________________
૩૭૦
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
ધ્યાનનો અભ્યાસ કરવાથી માણસમાં દૃઢતા અને સ્થિરતા આવે છે અને વ્યાપકતાનો અનુભવ થાય છે. જેમ જેમ માણસ આગળ વધે છે તેમ તેમ શાંતભીતરમાં એક નવી પ્રબળ જ્વલંત પ્રજ્ઞાનો ઉદય થાય છે. છેવટે ઉન્નતિના શિખરે પહોંચતા આ પ્રજ્ઞાના દેદીપ્યમાન કિરણો આપણા મનને ભસ્મીભૂત કરે છે અને માણસને સાચું જ્ઞાન થાય છે. “કેવળ હું જ છું ' એવો અનુભવી થાય છે. અસ્થિર મનની ભ્રાંતિમાં જ આ સંસાર સાચો લાગતો હતો તે હવે મિથ્યા જણાય છે અને બહું જ ઇશ્વર છું“હું જ બ્રહ્મ છું' એવો અનુભવ રહ્યા કરે છે.
ધ્યાન દ્વારા જ મનુષ્ય આ નિરંતર બદલાતા સ્થળ, કાળ અને વાતાવરણની વચ્ચે સમતા જાળવતા શીખે છે. જ્યારે જીવ પૂર્ણ બને છે ત્યારે ઇરછા, વાસના, લાલસા ખતમ થાય છે અને પૂર્ણાનંદ અનુભવે છે.
આપણા દિવ્ય આનંદ સ્વરૂપ શાંતિનો ભંગ કરનાર આ મનરૂપી પિશાચ જ છે. તો આપણી શાંતિ માટે તેની જોડે ધીરજ અને ખંતથી યુદ્ધ કરવું એ જ આપણો પરમ ધર્મ છે.
સ્વામી શિવાનંદ સરસ્વતી લખે છે કે મુક્તિની પ્રાપ્તિ માટે ધ્યાન એક રાજમાર્ગ છે. ધ્યાનથી સઘળા દુઃખો, સંતાપો અને દર્દ મટે છે. ધ્યાન એકતાનું ભાન કરાવે છે. શાશ્વત સુખ, સનાતન શાંતિ અને અક્ષય આનંદના ઉચ્ચ પ્રદેશોમાં વિહાર કરવામાં ધ્યાન સાધકોને બલૂન કે વિમાન રૂપ છે.
ધ્યાનની નિયમિતતા કુરણાત્મક જ્ઞાનના માર્ગને ખોલે છે. મનને શાંત અને સ્થિર કરે છે. ભાવની લાગણીઓ જાગૃત કરે છે. અને યોગના અભ્યાસીને મૂળ સાથે અગર પરમપુરુષ સાથે સંબંધ કરાવે છે. ધ્યાનયોગના માર્ગે ચાલવાથી શંકાઓ હોય તો તે દૂર થાય છે.
જયારે તમે ઊંડા ધ્યાનમાં ઊતરી જશો ત્યારે તમને તમારા શરીર કે આજુ બાજુનું ભાન રહેશે નહિ. તમારું મન સમતોલ રહેશે. અહંભાવ નાશ. પામશે અને અનિર્વાચ્ય આનંદ અને અવર્ણનીય સુખ અનુભવાશે.
ઊંડા ધ્યાન વડે સંપૂર્ણ શાંતિમાં દાખલ થતાં બહારનું જગત અને તેની સાથેના સંબંધો ભૂલાય છે. આ શાંતિ તેજોનું પરમ તેજ છે. અક્ષય આનંદ છે. તમે સર્વ પ્રાણીઓ પર પ્રેમ કરશો તો તમને લાગશે કે સમસ્ત વિશ્વ કેવળ શુદ્ધચેતન્ય છે. પરમાત્મા ચેતન્ય રૂપે સર્વચીજોમાં રમી રહ્યા છે.
યાંત્રિક જીવન જીવવાની આપણી પદ્ધતિ' એ આપણી અણસમજનું પરિણામ છે. જેની ચેતના રોગિષ્ટ હોય તેવા અજ્ઞાનીથી તો દૂર રહેવામાં જ મઝા છે. સ્વસ્થ ચેતનાવાળા જ્ઞાનીની નિફ્ટ રહેવામાં આનંદ અનુભવાય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org