________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૩૪૩
મૃતધર્મમાં લીન હોય છે અર્થાત વિષયોમાંથી વિરકત થયેલું મન સદા મૃતના ચિંતન - મનનમાં લાગેલું હોય છે. આવા આત્માઓ ગુરુ પાસેથી લીધેલી વાચનાને સતત વાગોળતા હોય છે. તત્ત્વના ચિંતન - મનનમાં એવા લીન બની જાય છે કે જેથી કરીને સમય ક્યાં પસાર થઈ જાય છે તે પણ તેમને ખબર પડતી નથી. જ્ઞાન, ધ્યાન અને ક્રિયામાં રક્ત બનીને પૂર્વોના પૂર્વે જેટલો કાળ પણ ચારિત્રમાં સહેલાઈથી પસાર કરે છે.
જ્ઞાન, ધ્યાન, કિરિયા સાધતા કાટે પૂર્વના કાળ, ભવિયા મુનિવર પરમ દયાળ.
આમ મૃતધર્મમાં મન રક્ત હોવાથી આહાર-પાણી વગેરે બીજી પ્રવૃત્તિ. તો મન વગર જ કરે છે. તે પ્રવૃત્તિ કરતી વખતે મન તેમાં ન હોવાથી તેઓ દ્વારા તે પ્રવૃત્તિ કરાય છે પણ તેઓ તે પ્રવૃત્તિને કરતા હોતા નથી.
વિષયો બધા દુર્ગતિમાં લઈ જનારા છે તેનો બરાબર ખ્યાલ હોવાના કારણે તેનું હેયરૂપે જ સંવેદન છે અને શ્રુતજ્ઞાન એ જ તારક છે એવી પ્રતીતિના કારણે સ્વરૂપ પ્રત્યેનું ખેંચાણ હોવાથી આવું જ્ઞાન આક્ષેપકવંત જ્ઞાન કહેવાય છે. નિર્જરા કરાવનારું કહેવાય છે. અને આવું આક્ષેપક જ્ઞાન હોવાના કારણે જ આ દૃષ્ટિમાં રહેલા જીવોને કયારેક ભોગો ભોગવવા પડે તો તે ભવના હેતુ થતાં નથી.
અનુત્તર વિમાનમાં રહેલા જીવોને યોગની આ છઠ્ઠી દૃષ્ટિ વર્તતી હોય છે. સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવોની શય્યા ઉપર સૌથી વચ્ચેનું મોતી ૬૪ મણનું હોય છે. તેની તા ૩ર મણના ચાર મોતી હોય છે. તેની તા ૧૬ મણના આઠ મોતી હોય છે તેની તા ૮ મણના ૧૬ મોતી હોય છે. તેની તા ૪ મણના બત્રીસ મોતી હોય છે તેની તા ૨ મણના ચોસઠ મોતી હોય છે તેની
તા ૧ મણના એકસો અઠ્ઠાવીસ મોતી હોય છે. બધા મળીને કુલ ૨૫૩ મોતી થાય છે વચ્ચેનું મોતી વાયુના યોગથી અથડાવાથી પરસ્પરના બધા મોતીઓ. અથડાય છે અને તેમાંથી દિવ્ય સંગીત - મધુર નાદ ઉત્પન્ન થાય છે જે કર્ણને અતિપ્રિય લાગે છે તેમ જ તે મોતીઓને જોતાં ભૂખ, તરસ પણ છીપે છે. આવા દિવ્ય સંગીતની વચ્ચે રહેવા છતાં પણ તે સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો ૩૩ સાગરોપમનો સમગ્રકાળ સંગીતમાં લીન ન થતા તત્ત્વચિંતનની વચ્ચે પસાર કરે છે અને તેથી તે દિવ્ય સંગીતને અનુભવવા છતાં તેની પ્રત્યેનું આકર્ષણ ન હોવાથી તે ભોગો તેને ભવના હેતુ થતા નથી. કર્મબંધનું કારણ બનતા નથી પણ કર્મ નિર્જરાનું જ કારણ બને છે. તે જ રીતે તીર્થંકરના જીવો ગૃહસ્થાવસ્થામાં હોય ત્યારે તેઓને જવલંત વૈરાગ્ય વર્તે છે. તેઓના આ
-
-
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org