________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૩પ૧ ગુણસંપન્ન ગુણસેન પ્રત્યે દ્વેષ રાખી અગ્નિશર્માએ અનંત સંસારના આંધણ મૂક્યા.
શિષ્યની આસક્તિથી મરીચીએ કોટાકોટિ સાગર પ્રમાણ સંસાર વધાર્યો.
જ્યાં અપવાદનું સ્થાન ન હતું ત્યાં અપવાદ બતાવી સાવધાચાર્યે અનંતી. ઉત્સર્પિણી અવસર્પિણી સંસાર વધાર્યો.
આસક્તિના પાપથી બચવા ભગવદ્ગીતામાં પણ ઠામઠામ નિષ્કામ ધર્મ કરવાની પ્રેરણા સાધકને આપવામાં આવી છે. તારો અધિકાર માત્ર કમી કરવામાં છે, ફ્લ પ્રત્યે નહિ. આવા વચનો જીવને આસક્તિ રહિત થવાની પ્રેરણા આપે છે.
આસક્તિથી આપણે બચશું તો જ અનાસકત બની અસંગ થઈ શકશું. જીવવા માટે વધારે વ્યક્તિ અને વસ્તુઓની જરૂર પડે છે તે આપણી આસક્તિ છે. ઓછામાં ઓછી વ્યક્તિ અગર વસ્તુઓથી આપણે જીવી શકીએ ત્યારે આપણે અસંગ યોગને યોગ્ય બનીએ છીએ. વસ્તુઓની બહુ જરૂર પડે તે આપણી મહાનતા નથી પણ નબળાઈ છે. અંદરથી અનાસક્ત રહીને સત્સંગ કરશું તો અસંગની યોગ્યતા વધતી જશે. અધ્યાત્મના માર્ગમાં આગળ વધવા વિકલ્પોથી બચવાનું છે. જેટલા વિકલ્પો ઓછા તેટલું અધ્યાત્મ ઊંચું. આત્માના આનંદ સ્વરૂપને જાણવાનો અને માણવાનો પ્રયત્ન કરશે તેમ વિકલ્પ ઘટશે અને શ્રત દ્વારા અનુભવની દશા વધશે. આનંદ નિરપેક્ષ માત્ર શેયને જ જાણવાનો પ્રયત્ન કરશું તો વિકલ્પ વધશે. જે શાસ્ત્રથી આત્મા હણાતો હોય અને વિકલ્પો વધતા હોય તે શાસ્ત્ર તેને માટે અસત્ શાસ્ત્ર છે. તે શાસ્ત્રથી પણ સાધકે દૂર રહેવું જોઈએ. અધ્યાત્મ શાસ્ત્રો, યોગગ્રંથો ભણ્યા પછી ઉપયોગ બહારમાં જ રહેતાં હોય અને વિકલ્પો વૃદ્ધિ પામતા હોય અથવા તો વિકલ્પો ઘટતા ન હોય તો સમજવું કે અધ્યાત્મ અંદર પરિણમ્યું નથી. અધ્યાત્મ શાસ્ત્રો ભણતા આવડ્યું નથી.
જો જ્ઞાન પ્રમાણે જીવન નહિ થાય તો જીવન પ્રમાણે જ્ઞાન થઈ જશે. દ્વતનું અવલંબન લેવાથી ચિત્તવૃત્તિમાં બીજી વસ્તુઓના ગુણ અનુસાર ચેતના પ્રાપ્ત થશે અને તે વખતે નવિન કર્તવ્ય જ્ઞાન ઉત્પન્ન થતા જ ઇન્દ્રિયોની ક્રિયા થવા લાગે છે તેને જ પરધર્મ કહે છે. જ્યાં સુધી હું અને બીજા દેખાય છે ત્યાં સુધી બહુ પ્રવૃત્તિ વધારવાથી બહુ અજ્ઞાન વધે છે. જ્યારે હું અને બીજા જેવું હેત દેખાતું નથી ત્યારે થોડી પ્રવૃત્તિથી પણ ઘણું સારું કામ થાય છે. લોકનિંદા અથવા સમાજની ટીકાના ભયથી સત્યની મર્યાદાનું ઉલ્લંઘન ન થવું જોઈએ, દૃઢ વિશ્વાસમાં પરમાત્મા સુલભ બને છે. જ્યાં બીજાનું ભાન પણ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org