________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૩૫૭
જ્ય તે કરી શક્તો નથી. જ્ઞાનની ભાવના દ્વારા અજ્ઞાનનો જય થાય છે. કષાયના નિગ્રહ દ્વારા કષાયનો જય થાય છે. શક્ય વિષયના ત્યાગ અને અશક્ય વિષયમાં રાગદ્વેષના નિગ્રહ દ્વારા વિષયનો જય કરાય છે તેમજ ગુરુસમર્પણ દ્વારા પણ મિથ્યાત્વ મોહ વગેરેનો જય થઈ શકે છે. પણ મિથ્યાત્વના તીવ્ર ઉદયથી માયાજળ જેવા વિષયોમાં પરમાર્થબુદ્ધિ હોવાથી આ આત્મા સંસારને જ સત્ય માની ચાલે છે. સંસારમાં જન્મ, જેરા, મૃત્યુ, વ્યાધિ, રોગ, શોક, ચિંતા, સ્વજનનો વિયોગ બધું જોવા છતાં અને અનુભવવા છતાં જાણે કશું જ ન જોતો હોય, ન અનુભવતો હોય તેવું તેનું જીવન હોય છે અને તેથી બહારથી કદાચ ધર્મ કરતો દેખાતો હોવા છતાં મોક્ષમાર્ગની બહાર જ રહે છે. મોક્ષના માર્ગ તરફ તે એક ડગ પણ માંડી શક્તો નથી. વિષયોની જાળમાં તે ફ્લાઈ ગયો છે. કષાયોના રંગે રંગાઈ ગયો છે. તેથી તેને મોક્ષમાર્ગ પામવો મુશ્કેલ થઈ પડે છે.
સાહેબકા ઘર દૂર હે બંદા ! જેસી લંબી ખજૂર ચડે તો રામરસ ચાખીએ બંદા ! પડે તો ચકનાચુર”- કબીરજી.
સાહેબનું ઘર દૂર છે. નિરાલંબ ખજૂરના લાંબા વૃક્ષ જેવો તેનો પામવાનો માર્ગ વિકટ છે. એમાં જો સાવધાનીથી ચડી શકાય તો અદભૂત રામરસ ચાખવા મળે. પણ તેમાં ચડવા કરતાં પડવાની શક્યતા વધુ છે અને જો પડીએ તો શરીરના ચૂરેચૂરા થઈ જાય તેવું છે.
“વૈરાગ્યના પંથને વિઘ્ન આડા ઘણાં”- કવિ ભોજા ભગત.
ભર્તુહરી કહે છે કે મનુષ્ય ઘરડો થાય છે. પણ તૃષ્ણા ઘરડી થતી નથી. મનુષ્ય થાકે છે પણ તૃષ્ણા થાકતી નથી. વૃદ્ધાવસ્થામાં પણ તૃષ્ણાનો સુંવાળો સ્પર્શ છોડવો ગમતો નથી. પોતાની ઇચ્છાઓ પૂરી કરવા મનુષ્ય દુર્ગમ પ્રદેશોમાં ભટકે છે. જાતિ અને કુળનું માન મૂકીને કુળહીન ધનપતિઓની સેવા કરે છે. પારકાના ઘરમાં રહીને કાગડાની જેમ ડરતાં ડરતાં પેટ ભરે છે. પણ આખરે તેને મળે છે શું ? કરેલી સેવા નિળ જાય છે. તૃષ્ણાની તૃપ્તિ થતી નથી, ભોગની ઝંખના વધ્યા કરે છે અને તે તેને ઝંપવા દેતી નથી. મોટું ફાડીને ઊભેલી તૃષ્ણા સંતોષાતી નથી.
ધન મેળવવાની દોડમાં માણસ ધરતીને ધમરોળી નાંખે છે. પીળી ધાતુના મોહમાં પડીને પર્વતની પાંખો કાપી નાંખે છે. મંત્ર તંત્રની આરાધના કરીને મસાણમાં રાત્રિઓ વીતાવે છે પણ અંતે હાથમાં કાણી ફોડી પણ આવતી નથી. સુખના સ્થાને પહોંચવાની તૃષ્ણાની આ અનંત દોડમાં જીવાત્માનો અંત આવે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org