________________
३४८
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩
એક સાધકઆત્માના અનુભૂતિ પછીના ઉચ્ચાર
“અહો ! આંધળામાંથી દેખતો થઈને જેમ આનંદ અને આશ્ચર્યમય બનીને વિશ્વને પહેલી વાર દેખે... તેમ અજ્ઞાનીમાંથી જ્ઞાની થઈને મહા આનંદ અને આશ્ચર્ય સહિત આત્માને દેખ્યો. સંતોએ મને પ્રતિબોધ કરીને મારા જ્ઞાનનેત્ર ઉઘાડ્યા.”
અનુભવી પુરુષના હૃદયમાં પ્રેમ હોય છે તેનો સંગ કરવાથી, તેનો સ્પર્શ કરવાથી, તેની ચરણરજ માથે લેવાથી, તેનું કહ્યું કરવાથી આપણામાં પણ પ્રેમનો સંચાર થાય છે. પોતાના આત્મા પર લાગેલા કાળા ડીબાંગ જેવા ધાબાઓ હોવા છતાં જીવ ચોધાર આંસુએ હૈયાફાટ રૂદન કરતો નથી તેથી આગળ વધાતું નથી.
કપાળ, જીભ અને હૃદયને શૂન્ય રાખવાથી સાધના થાય છે કપાળ એટલે બુદ્ધિથી શૂન્ય થવું. એટલે બુદ્ધિમાં ઝાઝી સાંસારિક વાતો ન ભરવી. જીભથી. ઝાઝું ન બોલવું તે જીભને શૂન્ય કરવા બરાબર છે અને હૃદયને શૂન્ય કરવું એટલે તેમાં વાસના ન ભરવી. વાસના ન ભરવી એટલે લાગણી શૂન્ય હૃદય રાખવું એટલે કુટુંબ, સ્વજન, પુત્રાદિ કે બીજા કોઈ પ્રત્યે ઔચિત્ય પૂર્વકનું વર્તના હોય, લાગણી ન હોય. રાગ ન હોય. ખેંચાણ એક માત્ર પરમાત્મા પ્રત્યે હોય,
હવે આજ વાતને દૃષ્ટાંતથી કહે છેमायाम्भस्तत्त्वतः पश्यन्नुद्विग्नस्ततो द्रुतम् । तन्मध्येन प्रयात्येव यथा व्याघातवर्जितः ॥ १६५ ॥
માયાજળને તત્ત્વથી જોતો પુરુષ ઉદ્વેગ પામ્યા વિના જેમ વ્યાઘાત રહિત પણે તેની મધ્યમાંથી ચાલ્યો જાય છે.
પૂર્વના કાળમાં મોટામોટા રાજમહેલોમાં એવી રીતના સ્ફટિકના પત્થરની ગોઠવણ કરવામાં આવતી કે જેથી જોનારાને સાક્ષાત સરોવરનો જ ભાસ થાય અને તેથી તેમાં સરોવરનો ભ્રમ થતાં એક ડગલું પણ આગળ ચાલી ન શકે પણ ત્યાં જ ઊભો રહી જાય તેને માયાજળ કહેવાય છે. અર્થાત જલ ન હોવા છતાં જલનો ભ્રમ પેદા કરે તેને માયાજળ કહેવાય છે. જેમ માયાજળને પરમાર્થથી માયાજળ છે એ રીતે જોતો પુરુષ માયાજળથી મૂંઝાયા વિના શીધ્ર એ માયાજળના માર્ગ વ્યાઘાતથી વજિત થયેલો = જરાપણ થોભ્યા વિના ચાલ્યો જાય છે કારણકે માયાજળને પરમાર્થથી માયાજળરૂપે ઓળખ્યા પછીથી તે રૂકાવટ કરવા સમર્થ બનતું નથી.
નેપાલ દેશના વહેપારીઓ ૧૬ રત્નકંબલ લઈને આવ્યા. તે શ્રેણિકે ન ખરીદતાં ભદ્રા માતાએ નિરાશ થયેલા વહેપારીઓની પ્રસન્નતા માટે બધી જ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org