________________
૩૪૬
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3
લાગે છે કારણકે બહારથી તેઓ જેવું કરે છે તેવું અંદરથી હોતું નથી. જ્ઞાનીની દશા અદ્ભૂત હોય છે. તેને ઓળખતા પરમ વાત્સલ્ય જાગે છે. જ્ઞાનમાર્ગને આરાધતા આત્મા જ્ઞાની બને છે. સમ્યગ જ્ઞાન પરમ વૈરાગ્ય સ્વરૂપ છે. ચૈતન્યના મધુર વિચાર કરતાં કરતાં મન શાંત થાય છે. કષાયો દૂર થાય છે. જ્ઞાનરસ અનુભવાય છે. જ્ઞાની કહે છે કે જે તું જ્ઞાનને વારંવાર નહિ જુએ, જ્ઞાનને વારંવાર નહિ તપાસે તો જ્ઞાન વગરના બધા ભાવો તને અચેતન જેવા નીરસ લાગશે. તને કયાંય ખરો ઉત્સાહ નહિ આવે. અથવા તો તું રાગના રસમાં જ રોકાઈ જઈશ. દરેક કાર્યની ઉત્પત્તિમાં એકલા રાગની ઉત્પત્તિને ના જોતાં જ્ઞાનાદિ ગુણોની ઉત્પત્તિને પણ સાથે જોવામાં આવે તો એ રીતે સમ્યફપણે દેખતા ભેદજ્ઞાન થાય છે. ચેતન્યને શાંતિનો સ્વાદ અનુભવાય છે. સતત ચેતન્યા સ્વરૂપની ધૂનમાં રહેવાથી ભેદજ્ઞાન નજીક આવે છે. સમ્યગ વિચારનું ળા તત્ત્વનિર્ણય અને આત્માની અનુભૂતિ છે.
પ્રવચન સાર ગા. ૨૩૧ માં તેના કર્તા લખે છે કે સર્વજ્ઞનો માર્ગ અનેકાન્ત છે. તેથી પોતાની દશા તપાસીને જે રીતે એકંદરે પોતાને લાભ થાય તે રીતે વર્તવાનો ભગવાનનો ઉપદેશ છે.
જ્યારે બધો જે રસ આત્માના આનંદને ચાખવામાં રોકાય છે ત્યારે અતીન્દ્રિય શાંતિ અનુભવાય છે. આત્માની સુંદરતા અભૂત છે. જે રાગથી ઘણી દૂર છે અને સિદ્ધ ભગવાનની નજીક છે. એની સુંદરતાને જાણવામાં ઉપયોગને રોકતા ઉપયોગમાં સંવર, થાય છે અને ઉપયોગ સ્વરૂપ તરફ વળવાથી સ્વરૂપ ગુપ્તતા થાય છે તેથી નિર્જરા થાય છે અને આ સંવર, નિર્જરા તે મોક્ષમાર્ગ છે અને આ ઉપયોગ સ્વરૂપ તરફ વળીને સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે તે જ ભાવ ચારિત્ર છે. સ્વ રૂપમાં સંતાઈ જવાથી પુદ્ગલની માયાજાળમાંથી છૂટી જવાય છે અને ચારગતિના ચૂરા થઈ જાય છે. જેની કિંમત ભાસે, જેની વિશેષતા ભાસે, જેમાં સુખભાસે તેમાં એકાગ્રતા આવે છે. એવો જ ઉપયોગનો સ્વભાવ છે. એવી કઈ ચીજ જગતમાં છે કે જે જીવને હદયથી ગમે અને તેમાં એકાકાર ન થાય. દા.ત. જેના માટે આપણે ઘણો સારો અભિપ્રાય સાંભળ્યો હોય તેવા તત્વજ્ઞાની મહાપુરુષો પ્રવચન આપે તો આપણે એકાકાર થઈને સાંભળીએ છીએ. જેના ઉપર અતિ બહુમાન છે એવી વ્યક્તિ ખાલી કુશળતાના સમાચાર પૂછે. સામાન્ય વાત કરે તો પણ જીવને આનંદ થાય છે તો પછી તેવી વ્યક્તિના મુખે તત્ત્વની વાતો સાંભળવા મળે તો જીવને કેટલો આનંદ થાય ? આત્માને પામવો હોય તો આત્મા સિવાયની બહારની બીજી પંચાતમાં રસ લેવાનો છોડી દેવો જોઈએ. બીજી બધી જ જગ્યાએ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org