________________
૩૪૪
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ વૈરાગ્યને વિષયોના વાયરા બુઝવી શકતા નથી. કારણકે પવન તો દીપકને બુઝવી શકે, દાવાનળને નહિ. દાવાનળ તો પવનને પામીને ઉપરથી વધુ જ્વલંત બને છે તેમ તીર્થંકરોનો ગૃહસ્થાવસ્થામાં વૈરાગ્ય દાવાનળ જેવો હોય છે જે વિષયોરૂપી પવન ફુંકાતા વધુ પ્રજ્વલિત બને છે.
તીર્થંકરના આત્માઓ કર્મના ઉદયે સંસારમાં રહી ભોગોને ભોગવવા છતાં કર્મથી કે રાગથી લેપાતા નથી પરંતુ કર્મનો ખાત્મો બોલાવે છે. ભોગકર્મ નિકાચિત હોવાથી કર્મનો ઉદય તેમની પાસે ભોગની પ્રવૃત્તિ કરાવે છે પણ જ્વલંત વૈરાગ્યના કારણે તે પ્રવૃત્તિ ગાઢ કર્મબંધ કે ભવભ્રમણમાં નિમિત્ત બનતી નથી. ઉપાધ્યાય વિનયવિજયજી મહારાજ શાંતસુધારસમાં લખે છે કે નીચ શત્રુને નીચ ઉપાયથી જીતે છે. શત્રુ નીચ છે અને તે બીજી કોઈ રીતે જીતી શકાતો નથી માટે તેને જીતવા માટે અનિવાર્યપણે ભોગની પ્રવૃત્તિ કરવી પડે છે.
તે આત્માઓ ભોગને ભોગવવા છતાં પણ અંદરથી તદ્ન નિર્લેપ છે. તેનું કારણ એ છે કે ૠષભદેવ ભગવાન ૮૩ લાખ પૂર્વ સુધી (૧ પૂર્વ એટલે ૭૦ હજાર ૫૬૦ અબજ વર્ષ) સંસારમાં રહ્યા. કલ્પવૃક્ષના ફળ ખાધા. સંસારના ભોગ ભોગવ્યા અને જેવી પ્રભુએ દીક્ષા લીધી એના પહેલા દિવસથી જ પ્રભુને ઉપવાસ ચાલુ થઈ ગયા. પ્રભુ ગોચરી માટે જાય છે પણ કોઈને ખબર જ નથી કે પ્રભુને શું ખપ છે ? કેવી ચીજ અપાય ? તેને કારણે પ્રભુને ૪૦૦-૪૦૦ દિવસના ચોવિહારા ઉપવાસ થયા. છતાં પ્રભુના મનમાં એક પણ વિકલ્પ કોઈના માટે પણ ઉઠતો નથી. ગોચરી જતી વખતે જે સ્થિતિ છે તે જ સ્થિતિ પાછા ફરતી વખતે છે. તે બેમાં લેશમાત્ર ક નથી. આવું ક્યારે બને ? ત્યારે જ કે સંસારમાં રહી નિર્લેપ ભાવે ભોગને ભોગવ્યા હોય તો, અન્યથા આ શક્ય ન બની શકે.
આ આત્માઓ સંસારમાં રહીને પણ સતત સંસારના સ્વરૂપનું જ ચિંતન-મનન કરતા હોય છે. જ્ઞાનના બળે જાણે છે કે મારે આટલો કાળ આવા આવા પર્યાયોમાંથી પસાર થવાનું છે પછી જ ચારિત્ર ઉદયમાં આવવાનું છે તેથી તે તે પર્યાયો આ દૃષ્ટિના વિશુદ્ધ બોધના બળે નિર્વિશેષ પરિણામથી
પસાર કરે છે.
પૃથ્વીચંદ્ર અને ગુણસાગરના જીવ પણ સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી આવીને પૃથ્વીચંદ્ર અને ગુણસાગર તરીકે જન્મ્યા ત્યારે યોગની છઠ્ઠી કાન્તા દૃષ્ટિ છે. તે વખતે તેમનો વૈરાગ્ય કેવો છે તે સજ્ઝાયમાં વર્ણવતા લખ્યું છે કેગીત વિલાપને સમગણે, નાટક કાયક્લેશ;
આભૂષણ તનુભાર છે, ભોગને રોગ ગણેશ મેરે લાલ...
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org