________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૩૪ ૧ છે અને તેથી તે સઘળા પ્રાણીઓમાં પ્રિય બને છે.
અહંકારની સાંકડી દિવાલો તોડીને સમર્પણ, ભક્તિ, પરોપકાર દ્વારા આત્મવિલોપન કરી સમસ્ત જગત તરફ વળ્યો છે તેથી લોકપ્રિય બન્યો છે. રાગ, સ્વાર્થવૃત્તિ, સંકુચિતવૃત્તિ, તુચ્છવૃત્તિ, ક્ષુદ્રવૃત્તિના રંગ આત્મામાંથી નીકળી ગયેલા હોવાથી પ્રેમનો રંગ ચડ્યો છે. રાગ અને પ્રેમ બે સાથે રહી શકતા નથી. બંને પ્રતિસ્પર્ધી છે. વિરોધી સ્વભાવવાળા છે. બંને વચ્ચે સહજ અણબનાવ છે. પ્રેમ હોય ત્યાં રાગ ટકી શકતો નથી. રાગ સ્વાર્થમૂલક છે. પ્રેમ વૈરાગ્યમૂલક છે. પ્રેમમાં ત્યાગવાની વૃત્તિ છે. રાગમાં લેવાની પ્રધાનતા છે. રાગ હૃદયને સંકુચિત કરે છે. પ્રેમ હૃદયને વિશાળ કરે છે. પ્રેમ એ આત્માની પ્રસાદી છે. સપુરુષોનો અનુગ્રહ છે. પ્રભુની અચિંત્ય કૃપા છે. લાગણીમાં ઉપભોગની વૃત્તિ આવે છે તે આસક્તિ છે. લાગણીમાંથી જન્મતી દરેક આસક્તિનો ત્યાગ થાય ત્યારે રાગ જાય છે અને પ્રેમ પ્રગટ થાય છે. પાણીમાં ફ્ટકડી નાંખવાથી કચરો દૂર થાય તેમ જ્ઞાનમાં પ્રેમ ભળે ત્યારે હલકી વૃત્તિઓ દૂર થાય છે અને જ્ઞાન નિર્મળ બને છે આ જ્ઞાનની નિર્મળતા તે જ પ્રેમ છે. જ્ઞાનની મલિનતા, કલુષિતતા રાગાદિથી છે.
આ દૃષ્ટિમાં પુદ્ગલભાવમાં ઔદાસીન્ય વૃત્તિ હોવાથી આત્મા સ્થિતપ્રજ્ઞ બન્યો છે અને આ સ્થિતપ્રજ્ઞ કેવો હોય તેના લક્ષણ ભગવદ્ગીતામાં બતાવ્યા છે. હે અર્જુન ! મનમાં રહેલી સર્વ ઇચ્છાઓનો. જે ત્યાગ કરે છે અને આત્મા પોતે પોતાના વડે પોતાનામાં જ સંતુષ્ટ થાય છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.
દુ:ખને વિષે જેનું મન ઉદ્વિગ્ન બનતું નથી અને સુખોમાંથી જેની સ્પૃહા નીકળી ગઈ છે, જે રાગ, ભય અને ક્રોધ વિનાનો છે તે સ્થિરબુદ્ધિવાળો કહેવાય છે.
રાગ વિનાનો હોવાથી તે તે શુભાશુભને પામીને જે આનંદ પામતો નથી કે દ્વેષ પામતો નથી. તેની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થયેલી છે અર્થાત સ્થિરતાને પામેલી છે.
જેમ કાચબો ચારે બાજુથી પોતાના અંગોનો સંકોચ કરીને રહે છે તેમાં ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયોમાંથી જે પાછી ખેંચી લે છે તેની પ્રજ્ઞા સ્થિર છે.
નદીઓ દરિયામાં પોતાનું જળ ઠાલવ્યા કરે છે છતાં દરિયો કયારે ઉછાંછળો થતો નથી. સૌને પોતાનામાં સમાવી દે છે. તે ગંભીરતા કે શાંતિ છોડતો નથી. તે છલકાતો નથી. કદાચ દુકાળ પડે નદીઓ સુકાઈ જાય અને નદીઓનું જળ સમુદ્રમાં ન આવે તો પણ તે સુકાઈ જતો નથી.
તેમ ગીતાનો સ્થિતપ્રજ્ઞ જગતભરના વિષયો તેની પાસે આવે છતાં તે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org