________________
૩પ ૨
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૨
ન રહે તે શાંતિપદ છે. ધારણામાં બીજાની શૂન્યતા રહેવી જરૂરી છે.
દૃઢ અપરોક્ષ જ્ઞાનવાળા પરમહંસને કર્તવ્યબુદ્ધિથી કર્તવ્ય નથી છતાં જે કર્મ પ્રારબ્ધ યોગે આવે તે ઇચ્છા કે ભય વગર તે કરી શકે છે. જેમ કપુર ને બાળીએ તો કપુર અને અગ્નિ બંને અદ્રશ્ય થઈ જાય છે તેમ બ્રહ્મભાવે થતાં કર્મ બ્રહ્મદશામાં એકતા પામી જાય છે. આવા પરમહંસને કર્મ કરવાનું બંધન નથી તેમ ન કરવાનું પણ બંધન નથી છતાં પોતે સદાચારમાં રહીને વર્તે છે. તેમાં જેઓ અવધૂત કોટિના હોય છે તેઓ ઉપદેશ આપતા નથી તેમનું જીવન જ વૈરાગ્યનો બોધ કરે છે. તેમની નિષ્ઠાથી પાસે રહેલાને કે દૂર રહેલાને પણ અસર થાય છે. જેઓ આચાર્ય કોટિના હોય છે તેઓ ઉપદેશ આપે છે તેમનું જીવન લોકોને અભ્યાસ કરાવવામાં ઉપયોગી છે.
જીવનભર મોનની સાધના કરનાર એક સાધક લખે છે કે જ્યારે હું બીજાઓને જોઉ છું ત્યારે મારાથી જુદા જોતો નથી. જિજ્ઞાસુ પણ જો ત્યાં એવા ભાવથી બેસે કે હું મહર્ષિથી જુદો નથી તો ત્યાં રેડિયોની વેવલેન્થની માફ્ટ સાચી વેવલેન્થ ઉત્પન્ન થાય છે અને એના હૃદયમાં સાચા અને સારા અનુભવ થવા લાગે છે. જેની નિષ્ઠા બહુ સારી હોય એવા સંતની હાજરીમાં ધ્યાનમાં બેસવાથી એવી દશા ઉત્પન્ન થવા લાગે છે. જેમ પાયખાનામાં રહીને ક્લની સુગંધ લઈ શકાતી નથી તેમ માયિક સુખમાં રહીને આત્માનો આનંદ લઈ શકાતો નથી.
भोगतत्त्वस्य तु पुनर्न भवोदधिलंघनम् । मायोदकदृढावेशस्तेन यातीह कः पथा ॥ १६७ ॥
પણ ભોગમાં જ તત્ત્વ બુદ્ધિવાળાને ભવોદધિનું લંઘન થતું નથી. માયાજળમાં દઢ આવેશવાળો કયો પુરુષ તે માર્ગે જાય ?
સાચું જાણી રે તે બીતો રહે, ન ચલે ડામાડોલ ભોગતત્ત્વને એ ભય નવિ ટળે..... યો.દ. સક્ઝાય.
પણ જેને ભોગમાં જ પરમાર્થ બુદ્ધિ છે, સારાપણાની બુદ્ધિ છે. ભોગમાં જ સુખની કલ્પના કરાવનારી બુદ્ધિ છે તેવો આત્મા સંસારસાગર તરી શકતો નથી કારણકે ભોગમાં પરમાર્થ બુદ્ધિ હોવાથી સંસારસાગરથી પાર પામવાના ઉપાયમાં તેની પ્રવૃત્તિ થતી નથી. જે વસ્તુ સારી લાગે તેનાથી વિપરીત માર્ગમાં વીર્યનું રણ કેવી રીતે થઈ શકે ? આ જ વાતને દૃષ્ટાંતથી સમજાવે છે.
માયાજળમાં સાચા પાણીનો દઢ આગ્રહ જેને થઈ ગયો છે એવો જીવ તે માર્ગ વડે કરીને કેવી રીતે જાય ? અર્થાત ન જ જાય અને તેથી તે ઈષ્ટ નગરે પહોંચી શકતો નથી. શ્લોકના પૂર્વાર્ધમાં વિધાન છે અને ઉત્તરાર્ધમાં તેને અનુસરીને દૃષ્ટાંત છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org