________________
ચોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૩૫૩ આ દૃષ્ટિમાં માયાજળમાં સાચાજળનો ભ્રમ નથી અર્થાત સઘળા ભોગો એ બધા દુઃખકારી છે. અને તેનું તે જ રૂપે સંવેદન છે માટે ભોગ ભોગવવા છતા ભવોદધિ લંઘન છે. જ્યારે તે પહેલા ભોગોમાં આસક્તિ હોવાથી ઉદાસીન પરિણામ નથી. માયાજળ, માયાજળરૂપે હજુ જેવું જોઈએ તેવું લાગ્યું નથી. તેથી ભવોદધિ લંઘવામાં વચ્ચે વચ્ચે સ્કૂલનાને પામે છે. વિષયોમાં વિષબુદ્ધિ પેદા થાય અને તે તીવ્રતાને પામે ત્યારે જ આત્મામાં ઉદાસીન પરિણામની ધારા ચાલે છે અને તે જ મોક્ષમાર્ગ છે અમૃતવેલની સઝાયમાં આ વાત આવે છે.
દેખિયે માર્ગ શિવનગરનો જે ઉદાસીન પરિણામ રે તેહ આણછોડતાં ચાલિયે, પામીયે જિમ પરમ ધામરે..
ઉદાસીન પરિણામ એ આસક્તિનો વિરોધી પરિણામ છે. જ્યાં આસક્તિ ત્યાં ઉદાસીનતા નહિ અને જ્યાં ઉદાસીનતા ત્યાં આસક્તિ નહિ. આસક્તિ જે વૃદ્ધિ પામે તો તે વિપર્યાસ અર્થાત્ મિથ્યાત્વને ખેંચી લાવે છે અને આસક્તિનો નાશ થાય તો ઉદાસીન પરિણામ આવે છે. આસક્તિની તીવ્રતાથી. જીવ આત્મસત્તા સ્વરૂપ સત્તા હારી જાય છે. તેનાથી સંસારમાં બહુ ભટકે છે. મિથ્યાત્વ અવિરતિ અને કષાયના રંગ આત્મા ઉપર ચઢેલા રહે છે. કષાયો સતત આત્માનું દમન કરે છે. ક્રોધ દાવાનળ આત્માને બાળે છે. માન વિષધર ડસે છે. માયાજાળ જીવને બાંધે છે. લોભ અજગર જીવને સતત ગ્રસે છે. કામરાગ, સ્નેહરાગ લ્યાફાલ્યા રહે છે અને આસક્તિ તીવ્ર બનતા કયારેક દૃષ્ટિરાગ પણ ખેંચાઈ આવે છે. મહાપુરુષોના સત્સંગ સમાન કલ્પવૃક્ષને છોડીને જીવ પુદ્ગલના જ લેખા જોખા માંડે છે તેના ત્રણે યોગ ચપળ બને છે અને સંસારાભિમુખ બની જીવને ડૂબાડે છે તેનાથી બચવા જ્ઞાનીપુરુષો આસક્તિ ઉપર જ કુઠારાઘાત કરવાનું કહે છે.
વિહરમાન અનવવીચ જિન સ્તવન સમાવિજ્યજી મ. ક્રોધ દાવાનળ દધ, માન વિષધર હસ્યો, માયા જાલે બંધ્ધ, લોભ અજગર ગ્ર સ્યો, મન, વચ, કાયાના યોગ, ચપળ થયા પરવશા, પુદ્ગલ પરિચય પાપતણી અહર્નિશદશા;
કામરાગે અણનાચ્યા સાંઢ પરે ધસ્યો,
સ્ને હરાગની રાત્રે ભવપિંજર વસ્યો; દૃષ્ટિરાગ રૂચિકાચ, પાચ, સમકિત ગણું,
આગમ રીતે ન નાથ નિરખું નિજપણું. હું સ્વરૂપ નિજ છોડી રમ્યો પર પુદ્ગલે,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org