છેલ્લો અભિનય ઘરડા મનુષ્યનો છે. માથા ઉપર સફેદ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org