________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩
૩૩૯ ઉપયોગ રાગાદિમાં ન જતા સ્વરૂપમાં પકડાઈ રહે છે અને તેથી અહિંયા સહજ રીતે તત્ત્વની વિચારણા હોય છે. તત્ત્વચિંતનથી ઉપયોગ સ્વરૂપની દિશામાં આગળ વધે છે. ઉપયોગને વિકલ્પોમાંથી કે રાગાદિભાવોથી છોડાવવો હોય તો. તત્ત્વચિંતન એ અમોઘ સાધન છે. આત્માને જેવા સ્વરૂપે જાણે છે તેવા સ્વરૂપે જ તે પરિણમે છે. જેણે આત્માને રાગાદિ રૂપે ચિંતવ્યો છે તે શુદ્ધ પરિણામને ક્યાંથી પામશે ? તે અશુદ્ધ પરિણામનો કર્તા થઈને તેવો જ પોતાને અનુભવશે.
ચૈતન્યનું લોહચુંબક લગાડતાં જે પરિણામ આત્મામાં ખેંચાઈ આવે તે આત્માના ખરા (શુદ્ધ) પરિણામ છે. જે પરિણામ આત્મામાં અંદર ખેંચાઈ ના આવે તે રાગાદિ અશુદ્ધ પરિણામો છે તે આત્માના નથી.
આત્મામાં રાગ-દ્વેષરૂપી ઈચ્છાનો પ્રયત્ન થતાં તેના નિમિત્તે એક જાતનો વાયુ શરીરમાં ઉત્પન્ન થાય છે તે વાયુના સંચારથી શરીરરૂપી તંત્ર પોતાના કાર્યમાં પ્રવર્તે છે. ત્યાં તે દેહના કાર્યોનો આત્મામાં આરોપ કરીને અજ્ઞાની તેને જ આત્માની ક્રિયા માને છે જ્યારે જ્ઞાની તો ભેદજ્ઞાનવડે પરસ્પરનો આરોપ પરસ્પરમાં છોડી દઈને સ્વરૂપમાં જ રહે છે.
બોધની સૂક્ષ્મતા હોવાથી તેમજ શુભવિષય રૂપ દેશમાં ચિત્ત પડાયેલું હોવાથી તત્ત્વનું ચિંતન-મનન નિદિધ્યાસન ચાલ્યા જ કરે છે તેના પરિણામે જીવને અન્યમુદ્ અર્થાત આત્માને છોડીને અન્યત્ર કયાંય આનંદ આવતો નથી. પોતાના બોધને અનુસારે ભાવનાનું ભાવન, દ્રવ્ય, ગુણ, પર્યાયથી પદાર્થની તેમજ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી અસ્તિ, નાસ્તિ રૂપે પદાર્થની વિચારણા આ દ્રષ્ટિમાં હોય છે જેના ફળરૂપે આત્મામાં જ્ઞાનને અનુરૂપ સમ્યફ પરિણતિ પેદા થાય છે અને તેથી આત્માનો હિતોદય - અમ્યુદય અનુભવાય છે. મોહ અહિંયા પોતાની અસર ઉપજાવી શકતો નથી.
મોહનીચનું સ્વરૂપ - મોહનીય એટલે મોહ (મૂઢતા) + સંબંધ (જોડાણ) (મોહ્ય પદાર્થ સાથે ઉપયોગનું જોડાણ) વિકલ્પ (મોહ્ય પદાર્થ વિષેનો વિચાર).
મિથ્યાત્વ મોહનીય, સમ્યકત્વ મોહનીયમાં બદલાવાથી મિથ્યા વિનાશી નાશવંત પદાર્થ પ્રતિ મોહ-મૂટતા ચાલી ગયા પણ તેની સાથેનો સંબંધ અને વિકલ્પ ઊભા રહ્યા.
મોહનીયનો એક પર્યાય મૂટતા-તે સમ્યકત્વ આવતા ગયો એટલે બે પર્યાય હજુ રહ્યા માટે જ તો મિથ્યાત્વને મૂઢતા કહેલ છે અને મિથ્યાત્વીને મૂટ કહેલા છે. ગાઢ મિથ્યાત્વના ઉદયમાં જીવ પોતાના હિતાહિતનો વિચાર કરવાની શક્તિ ગુમાવી બેસે છે અને અહિતમાં હિત માની પ્રવર્તે છે તે મૂઢતા છે.
સમ્યકત્વ આવ્યા પછી અવિરતિ એટલે મોહય પદાર્થોનો સંબંધ ચાલુ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org