________________
૩૪ ૨
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ અધીરો થતો નથી. તે સદાય સમુદ્ર જેવો ધીર અને ગંભીર રહે છે. જગતની અનેક કામનાઓ તેની સમક્ષ આવે છતાં તે ડોલાયમાન થતો નથી. હર્ષથી તે ઉછાંછળો થતો નથી. શોકથી તે ધૂંધળો થતો નથી. હર્ષ અને શોક બંનેને જે પોતાનામાં સમાવી લે તે સ્થિતપ્રજ્ઞ.
સ્થિતપ્રજ્ઞ ભોગથી ભાગતો પણ નથી અને ભોગોમાં ડૂબતો પણ નથી. છઠ્ઠી દ્રષ્ટિમાં આત્મા આ સ્થિતપ્રજ્ઞદશાને અનુભવે છે. આ વિષયમાં એક સાધક આત્મા પોતાના પુસ્તકમાં ભાવ વિભોર બનતા લખે છે કે -
ખટકે સદા મનમાંહી જેને મોહનું હોવા પણું, ખટક એવી થાય જેવી. આંખમાં ખટકે કહ્યું તે જ જાગ્યો જાણવો ને જાગતાના ઘર મહીં, ચોરી બને ના શકય કદીયે, ચોર ત્યાં આવે નહીં. મરણકાળે મોહથી મન ભૂલતું ભગવાનને, એ મોહ ના પામે અને ભૂલે નહિ નિજ ભાનને; બ્રાહ્મી સ્થિતિમાં સ્થિર રહી જે સર્વદા નિશ્ચલ રહે, નર બ્રહ્મરૂપ તે જાણવો, નિર્વાણ પદ એને કહે. પ્રજ્ઞા થતાં સ્થિર ચિત્ત સહેજે શાંત ને નિર્મળ બને, પ્રસન્નતા છાઇ રહે રે, સર્વદા એવા મને; સ્થિતપ્રજ્ઞ કેરી આ અવસ્થા સહજ છે ને કાયમી, જે પ્રાપ્ત થાતાં પુરુષને પછી મોહ ના થાતો કદી, બ્રહ્મમાં નિર્વાણ અંતે પામવું છે લક્ષ્ય આ, જ્ઞાન ને વળી ધ્યાન સેવા ધર્મનું સાલ્ય આ; બંધન ત્યજીને આત્મ સઘળા, બ્રહ્મમાં જાતો ભળી, એ સ્થિતિને બ્રહ્મમાં નિણની સ્થિતિ કહી.
પુદગલમાંથી આકર્ષણ નીકળી ગયું છે. પદાર્થો કે વ્યક્તિઓ તરફ્તી ફોઈ સ્પૃહા રહી નથી. પ્રજ્ઞા સ્વરૂપમાં સ્થિત છે અને પરોપકારાદિ કાર્યો વડે લોકમાં પ્રિય છે તેથી આ દૃષ્ટિમાં રહેલાનું મન ધર્મને વિષે જ એકાગ્રતાને પામેલું છે. સદા બ્રાહ્મી સ્થિતિમાં રહેવાનો પ્રયત્ન કરે છે તેથી ઊંચી કોટિની સમતાને આસ્વાદે છે. "
श्रुतधर्मे मनो नित्यं कायस्त्वस्यान्यचेष्टिते । अतस्त्वाक्षेपकज्ञानान्न भोगा भवहेतवः ॥ १६४ ॥
તેનું મન નિત્ય શ્રતધર્મમાં હોય છે. જ્યારે કાયા તો અન્ય કાર્યમાં પણ હોય છે આથી કરીને આક્ષેપક જ્ઞાનને લીધે ભોગો ભવના હેતુ થતા નથી.
આ દૃષ્ટિમાં રહેલા યોગીનું મન મૃતધર્મ પ્રત્યેની દૃઢ ભાવનાને લીધે
(૩)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org