________________
૩૫૪
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
ઝીલ્યો ઉલટ આણી વિષય તૃષ્ણા જલે; આશ્રવ બંધ વિભાવ કરું રૂચિ આપણી , ભૂલ્યો મિથ્યાવાસ, દોષ દઉં પર ભણી...
દેવચંદ્રજી વિહરમાન શ્રી વજંધર જિન સ્તવન. આસક્તિ આત્માની વિભાવદશા છે તેનાથી આશ્રવ અને બંધ ચાલે છે. આસક્તિ - રાગ જેનામાં નથી તે પરમાત્મા. આસક્તિને જે જીતી રહ્યા છે તે સંત. આસક્તિને જીતવાનું શીખવે તે શાસ્ત્ર. આસક્તિને જીતવાનો જે પ્રયત્ન કરે તે સાધક.
આસક્તિ એટલે ગૃદ્ધિ. જે પદાર્થ સંબંધી વારંવાર દુઃખ અનુભવવા છતાં એ પદાર્થો આપણને સુખ આપશે એવી લાલચથી વળગી રહેવું તે ગૃદ્ધિ.
આ આસક્તિ જ જીવને ભોગમાંથી છૂટકારો થવા દેતી નથી અને તેથી સંસારસાગર તરી શકાતો નથી. અનંતીવાર ભોગો ભોગવીને અનંતીવાર જીવ નરકે ગયો છતાં આ ભોગો મને સુખ આપનાર છે એવી બુદ્ધિથી આજે પણ તેને વળગીને રહ્યો છે. સંસારમાં ગમે તેટલા દુઃખો વેઠવા છતાં જીવ ચામજની જેમ ભોગોને વળગેલો રહે છે એ એના આત્મામાં પડેલો વિપર્યાય છે અને વિપર્યાસ હોય ત્યાં સુધી સંસારના કુવામાંથી કોઈપણ રીતે જીવ બહાર નીકળી શકતો નથી, તેને ફ્રી ફ્રીને ઘાંચીના બેલની જેમ ચારેગતિમાં ભટકવું જ પડે છે. તીવ્ર આસક્તિવાળા જીવો એકપણ યોગને સારી રીતે આરાધી શકતા નથી. પરમાત્માના શરણે જઈ શકતા નથી. આંતરિક શાંતિ અનુભવી શકતા નથી. ચિત્તસંકલેશ તેમને વળગેલો જ રહે છે.
વિષયોમાં આસકત જીવની દશા કૂતરા જેવી ભૂંડી થાય છે. જેમ કૂતરાને તમે ગમે તેટલી મારપીટ કરો પણ જો તેને રોટલાનો ટૂકડો બતાવી ‘તુ તુ' કરો તો પાછો પૂંછડી પટાવતો આવે છે. પૂર્વની મારપીટ બધી ભૂલી જાય છે. તેમ આ જીવ પણ નરકમાં અનંતીવાર કર્મસત્તાનો જાલિમ માર ખાઈ આવ્યો છતાં આજે થોડાક વિષયોના ટૂકડા મળ્યા છે તો કૂતરાની જેમ પૂર્વના બધા દુ:ખો ભૂલી જઈને તેમાં લંપટ બનીને જીવે છે અને ત્યાગ, વૈરાગ્ય, ક્ષમાદિ ગુણોની કમાણી રૂપ આત્મસત્તાને હારી રહ્યો છે. કુટુંબ - પરિવારને પોતાના માનીને તેના માટે લખલૂટ પાપ કરી રહ્યો છે.
અનાદિકાળથી ઇન્દ્રિયોને વિષયોની મૈત્રી છે. ઇન્દ્રિયો વિષયોમાં જવા માટે જ ટેવાયેલી છે. વિષયો તેનો ખોરાક છે. ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ છે શરીરની સાથે પરંતુ તેને વૈષયિક સામગ્રી બહારથી મેળવવી પડે છે જેથી તેની પ્રાપ્તિ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org